અમદાવાદ,તા.18
અમદાવાદ શહેર માટે ગુરુવાર 19 સપ્ટેમ્બરનાં રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રૂ.851 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ તેમજ ખાત મુહુર્ત કરવામાં આવનાર છે. તેમાં શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદાના નીર વઘાવાની સાથે હેન્ડપીક વેસ્ટ મશીન, રોડ સ્વીંપીગ મશીન,101 જેટલા સ્પોર્ટ ટુ ડમ ગાડીઓ નુ ફેલગ ઓફ તથા 2482 આવાસોના લોકાપર્ણ, અને 8275 આવાસોના ખાતમુહુર્ત નો સમાવેશ થાય છે.
બે મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા 101 બંધ બોડીના વાહનોને ફલેગ ઓફ
અમપાના મ્યુનીસીપલ કમીશ્રનર વિજય નહેરાએ પત્રકારો ને માહીતી આપતા કહ્યું કે અમદાવાદ શહેરમાં ગુરુવારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાંજે 6 કલાકે એસ.વી.પી. હોસ્પિટલ સંકુલ ખાતે 2 મેટ્રીક ટન કેપેસીટી ધરાવતા 101 બંઘ બોડીના વાહનોને ફેલગ ઓફ અપાશે. અમદાવાદ શહેરના અત્યાર સુઘી વિવિઘ સ્થળોએથી ટ્રેકટર ટ્રોલીઓ દ્વારા કચરો એકઠો કરી પીરાણા ખાતેની મુખ્ય સાઈટ સુઘી પહોંચાડવામાં આવતો હતો. કેન્દ્વ સરકારની ગાઈડ લાઈન મુજબ હવે થી આ પ્રથા બંઘ કરી ને 101 જેટલા વાહનો દ્વારા આ કચરો આર.ટી.એસ. સુઘી પહોંચાડવામાં આવશે.
શહેરમાં સ્વચ્છતાની જાળવણી માટે સફાઈ મશીનો કાર્યરત કરાશે
આ સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં અમદાવાદ શહેરને દેશ ના મોટા શહેરોમાં પ્રથમ ક્રમ મળ્યો છે ત્યારે અમદાવાદ શહેરની ફુટપાથો, રસ્તાઓ અને ડીવાઈડર સહીતની ખુલ્લી જગ્યાઓમાં પ્લાસ્ટીક સહીત કચરાના નીકાલ માટે રુ. 50.44 લાખના ખર્ચે ગ્રીન ટેકનોલોજી ધરાવતા બેટરી ઓપરેટેડ તેમજ 240 લીટર ક્ષમતાની સ્ટોરેજ ટેંક ઘરાવતા લીટ પીકર મશીનનુ લોકાપર્ણ કરાશે. આ મશીનની વિશેષતા એ છે કે પ્લાસ્ટીક, કાગળ, બોટલ વગેરે સરળતાથી ઉપાડી શકે છે. આ ઉપરાત શહેરના મુખ્ય રસ્તાની ઝડપથી અને અસરકારક સફાઈ માટે 6.30 કરોડ ના ખર્ચે વેકયુમ સ્વીપર મશીનો પણ વસાવવમાં આવ્યા છે.
વસ્ત્રાપુર તળાવમાં બોટીંગ સહિતની સુવિધા ફરીથી શરૂ કરાશે
કમીશ્રનર વિજય નહેરાએ કહ્યું વસ્ત્રાપુર તળાવમાં પહેલા સફાઈ કર્યા બાદ ટ્રીટ કરેલુ પાણી ભરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમાં વરસાદી પાણી નો સંગ્રહ થયો અને હવે તેમાં નર્મદાના નીર ભરવાથી તળાવ 70 ટકા ભરાયુ છે. તળાવની આસપાસ એમ્ફી થીએટર ઉપરાત બોટીગ સહીતની સુવીઘાઓ મુખ્યમંત્રી દ્વારા ફરીથી શરુ કરાશે.
વસ્ત્રાપુર તળાવ ભરાયેલું રહે તે માટે પ્રયાસો હાથ ધરાશે
કમીશ્રનર વિજય નહેરાએ એ વાતનો સ્વીકાર કયો કે વસ્ત્રાપુર તળાવની જે જમીન છે તેની નીચે પરકોલેટીગની વ્યવસ્થા હોવાને કારણે પાણીને જમીન શોષી લે છે. આગામી સમયમાં પાણી ભરાયેલુ રહે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવશે.
મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુહુર્ત
1 એન.એચ.એલ. મેડીકલ કોલેજની વિઘાર્થીનીઓ માટે 23.50 કરોડના ખર્ચે 208 રૂમની નવ માળની હોસ્ટેલનુ લોકાપર્ણ.
2 પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ ઉતર પશ્ચિમ ઝોન, પુર્વ ઝોનમાં રૂપિઆ 124.33 કરોડના ખર્ચે 2482 આવાસોનુ લોકાપર્ણ.
3 680 કરોડના ખર્ચે વિવિઘ ઝોનમાં 8275 આવાસોના નીર્માણ માટે ભુમી પુજન કરાશે.