શહેરી વિસ્તારમાં રાજ્યમાં 2018માં 100 શહેરી આયોજન પ્લાન – TPની મંજૂરી આપી હતી. આ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથેસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃધ્ધિ થશે.
રાજકોટ શહેરની વધુ એક પ્રારંભિક તથા એક ફાયનલ TP પણ મંજૂર કરી છે. TP ૨૦ (નાના મવા) મંજૂર થતા, રાજકોટ
શહેરની એકપણ ડ્રાફ્ટ કે પ્રીલીમીનરી TP હવે સરકાર સમક્ષ મંજૂરી માટે બાકી નથી. મંજૂર થયેલી TP ૨૦ (નાના મવા)નો કુલ વિસ્તાર આશરે ૯૦.૦ હેકટર્સ છે જેમાં સત્તામંડળને ૪૨૮૭૮ ચો.મી. ના વેચાણના હેતુ માટેના પ્લોટ, ૨૭૬૬૩ ચો.મી. સામાજીક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના પ્લોટ, જાહેર સુવિધા માટે ૧૧,૯૭૬ ચો.મી. સહ ખુલ્લી જગ્યા/બગીચા/પાર્કિંગ માટે ૯૩૧૫ ચો.મી. ના પ્લોટો સંપ્રાપ્ત થશે.
ફાયનલ TP નં. ૧૦ (નાના મવા) ને પણ મંજૂરી આપતા રાજકોટ શહેરના નગર આયોજનમાં એક વધુ યશકલગી ઉમેરાઇ છે.
૧૨ મહિનામાં અમદાવાદ શહેરમાં ૪૩ ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપતા અંદાજે ૩ હજારથી પણ વધુ હેકટર્સ વિસ્તારમાં આયોજનને આખરી ઓપ મળ્યો છે. હવે ર૦૧૯ના વર્ષના પ્રારંભે જ અમદાવાદની વધુ ૦૫ ડ્રાફ્ટ TP સાથે કુલ ૦૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે.
AUDAની જે પાંચ ડ્રાફ્ટ TP સ્કીમને મંજૂરી આપી છે તેમાં (૧) ૪૫૪ (હંસપુરા) (૨) ૫૦૫ (કઠવાડા) (૩) ૨૪૩ (રણાસણ-મુઠીયા-ચિલોડા) (૪) ૪૧૬/એ (વસ્ત્રાલ) અને (૫) ૧૧૭ (કઠવાડા)નો સમાવેશ થાય છે.
સરકારે મંજૂર કરેલી અમદાવાદની આ ૦૫ ડ્રાફ્ટ TPને કારણે વધુ ૭૫૦ હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે. અંદાજિત રૂ. ૧૦૦૦ કરોડના કામો પણ આ ૫ TP સ્કીમમાં કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
ડ્રાફ્ટ મંજૂરીથી અમદાવાદ શહેરને ૧૧૫ હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે અને આશરે ૧૫૨.૪૮
હેકટર્સ જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ
તેમજ આર્થિક-સામાજીક વર્ગના લોકોના રહેણાંક અને વાણિજ્ય રહેણાંકના વેચાણ હેતુથી સંપ્રાપ્ત થવાની છે. ખાસ કરીને આ પાંચ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ
માટે ૩,૭૨,૬૧૫ ચો.મી. જમીન સંપ્રાપ્ત થતા, શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ
થવામાં કદમ આગળ વધશે.
તદુપરાંત જાહેર સુવિધા માટે ૨,૨૪,૦૨૪ ચો.મી. અને ખુલ્લી જગ્યા/બાગ બગીચા માટે ૩,૪૧,૭૧૦ ચો.મી.
જમીન સંપ્રાપ્ત થતા, પૂર્વ અમદાવાદના વિસ્તારને પણ પશ્ચિમ અમદાવાદ જેવા બનાવી શકાશે. અમદાવાદ શહેરમાં વિપુલ માત્રામાં મંજૂર થયેલી ડ્રાફ્ટ TP ની સંખ્યા ધ્યાને લઇ ૦૬ નવા ટાઉન પ્લાનીંગ આોફીસર્સની નિમણૂક શહેરી વિકાસ વિભાગ કરશે.