કાંકરિયા એડવેન્ચર વર્લ્ડમાં ડીસ્કવર રાઈડ એક્સિડન્ટ કેસમાં મણીનગર પોલીસે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના માલિક પિતા-પુત્ર સહિત છ લોકોની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. રાઈડ તૂટી જવાથી બે લોકોના મોત તેમજ કેટલાય લોકોને કાયમી અપંગતા આવે તેવી ઈજાઓ થઈ છે. પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી તૂટેલા પાર્ટસ કબ્જે કરી રાઈડના સંપૂર્ણ સ્ટ્રકચરની માપણી કરી હતી.
સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા. લી.ના માલિક ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, એડવેન્ચર વર્લ્ડના મેનેજર તુષાર ચોકસી, રાઈડ ઓપરેટર કિશન મહંતી, યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા પટેલ અને મનિષ વાઘેલા વિરૂધ્ધ કાંકરિયા લેક ફ્રન્ટના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલે ફરિયાદ આપી છે. એસીપી જગદીશ ચાવડાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
પત્રકારોને ઈન્ટરવ્યુ આપ્યા બાદ પોલીસ ઘનશ્યામ પટેલને ઉપાડી ગઈ
રાઈડ તૂટવાની ઘટનાને લઈને ભારે હોબાળો થતા એમ્યુઝમેન્ટ પાર્કના માલિક ઘનશ્યામ પટેલ તુરંત દોડી આવ્યા હતા અને ટીવી ચેનલોમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો. ઈન્ટરવ્યુ આપીને નિકળી રહેલા ઘનશ્યામ પટેલને મણીનગર પોલીસે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતેથી જ ઉપાડી લઈને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓને પણ રવિવારની રાતે જ અટકમાં લઈ લેવાયા હતા.

English





You must be logged in to post a comment.