ભૂપેન્દ્ર પટેલનું ડીજીટલ લોકડાઉન, ઈ સેવા ઠપ્પ

ભૂપેન્દ્ર પટેલનું ડીજીટલ લોકડાઉન GUJARAT: CM Bhupendra Patel’s “Digital Lockdown”

અમદાવાદ 20 મે 2026

ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, આઈટી પ્રધાન અર્જૂન મોઢવાડિયાના વિભાગનું માર્ચ 2026માં ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી સુગમ ડિજિટલ ગુજરાત ચાલતી નથી.
નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરેબેઠા જ બધી સુવિધા મળી રહે તે માટે ‘સુગમ ઇન્ટરનેટ ડિજિટલ ગુજરાત’ 20 સરકારી સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી હતી.
સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સેવામાં ડિજિટાઇઝ્ડ એન્ડ-ટુ-એન્ડ 20 સેવાઓ છે. જે ઠપ્પ થઈ ગઈ છે. ડીજીટલ લોકડાઉનની સ્થિતીમાં છે.

2024–25 દરમિયાન 1 કરોડ અરજીઓ તમામ ડિજિટલ સેવાઓ મારફતે કરવામાં આવી હતી.

e-Nagarમાં 18 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા.

2024માં RTOના e-KYC / સર્વર બંધ થતાં 10,000 અરજીઓ અટકી હતી.

વર્ષે લગભગ 65,000–70,000 ફરિયાદો SWAGAT મારફતે નોંધાતી હોવાનું ચિત્ર મળે છે. 2003થી અત્યાર સુધીની 15.84 લાખ ફરિયાદો સ્વાગત ઓન લાઈમાં થઈ હતી. જેનો મતલબ એ નિકળે છે કે, જિલ્લા કક્ષાએ લોકોના કામો થતાં નથી તેથી તેઓ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચે છે. તંત્રની આ નિષ્ફળતા છે. કલેક્ટરો ધ્યાન આપતા નથી.

ડિજિટલ ગુજરાત (વિવિધ પોર્ટલ/ઈ-સેન્ટરોની કુલ સંખ્યા) 800+ સેવાઓ
ડિજિટલ સેવા સેતુ 321 સેવાઓ
ડિજિટલ ગુજરાત પોર્ટલ (ડાયરેક્ટ મુખ્ય નાગરિક સેવાઓ) 110+ સેવાઓ

આમાં આવકનો પુરાવો, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રીમી લેયર, રેશન કાર્ડ સેવાઓ, શિષ્યવૃત્તિ, પેન્શન, જમીન રેકોર્ડ, શહેરી સેવાઓ, ફરિયાદો અને વધુનો સમાવેશ થાય છે.

આમાં આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રીમી લેયર, રેશન કાર્ડ સેવાઓ, શિષ્યવૃત્તિ, પેન્શન, જમીન રેકોર્ડ, શહેરી સેવાઓ, ફરિયાદો વગેરેનો સમાવેશ થાય છે.

નાગરિકોને સરળ અને ઝડપી સરકારી સેવાઓ વહીવટી ઢીલાશના કારણે મુશ્કેલીઓમાં મુકાઈ છે. 2025–2026 (2 વર્ષ મળીને) 55 ફરિયાદો
Digital Gujarat પોર્ટલ માટે સર્વર down, ધીમું ચાલવું, error સંબંધિત ફરિયાદો સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી.

પ્રમાણપત્રો, મહેસૂલ વિભાગ હેઠળ આવકના દાખલા અને મહેસૂલી દસ્તાવેજોની પ્રમાણિત નકલો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવું રેશનકાર્ડ, રેડી એફિડેવિટ સેવાઓ છે.

તમામ સુવિધાઓ વેબસાઈમાં ખોટી સાબિત થઈ રહી છે.
ઓનલાઈન અરજીઓ પડતર છે. લાંબા સમય સુધી પોર્ટલ પર કોઈ સ્ટેટસ અપડેટ થતું નથી. સંતોષકારક જવાબ પણ મળતો નથી. વિદ્યાર્થીઓ આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્રો મેળવી શકતા નથી.

321 Digital Seva Setu ની ચોક્કસ સેવાઓ છે, જ્યારે 800+માં વિવિધ પોર્ટલ, જનસેવા કેન્દ્રો અને સહાયક ડિજિટલ ચેનલોની કુલ સેવાઓ સામેલ છે.