અમદાવાદના એક હજાર વર્ષના ઈતિહાસની મહત્વની ઘટનાઓ ? આશાપલ્લી શહેરના રાજા આશાભીલનો પરાજય

અમદાવાદની અગત્યની સાલવારી (ઈ. સ. માં) 989 વર્ષના ઈતિહાસમાં બનેલી મહત્વની 150 મહત્વી ઘટઓ  અહીં આપી છે. 

૧૦૩૦ અલ્બેરૂનીની ‘કિતાબ-ઉલ-હિંદ’માં આશાપલ્લીનો ઉલ્લેખ            

૧૦૩૬ બુદ્ધિસાગરસૂરિએ ‘ નિર્વાણલીલાવતી- કથા’ આશાપલ્લીમાં રચી.

૧૦૭૪ કર્ણદેવે આશાપલ્લી જીતી એની પાસે કર્ણાવતી વસાવી.allgujaratnews.in 

૧૦૯૪૧૧૪૩ આશાપલ્લીમાં સાન્તૂવિહાર અને ઉદયવિહાર બંધાયા.

લગ. ૧૧૦૦ અલ ઇદ્રીસી આશાપલ્લીનો મોટા સમૃદ્ધ શહેર તરીકે ઉલ્લેખ કરે છે.

૧૨૬૧ વીસલદેવના સમયમાં સામન્તસિંહ દેવે આશાપલ્લીમાં દાન દીધાં.

૧૨૮૪ મંડપદુર્ગના ઝાંઝણના સંઘે કર્ણાવતીની મુલાકાત લીધી.

૧૨૯૯ અલાઉદ્દીન ખલજીની ફોજી આશા-પલ્લીમાં મઠો મંદિરો અને દેવાલયોનો નાશ કર્યો.

લગ.૧૪૦૨ જિનભદ્રસૂરિએ આશાપલ્લી-કર્ણાવતીમાં ગ્રંથભંડાર સ્થાપ્યો.

૧૪૦૩ તાતારખાનને આસાવલમાં પિતાને કેદ કરી ‘મુહમ્મદશાહ’ નામે સુલતાન તરીકે સત્તા પ્રવર્તાવી.

૧૪૧૧ સુલતાન અહમદશાહે અમદાવાદ વસાવી સલ્તનતનું પાયતખ્ત ત્યાં રાખ્યું.

૧૪૧૩ રાજગઢનું બાંધકામ પૂરું.

૧૪૧૪ અહમદશાહની મસ્જિદનું બાંધકામ પુરું.

૧૪૨૩ ગુણરાજના સંઘનું કર્ણાવતીમાં આગમન.

૧૪૨૪ જુમા મસ્જિદનું બાંધકામ પૂરું.

૧૪૪૨ અહમદશાહનો રોજો (બાદશાહનો

૧૪૪૬-૫૧ સરજ્ખેજમાં શેખ અહમદ ખટ્ટુના રોજાનું બાંધકામ   

૧૪૪૯ શાહજાદા કુત્બુદ્દીને દિલ્હી ચકલામાં મોટી મસ્જિદ બંધાવી.

૧૪૫૧ ‘હોજે કુત્બ’(કાંકરિયા તળાવ) બંધાયું.

૧૪૫૨ જૈન લોંકાગચ્છનો વિકાસ.allgujaratnews.in 

૧૪૫૩ દરિયાખાંનો ઘુંમટ બંધાયો.

૧૪૫૪ ગોમતીપુર પાસે ‘હાલતા મિનારાની મસ્જિદ બંધાઈ.

લ.ગ ૧૪૭૦ રાણી રૂપવતીની મસ્જિદ મીરજાપુરમાં બંધાઈ.

૧૪૭૫ શાહઆલમ સાહેબનો રોજો બંધાવાનો આરંભ.

૧૪૮૬ મહમૂદ બેગડાએ શહેરને ફરતો કોટ બંધાવ્યો.(અનુશ્રુતિ)

૧૪૯૯ હરીરપુરમાં બાઈહરીરે વાવ બંધાઈ.

૧૫૧૪ આસ્તોડિયા દરવાજા પાસે રાણી સીપ્રી (અસની)ની મસ્જિદ બંધાઈ.

૧૫૬૦-૭૦ સીદી શહીદ(સૈયદ)ની મસ્જિદબંધાઈ

૧૫૭૨ હીરવિજયસૂરિએ અમદાવાદ આવી વિજયસેનને આચાર્યપદ આપ્યું.

૧૫૭૨-૭૩ અકબરે અમદાવાદ જીત્યું.

૧૫૯૦ હીરવિજયસૂરિએ પોતાના ગુરુના ‘સાતબોલ’ ઉપર વિવરણ લખી સંખ્યા ૧૨ની કરી.

૧૬૦૧ હેમવિજયનો જાણીતો ગ્રથ ‘કથારત્નાકર’ રચાયો.

૧૬૧૬ અમદાવાદમાં રૂપચંદની ત્રણ પત્નીઓ સતી થયાને લગતો પાળિયો.

૧૬૧૭ ઇગ્લેંન્ડનો એલચી સર ટોમસ રો અમદાવાદમાં આવ્યો.

૧૬૨૧-૨૨ બાદશાહ શાહજહાંએ શાહીબાગ અને એનો મહેલ કરાવ્યા.

૧૬૨૨-૨૬ શાંતિદાસ વખતચંદ શેઠે બીબીપુરમાં ચિતાંમણી પાર્શ્વનાથનું જીનાલય બંધાવ્યું.

૧૬૩૬-૩૭ ‘આઝમખાનનો મહેલ બંધાયો.allgujaratnews.in 

૧૬૬૬ ફ્રેચ મુસાફર જીન ડી થેવેનો અમદાવાદ આવ્યો.

૧૭૦૮ બાલાજી વિશ્વનાથે ચડાઈ કરી અમદાવાદ લૂટયું.

૧૭૧૦-૩૬ વલ્લભ ભટ્ટે શક્તિ માતાને લગતા ગરબા રચ્યા.

૧૭૨૭ દીવાન રઘુનાથદાસે ‘અમૃતવર્ષિણી’ વાવ બંધાવી.

૧૭૨૯સુધીમાં શામળ ભટ્ટે ‘સિંહાસનબત્તીસી’ની ૧૫ વાર્તાઓ રચી.

૧૭૩૮ ગાયકવાડની હવેલી બંધાઈ. અમદાવાદમાં મુઘલ તથા મરાઠાનું સંયુક્ત શાસન શરૂ થયુ.

૧૭૪૮-૬૧ ‘મિરાતી એહમહી’ રચાઈ.

૧૭૫૩-૫૬ અમદાવાદ મરાઠા હકૂમત હેઠળ આવ્યું.

૧૭૫૮ અમદાવાદ ફરી મરાઠાઓના કબજામાં

૧૭૮૧ જેમ્સ ફૉર્બ્સ અમદાવાદ આવ્યા.

૧૮૦૪ શ્રી સહજાનંદ સ્વામીનું અમદવાદમાં આગમન.

૧૮૦૮ અમદવાદમાં ફત્તેસિંહરાવ ગાયકવાડની સવારી.

૧૮૧૭-૧૮ ખેડાના કલેકટર ડનલૉપે અમદવાદનો કબજો લીધો.

૧૮૧૯ અમદાવાદમાં ભૂકંપનો ભારે આંચકો જુમ્મા મસ્જિદના પ્રસિદ્ધ મિનારા તૂટી ગયા.

૧૮૨૬ શાળાઓ મારફત અંગ્રેજી ઢબની કેળવણીનો આરંભ

૧૮૩૧-૪૨ ટાઉનહોલનું બાંધકામ પૂરુ થયું.

૧૮૩૪ અમદાવાદમાં શહેર સુધરાઈનો સહુથી પહેલો પ્રબંધ.

૧૮૪૧-૪૨ બાજીભાઈ અમીચંદ પટેલે શિલાછાપનું પહેલું છાપખાનું સ્થાપ્યું.

૧૮૪૨ મીરજાપુરમાં રોમન કૅથલિક ચર્ચ બંધાયું.

૧૮૪૩ પારસીઓનું પહેલું દસખું બંધાયું.allgujaratnews.in 

૧૮૪૬ રા. બ. રણછોડલાલ છોટાલાલની પહેલી અંગ્રેજી શાળા સ્થાપાઈ.

૧૮૪૭ હઠીસિંહનો દેરાસરનો પ્રતિષ્ઠા-ઉત્સવ.

૧૮૪૮ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઇ.

૧૮૪૯ ઝવેરીવાડમાં શેઠ પ્રેમાભાઇ હેમાભાઈએ મહાવીર સ્વામીનું દેરાસર બંધવ્યું.

૧૮૪૯ નેટિવ લાઈબ્રેરી સ્થપાઈ; ‘વરતમાન’ સાપ્તાહિક શરૂ થયું.

૧૮૫૦ સ્વામિનારાયણ મંદિર બંધાયું.

૧૮૫૪ ગુ.વ.સોસાયટી તરફથી ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનું પ્રકાશન શરૂ.

૧૮૫૭ હેમાભાઈ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના.

૧૮૫૮ ‘મ્યુનિસિપાલિટી’ની સત્તાવાર સ્થાપના.

૧૮૫૯ શાહપુરમાં રણછોડલાલ છોટાલાલે પહેલી કાપડની મિલ બાંધી.

૧૮૬૪ પ્રેમદરવાજો તથા પાંચકુવા દરવાજો બંધાયા;મુંબઈથી અમદાવાદ સુધી રેલવે થઈ.

૧૮૬૭-૬૮ પ્રેમચંદ રાયચંદ ટ્રેઈનિંગ કૉલેજ 

૧૮૭૦ એલિસ પુલ ખુલ્લો મુકાયો.allgujaratnews.in 

૧૮૭૧ પ્રાથના સમાજની શાખા સ્થપાઈ.

૧૮૭૨ અમદાવાદ મ્યુનિ. ‘સિટી મ્યુનિસિપાલિટી થઈ.

૧૮૭૪-૭૫ મહાલક્ષ્મી (સ્ત્રી) ટ્રેઈનિંગ કૉલેજ સ્થપાઈ.

૧૮૭૯ ગુજરાત કૉલેજનો આરંભ

૧૮૮૦ શેઠ આણંદજી ક્લ્યાણજીની પેઢી સ્થપાઈ; કૅલિકો મિલની સ્થાપના.

૧૮૮૪ ખમાસાચોકી પાસે પારસી અગિયારી ‘આતશ દાદગાહ ‘નું સંસ્કરણ

૧૮૮૪-૮૫ આત્મારામજીએ ‘સમ્યફત્વ સંબંધોદ્ધાર’ ની રચના કરી.

૧૮૮૫ ચૂંટાયીલી નવી મ્યુનિ.નો જન્મ- રણછોડલાલ છોટાલાલ પહેલા પ્રમુખ.

૧૮૮૬ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, ખાનપુરમાં સ્થપાઈ

૧૮૮૭ ‘જ્ઞાનસુધા’ માસિક (સં. રમણભાઈ નીલકંઠ) શરૂ થયુ.

૧૮૮૮ ગુજરાત ક્લબ શરૂ થઈ.

૧૮૮૮ આર્યસમાજની શાખા સ્થપાઈ.

૧૮૯૦ ‘ભોળાભાઈ સારાભાઈ ઈન્સ્ટિટ્યુટ ફૉર વિમેન’ ની સ્થાપના.

૧૮૯૧ અમદાવાદ મિલ ઑનર્સ એઓશિયેશન ની સ્થાપના.

૧૮૯૨ મહીપતરામ રૂપરામ અનાથાશ્રમની સ્થાપના. દૂધેશ્વરમાં ટાંકી શરૂ થઈ.

૧૮૯૩ ડાહ્યાભાઈ ધોળશાજીએ પહેલું થિયેટર બાંધ્યું.

૧૮૯૭ પ્રેમાભાઈ હોલનું બાંધકામ પૂરું થયું; ટૅલિફોન સેવાનો આરંભ.

allgujaratnews.in

૧૮૯૮ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ થયું.

૧૯૦૨ રાષ્ટ્રિય મહાસભાની બેઠક, સુરેન્દ્ર્નાથ બેનરજીના પ્રમુખપદે

૧૯૦૪ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના

૧૯૦૫ ગુજરાતીસાહિત્ય પરિષદની સ્થાપના,ગુજરાતીસાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન.

૧૯૦૬-૦૭ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ

૧૯૦૯ બહેરા મૂંગાની શાળાની સ્થાપના.

૧૯૧૦ ગુજરાત સંસાર સુધારા સમાજની સ્થાપના.

૧૯૧૩ અમદાવાદ ઇલેકટ્રિસિટિ કું.ની સ્થાપના.

૧૯૧૪ મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકાથી આગમન અને કોચરબમાં આશ્રમની સ્થાપના.

૧૯૧૫ અમદાવાદમાં પહેલવહેલા વીજળીના દીવા આવ્યા.

૧૯૧૬ મુહમ્મદઅલી ઝીણાના પ્રમુખપદે પ્રાંતિક રાજકીય પરિષદ ભરાઈ; સત્યાગ્રહ આશ્રમ સ્થપાયો. પહેલુ ગુજરાત કેળવળી સંમેલન થયું.

૧૯૧૮ મજૂર આંદોલન 

૧૯૧૯ ગાંધીજીએ ‘નવજીવન’ લીધું.

૧૯૨૦ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદઃ ગાંધીજી અને રવીન્દ્રનાથની હાજરી;

૧૯૨૦ મજૂર મહાજન સંઘ સ્થપાયો; ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના.

૧૯૨૧ રાષ્ટ્રિય મહાસભાની બેઠકઃ સ્વાગત પ્રમુખ શ્રી વલ્લભભાઈ પટેલ.

૧૯૨૫ અમદાવાદ મ્યુનિસિપાલિટીને ‘બરો મ્યુનિ.’નું સ્થાન મળ્યું.

૧૯૨૭ અમદાવાદ લૉ સોસાયટીની સ્થાપના

૧૯૨૯ સાયમન કમિશનનો થયેલો વિરોધ; ગુજરાત કૉલેજની હડતાલ

૧૯૩૦ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી દાંડીકૂચ આદરી.

૧૯૩૧ શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હૉસ્પિટલ, શેઠ ચીનાઈ પ્રસૂતિગૃહનું ઉદઘાટન

૧૯૩૪ ગુજરાત કલાસંઘ ચિત્રશાળાની સ્થાપના; જ્યોતિસંઘની સ્થાપના.

૧૯૩૫ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની અને ગાધર્વ મહાવિદ્યાલયની સ્થાપના.

૧૯૩૭ વિકાસગૃહની સ્થાપના.

૧૯૩૯ સરદાર પુલ ખુલ્લો મુકાયો.

૧૯૪૦ ગાંધી પુલ બંધાયો.

૧૯૪૧ કોમી હુલ્લડ

૧૯૪૨ ‘હિંદ છોડો’ની લડતનો ઉગ્ર જુવાળ

૧૯૪૬ ભો. જે. વિદ્યાલયની સ્થાપના.

૧૯૪૭ અમદાવાદ મ્યુનિસિપાલિટીએ બસ સર્વિ શરૂ કરી.

અટીરાની સ્થાપના;ફિસિકલ રિસર્ચ લૅબોરેટરીની સ્થાપના.

૧૯૪૮-૪૯ કૅલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સ્ટાઈઅલ્સ સ્થપાયું; ઑલ ઈન્ડિયા રેડિયોનો આરંભ.

૧૯૪૯ ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના.

૧૯૫૦ અમદાવાદ મ્યુનિ.નું કૉર્પૉરેશનમાં રૂપાતંર; ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના.

૧૯૫૩ ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ્નું ૧૭ મું અધિવેશન ભરાયું.

૧૯૫૪ ઇન્ડિયન હિસ્ટરી કૉગ્રેસનું ૧૭મું અધિવેશન ભરાયું.

૧૯૫૭ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના.

૧૯૬૦ ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના;

ગુજરાત રાજ્યની સ્થાપના થતા અમદાવાદ કામ ચલાઉ પાટનગર થયું

૧૯૬૧ નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇન સ્થપાયું.

૧૯૬૨ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમેન્ટની સ્થાપના; 

ગુજરાત ઇતિહાસ પરિષદનું ૧ લું અધિવેશન; નહેરુ પુલ બંધાયો.

૧૯૬૫ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇકોનૉમિક્સ ઍન્ડ સોશિયલ રિસર્ચ સ્થપાયું.

૧૯૬૬ વિક્ર્મ સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર સ્થપાયું.

૧૯૭૩ નવનિર્માણ લડતનો આરંભ

૧૯૮૦ ‘મોંઘવારી હઠાવો’ આંદોલન

૧૯૮૧ ‘અનામત બેઠક’ વિરોધી આંદોલન 

૧૯૮૪-૮૫ ગુજરાત ઇતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી  

ભારતી કી.શેલત