કચ્છના સેક્સ રેકેટની ભાનુશાળી પાસે રહેલી વિડિયો ફિલ્મ ક્યાં ગઈ

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં પકડાયેલા ભાજપના નેતા છબીલ પટેલ સહિત 6 આરોપીઓ સામે ખાસ તપાસ ટૂકડીએ આરોપનામુ અદાલતમાં રજૂ કર્યું છે. આશરે 1400 પાનાના આરોપનામામાં મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશીને ભાગેડુ જાહેર કર્યા છે. પણ ભાનુશાળાના મોબાઈલમાં ભાજપના અન્ય નેતાઓની સેક્સ વિડિયો હતી તે પોર્ન ફિલ્મ જેવી હતી તે અંગે શું થયું તે અંગે કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી.

તપાસમાં જાહેર થયું હતું કે ભાનુશાળાની હત્યા ભાજપના નેતાઓની સેક્સ સીડી કાંડ અને આંતરિક ડખાના લીધે નીશાન બાજો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ચાલુ ટ્રેનમાં હત્યા કર્યા બાદ ગુગલ મેપ દ્વારા કેવી રીતે ભાગવુ તેનું આયોજન મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી અને છબીલ પટેલે તૈયાર કરી આપ્યું હતું. કચ્છના વેપારી અને સ્થાનિક રાજકારણમાં મોટું માથું ગણાતા જયંતી ઠક્કરની પુછપરછ ચાલી રહી છે.

ભાજપના જયંતી ભાનુશાળી તથા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતી ઠક્કર વચ્ચે ગંભીર અણબનાવ હતો. મનીષા ગોસ્વામી તેમજ જયંતી ભાનુશાળી વચ્ચે પણ સેક્સ સીડી માટે વિવાદ ચાલતો હતો. જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલએ મનીષા ગોસ્વામી સામે નરોડા પોલીસ મથક કરેલી ફરિયાદ કરી હતી.

ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જયંતી ઠક્કર સાથે ગોઠવણ કરીને સુરજીત પરદેશીએ મનીષાને સાબરમતી જેલમાં છોડાવવા માટે મદદ કરી હતી. કચ્છના રાજકારણમાં જયંતી ભાનુશાળી, છબીલ પટેલ અને જયંતી ઠક્કર ત્રણ મુખ્ય હતા. જેમાં જયંતી ભાનુશાળી અલગ ચોકો રચીને રાજકારણ ખેલતા હોવાથી છબીલ પટેલ અને જયંતી ઠક્કરને તે ગમતું નહોતું. એટલે મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશી સાથે મળીને જયંતી ભાનુશાળીની પહેલા સેક્સ લીલા બહાર પાડી પછી હત્યા કરી હતી.