અમદાવાદની ન્યૂ લકી રેસ્ટોરંટના મકાનની અંદર વૃક્ષ અને કબરની વચ્ચે ચા પીવાય છે

અમદાવાદના લાલદરવાજાની સીદી સૈયદ જાળી પાસે આવેલી જાણીતી લકી રેસ્ટોરન્ટ જે સને1950 થી છે. રેસ્ટોરાની અંદર જુનું લીમડાનું ઝાડ છે. ઝાડને બચાવી લઈને રેસ્ટોરા બની છે. છતની વચ્ચેથી ઝાડ નિકળે છે. તેનું થડ રેસ્ટોરામાં છે અને છતની ઉપર તેની શાકા અને પાન છે.

દક્ષિણ ભારતીય રેસ્ટોરા છે. તેની ચાની મજા ઓર છે. અહીં લોકો ચા અને મસ્કાબન ખાવા માટે આવે છે. ગ્રાહકોને અડચણ થશે એવું જાણી વૃક્ષને કાપી નાંખ્યું નથી. વૃક્ષને રેસ્ટોરાની ડિઝાઈન સાથે વણી લેવામાં આવ્યું છે. વૃક્ષ પડી ન જાય તે હેતૂથી તેના થડને ટેકો આપેલો છે. પર્યાવરણ જાળવણી માટે અહીં 70 વર્ષથી ડીઝાઈન બની છે.

વિશેષતા તેમાંથી બનેલી 12 કબરો છે.એકવાર તમે આ સમાચાર વાંચી લો, તમને ખબર પડી જશે.

ન્યુ લકી રેસ્ટોરન્ટ એક જુના કબ્રસ્તાન ઉપર બનાવવામાં આવેલું છે. આ કબ્રસ્તાનના માલિક કૃષ્ણયન કટ્ટી એ જ્યારે આ રેસ્ટોરન્ટ બનાવ્યું ત્યારે લીમડાનું વૃક્ષ અને જૂની કબરો કાઢવાની જગ્યા એ તેની આજુ બાજુ જ ખુરશી ટેબલ લગાવી દીધા હતા.

કબ્રસ્તાનમાં રેસ્ટોરા 

આ કબરો જુના મુસ્લિમ કબ્રસ્તાનની છે અને આજે ત્યાં ખાવા પીવાની જગ્યા બની ગઈ છે. કટ્ટી કહે છે કે ‘કબરો’ સારી કિસ્મત લઈને આવી છે આ કબરોના કારણે અમારું ભાગ્ય ખુલી ગયું છે. અહીં આવીને લોકોને અનોખો અનુભવ મળે છે. કબરો પહેલા જેમ હતી તેમ જ અત્યારે છે. ગ્રાહકો ને તેનાથી કોઈ આપત્તિ નથી.

રેસ્ટોરન્ટ ખુલતાની સાથે જ સૌથી પહેલા આ કબરો ઉપર ચાદર ચઢાવવામાં આવે છે. રેસ્ટોરન્ટની સફાઈ વખતે કબરોની પણ સફાઈ થાય છે. 16મી સદીમાં થઈ ગયેલા સંતના અનુયાઈઓની કબર છે, જ્યાં રોજ ફૂલ ચઢે છે. આ કબરો કોની છે એના વિશે વધારે જાણકારી નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે આ કબરો વરસો પહેલા થઈ ગયેલા સૂફી સંતના શિષ્યોની છે. બાજુમાં સૂફી સંતની દરગાહ આવેલી છે. લગભગ એક ડઝન જેટલી કબરો અહીં ઉપસ્થિત છે. કબરની ફરતે લોખંડની જાળી છે.

ચિત્રકાર એમ એફ હુસેનની ચા અને ચિત્ર 

અહીં 2004ની સાલમાં ચિત્રકાર એમ.એફ.હુસેન આવેલા ત્યારે એક ચિત્ર પણ ભેટ કરેલું હતું જે દિવાલ પર રાખવામાં આવ્યું છે. એમ એફ હુસેન અમદાવાદમાં આવે ત્યારે અહીં ચા પીવા માટે હંમેશ આવતા હતા. તેમનું કહેવું હતું કે અહીં તેઓ ચા પીવે છે ત્યારે મોત અને જીવનની અનુભૂતિ થાય છે.