ઊંઝા APMCની ચૂંટણીમાં એક ઉમેદવારનો પ્રચાર ખર્ચ રૂ.5 કરોડ

એશિયાની સૌથી મોટી ખેડૂત બજાર ઊંઝાને કબજે કરવા માટે વિધાનસભા કરતાં પણ વધું ખર્ચ ભાજપના નવા નેતાઓ કરી રહ્યાં છે.  ભાજપની એક પેનલના એક બિલ્ડર ચૂંટણી જીતવા માટે રૂ.5 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે. તેમની પેનલના 8 ઉમેદવારો જે ખર્ચ કરે તે અલગ થશે. ભાજપની આ પેનલ ભાજપની બીજી પેનલ ગૌરાંગ નારણ લલ્લુ પટેલને હરાવવા માટે આ ખર્ચ કરી રહી છે. ખેડૂત વિભાગમાં 8 – 8 ઉમેદવારીની બે પેનલ છે. જેમાં કેટલાક મતો ખરીદવા માટે કેટલાંક મતો ખરીદવા માટે એક મતદાર દીઠ રૂ11 લાખની લાંચ આપવામાં આવી રહી છે. 9મી જૂને ચૂંટણીમાં જીતેલા 17 ડિરેકટરો નવા ચેરમેન અને વાઈસ ચેરમેન નક્કી કરશે. ઊંઝા માર્કેટયાર્ડના અધ્યક્ષ ગૌરાંગ પટેલની 4 વર્ષની મુદત 31 માર્ચ 2019માં પૂરી થઈ હતી.

ભાજપના નવા ધારાસભ્ય આશા પટેલના ખાસ અંતગ ટેકેદાર દિનેશ પટેલની પેનલના 8 ઉમેદવારો હવે ઊંઝા બજારનો કોઈ પણ હિસાબે કબજો જમાવીને વેપારીઓ પર શાસન કરવા માટે કાવાદાવા કરી રહ્યાં છે. ધમો મિતનતેને નેતૃત્વ પૂરું પાડે છે. તેમની સામે ભાજપ સરકારે પાસા હેઠળ પગલાં ભરેલા તે હવે ભાજપની પેનલનો પ્રચાર કરીને ઊંઝા બજાર પર કબજો જમાવી દીધો છે. GSTના દરોડા પડેલા તેમાં રૂ.19 લાખની ચોરી કરેલી તે નાણાં ભરેલા હતા.એવા લોકો પણ છે.

મુખ્ય પ્રધાનની ભૂમિકા

આશા પટેલના ટેકેદારોને જીતાડવા અને ઊંઝા બજારનો કહજો ધારાસભ્ય આશા પટેલના ટેકેદારોનો ઊંઝા બજારમાં કબજો આવે તે માટે સરકારે રાતોરાત મદદ કરી હતી. જેમાં નારણ પટેલની 19 મંડળી કાઢી નાંખીને તેમના જૂથને હરાવવા માટે તખ્તો ગોઠવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાધાણી અને કે સી પટેલે મદદ કરીને 20 વર્ષથી મતદાન કરતી સહકારી સંસ્થાઓને રાતોરાત હાંકી કાઢવામાં આવી હતી.

13 ઉમેદવારો મેદાનમાં 

ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ભરાયેલાં ફોર્મની બુધવારે ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ખેડૂત વિભાગની 8 બેઠક માટે ભરાયેલાં તમામ 28 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠક માટે ભરાયેલા 16 ફોર્મ પૈકી 3 ફોર્મ રદ થતાં 13 ફોર્મ માન્ય રહ્યા હતા. ઊંઝા માર્કેટયાર્ડ પર કબજો જમાવવા ભાજપના બે જૂથો ગૌરાંગ પટેલ અને આશા પટેલના ટેકેદારો આમનેસામને છે.

કોના ફોર્મ રદ થયા 

એક જ ઉમેદવારે 4 ફોર્મ ભરતાં રદ થયા હતા. પટેલ નરેન્દ્ર કાનજીભાઇએ કુલ ચાર ફોર્મ ભર્યા હોઇ ત્રણ ફોર્મ રદ કરાયાં હતાં. હવે ૧લી જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે, એટલે કે 1લી જૂને આખરી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 9 જૂને ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10મીએ જાહેર થશે.

ભાજપના બે જૂથ સામસામે

એશિયાની  સૌથી મોટી અને આર્થિક રીતે સધ્ધર ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા આ વખતે ભાજપના જ બે જૂથો આમને સામને આવતાં ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ભાજપનાં ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલની પેનલ મેદાનમાં છે. જેને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ખેડૂત અને વેપારી વિભાગના મતદારો 

આખરી મતદાર યાદી મુજબ ખેડૂત વિભાગના 313 મતદારો તેમજ વેપારી વિભાગના 1631 મતદારો છે. જ્યારે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં એકપણ મંડળી ન હોઈ બે બેઠક રદ કરાઈ છે.

કોના પર વિશ્વાસ ? 

ગૌરાંગ નારણ પટેલની પેનલે કરેલા કામોથી  લોકોનો વિશ્વાસ મેળવેલો છે. લોકોની લાગણી તેમના તરફ છે. સરકારે દમન કરીને ભલે મંડળીઓ રદ કરી પણ વેપારીઓ અને ખેડૂતો ગૌરાંગ પટેલ પર વિશ્વસ રાખી રહ્યાં છે. એપીએમસીની પ્રગતિથી લોકો પ્રભાવમાં છે. APMCની આવક નારણ પટેલે  રૂ.10 કરોડ કરી આપી હતી. ત્યાર બાદ ગૌરાંગ પટેલ આવતાં તેમણે APMCની આવક રૂ.27 કરોડ કરી બતાવી છે. આમ ખેડૂતો અને વેપારીઓ માટે તેમણે ઊંઝા બજારની પ્રગતિ કરી છે. વળી નવીન પ્રોજેક્ટ મૂકીને ઊંઝાને ઈન્ટરનેશનલ હબ બનાવવા માટે સરકાર પાસેથી જમીન મેળવી આપી છે. મકમપુર બ્રાહ્મણવાડા વચ્ચે ઊંઝાનું શ્રેષ્ઠ બજાર બનાવવા માટે પ્રોજેક્ટ ગૌરાંગ પટેલે તૈયાર કર્યો છે.