અમદાવાદ મહાનગર પાલિકા – અમપાને પ્રથમ ત્રિ-માસિકમાં ગત વ્હીકલ ટેક્ષની આવકમાં ૧પ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો. હવે વાહનોમાં સ્થિતી સુધરી છે લોકો વાહનો ખરીદ કરવા લાગ્યા છે તેથી આર્થિક મંદી છતાં ર૦૧૯-ર૦માં વાહનોનું સારું વેચાણ થયું છે.
અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ અઢીથી ત્રણ લાખ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે. જેમાં વાહન વેરા પેટે અમપાને રૂ.એક કરોડ આવક થાય છે.
2018-19માં ર.પ૭ લાખ વાહનો નોંધીને રૂ.92 લાખ વેરા પેટે એકઠા કર્યા હતા. જેમાં ૧.૮૩ લાખ દ્વિ-ચક્રી વાહનો હતા.
ઓટો રીક્ષા
ગયા વર્ષે નવી ઓટોરીક્ષાની સંખ્યા ૧૧પપ૦ તથા ૪૮૧ર લોડીગ રીક્ષાના વેચાણ થયા હતા. ર૦૧૯-ર૦ માં પ્રથમ નવ માસમાં ૧૦૬૩૯ રહી છે.
ર૦૧૯-ર૦ માં પ્રથમ નવ માસમાં ૧.ર૦ લાખ દ્વિ-ચક્રી વાહનોના રજીસ્ટ્રેશન થયા છે. જયારે ઓટો રીક્ષાની સંખ્યા નાણાકીય વર્ષની શરૂઆતમાં વ્હીકલ ટેક્ષની આવકમાં ધરખમ ઘટાડો જાવા મળ્યો હતો.
મ્યુનિ.ટેક્ષખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૧૮-૧૯માં વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૯૧.૭પ લાખની આવક સામે ડીસેમ્બર-ર૦૧૯ સુધી રૂ.૬૪.૬પ લાખની આવક થઈ છે. જાન્યુઆરીના પ્રથમ પખવાડીયા સુધી વ્હીકલ ટેક્ષ ની કુલ આવક રૂ.૭૦ લાખ થઈ છે.