ઇલેક્ટ્રોથર્મના રુ. 480 કરોડના કૌભાંડમાં આખરે એફઆરઆઈ દાખલ થઈ

અમદાવાદ, 17
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના રુ. 480 કરોડના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ અલગ ફરિયાદ અંતર્ગત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધામાં સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમડી શૈલેષ ભવરલાલ ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લી. ના ડાયરેક્ટ નાગેશ ભંવર લાલ ભંડારી સહિતના અન્ય આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમે દાખલ કરેલી આ એફઆઈઆર ના પગલે હોવી આરોપીઓ ની ધરપકડની તલવાર તોળાઈ રાહી છે. સીઆઈડી ક્રાઇમઘ્વારા ઇલેક્ટ્રોથર્મના એમ ડી શૈલશ ભંડારી, વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ ના લી. ના નાગેશ ભંડારી સહિતના આરોપીઓ વિરુધ્ધ ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે .જેમાં ફરિયાદી તરીકે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લી. ના ફાઉન્ડર અમે ચેરમેન મુકેશ ભંડારી અને ઇલેક્ટ્રોથર્મના ડાયટેકર સિદ્ધાર્થ ભંડારી દર્શાવામાં આવ્યા છે. ચકચારભર્યા આ કૌભાંડમાં કુલ 16 આરોપીઓ વિરૂદ્ધ ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે

ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ. ના કરોડોના કૌભાંડમાં દાખલ કાયરેલી એફઆઈઆરમાં બહુ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ઈલક્ટ્રોથર્મના લિ. ના ફાઉન્ડર મુકેશભાઈ ભંડારીની બોગસ સહીઓ અને દસ્તાવેજો મારફતે કંપનીના એમ ડી શૈલેષ ભંડારી તથા નાગેશ ભંડારીએ તાનઝાનીયામાં સ્ટીલનો પ્લાટ સ્થાપવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં થી રૂપિયા 480 કરોડની લોન ફેસિલિટી મેળવી લીધી હતી. કંપનીના ચેરમેન મુકેશભાઈ વિદેશમાં હોવાછતાં સંબંધિત દસ્તાવેજો અને ગેરંટી ડિડી તેમની નોટરી રૂબરૂ ખોટી સહીઓ કરી દેવાઈ હતી .સેન્ટ્રલ બેંકની મંજુર થયેલી રૂ. 480 કરોડની લોનમાં થઈ આરોપીઓએ અન્ય બેન્કના રૂ.280 કરોડના દેવા બરોબાર ભરી દીધા હતા. અને રૂ.73.50 કરોડ હોંગકોંગ બેસડ્ઝ એપલ કોમોડીટીઝ.લિ માં અને બીજા કુલ રૂ. 25 કરોડ સિંગાપોરની કેસલશાઇન પિટિઈ લિ. માં લેટર ઓફ ક્રેડિટ મારફતે ટ્રાન્સફર કરી કંપનીના નાણાકીય ભંડોળની ઉચાપત કરાઈ હતી. બીજીબાજુ લૉન ભરપાઇ નહીં કરતા અને શરતોના ભંગ થતા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપીઓ સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઈએ આ કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ પણ રજૂ કર્યું હતું. ઉપરોક્ત આરોપીઓએ એપલ કોમોડિટીઝ પાસેથી કોલસો ખરીદવા અને કેસલશાઇન પાસેથી હોમ સ્ટ્રીપ મીલ ખરીદવા ફંડ ટ્રાન્સફર કર્યું હતું પરંતુ વાસ્તવમાં કોલસો કે હોમ સ્ટ્રીપ મિલ પ્રોડકટ ઈલક્ટ્રોથર્મ માં આવ્યા જ નથી એટલું જ નહીં, આરોપીઓએ એવું ધુપ્પલ ચલાવ્યું હતું કે કોલસો બરોબર વિક્ટ્રી રિચ ટ્રીડિંગ લિ. ની તરફેણમાં રાઈટ ઓફ કર્યા હતા. આમ શૈલેષ ભંડારી અને તેના મળતીયા ઓ ઈલેટ્રોથર્મના કરોડો રૂપિયાના ભંડોળ નો દુરુપયોગ અને નાણાકીય ઉચાપત માટે બોગસ ફર્મ ઉભી કરી સમગ્ર કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં કંપનીઝ એકતની જોગવાઈઓ તેમજ સંબધિત કાયદાકીય જોગવાઈ અનુસર્યા વગર જ આરોપીઓ એક બીજાના મેળાપીપણા માં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ. ના કરોડો રૂપિયાના ભંડોલનો દુરુપયોગ કરી ગંભીર નાણાકીય ઉચાપત, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા છે. જેથી આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે એફઆઈઆર નોંધી સીઆઇડી ક્રાઇમના સ્પેશિયલ સેલ મારફતે તાપસ કરી તેની સમગ્ર અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવે.

કોની કોની સામે એફઆઇઆર દાખલ કરાઈ?

ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ. કંપનીના એમ ડી શૈલેશ ભંડારી, સિંગાપોરની કેસલશાઇન પિટીઇ લિ. ના ડાયરેક્ટર અશોક રામચંદલાલ ભંડારી , કલ્યાણ સુંદરમ મારન , ફેનીડેન ઈન્ટરનેશનલ લિ. ના જવાબદાર અધિકારી, વિવેક અશોક ભંડારી, એપલ કોમોડીટીઝ લિ. ના ડાયરેકટર અશોક નરેન્દ્ર ગર્ગ, અંકિત ગર્ગ ,નિશ્ચલ જૈન, કેલોત્ન શિકો , વિકટ્રી રિચ ટ્રેડિંગ લિ. ના ડાયરેકટર સુઈ પુઈ યાન, નિકુંજ ક્રિષ્ન કુમાર ગોયલ સહિતના આરોપીઓ વિરૂદ્ધ સીઆઇડી ક્રાઇમ ઘ્વારા ત્રણ જુદી જુદી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે . હવે સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં ધરપકડ નો દોર શરૂ થવાની શક્યતા છે

કોર્ટનો હુકમ શું હતો?

ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના કરોડોના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઇલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિ. ના ફાઉન્ડર તેમજ ચેરમેન મુકેશ ભંડારી અને ડાયરેક્ટર સિદ્ધાર્થ ભંડારી ઘ્વારા સિનિયર એડકોકેટ આર. જે. ગોસ્વામી મારફતે ત્રણ અલગ અલગ ફરિયાદો દાખલ કરાઈ હતી .જેની સુનવણીમોં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવે સીઆઈડી ક્રાઇમ ને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો.કોર્ટે સમગ્ર કેસની તપાસ ક્રિમિનલ પ્રોસીઝર કોડની તપાસ કલમ – ૫૬(3) મુજબ, સીઆઈડી ક્રાઇમના પીઆઇ કક્ષાના હોય તેવા ઉચ્ચ અધિકારી ઘ્વારા જ કરવવા પણ તપાસનીશ એજન્સીને સ્પષ્ટ તાકીદ કરી હતી. આ કેસની તપાસ પુર્ણ કરી 90 દિવસ માં સમગ્ર રિપોર્ટ અદાલતમ સમક્ષ રજૂઆત કરવા હુકમ કર્યો હતો