
ગાંધીનગર, તા:૧૭
હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ અને ફોટો મેચ ન થતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, 15માંથી 2 ઉમેદવારો ફરાર થઇ ગયા છે, અન્યની પૂછપરછમાં સામે આવ્યું છે કે લેખિત પરીક્ષા અન્ય ઉમેદવારોએ આપી હતી અને ફિજીકલ પરીક્ષા માટે તેઓ અહીયા આવ્યાં હતા,ત્યારે આ સમગ્ર કૌભાંડની તપાસ તેજ થઇ રહી છે, કારણ કે આ દેશની સુરક્ષા સાથે ચેડાંનો વિષય છે, આ કૌભાંડ કંઇ રીતે ચાલી રહ્યું છે, તેની પણ તપાસ જરૂરી છે.

English




You must be logged in to post a comment.