કાંકરિયા રાઈમાં છ આરોપીઓને બે દિવસના રિમાન્ડ

શહેરમાં સૌથી વધુ ચકચારી ઘટના કાંકરિયા દુર્ઘટનાની રાઈડ એકાએક તૂટી જવાના કારણે તેમાં સવાર 2 વ્યકિઓના મૃત્યુ થયા હતા અને બાકીના લોકોને ગંભીર ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. કાંકરિયા રાઈડ તૂટી જવાના મામલે રાઇડના સંચાલક અને તેના પુત્ર સહીત કુલ છ આરોપીઓ વિરુદ્ધમાં મણિનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તાપસ શરુ કરી હતી. તમામ આરોપીઓને મંગળવારના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની વધુ તાપસ કરવા માટે પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા આરોપીઓના દસ દિવસના રિમાન્ડની રજુઆત કરતા તેઓની તપાસના કારણો રજુ કરવામાં આવ્યા હતા.
કારણ નંબર-
(1) રાઈડ એસેમ્બલ બનાવામાં આવી હતી કે કંપનીની હતી ? ,
(2) રાઈડ બનાવવા માટે માલસામગ્રીનું મટેરીયલ ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યું હતું ? ,
(3) પોલીસ દ્વારા FSL રિપોર્ટના આધારે તપાસ બાકી છે ,
(4) રાઈડ તૂટવાના મામલે તમામ આરોપીઓના રોલ જુદા જુદા છે જેના કારણે તમામને એક સાથે રાખીને તપાસ કરવાની બાકી છે.
સરકારી વકીલની રજુઆત બાદ બચાવ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સંચાલક અને તેના પુત્ર સહીત તમામ આરોપીઓએ તમામ કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ સરકારી શરતો મુજબ વર્ષ 2014માં રાઈડ શરુ કરવામાં આવી હતી. તેમજ 2014 થી અત્યાર સુધી દરેક રાઇડનો રેકોર્ડ કોર્પોરેશનમાં બતાવામાં આવતો હતો. રાઈડની જ્યાંથી ખરીદી કરવામાં આવી હતી તેના તમામ પેપર રજુ કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસને અત્યાર સુધીની તપાસમાં સહકાર આપ્યો છે. આગળ પણ સહકાર આપીશુ તેમ બચાવ પક્ષની અને સરકારી વકીલની રજુઆત બાદ કોર્ટે તમામ આરોપીની વધુ તપાસ અને 18 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.