ખેડા : ભાજપ સામે ભાજપનો જંગ

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો પાડોશી જિલ્લો ખેડાનો પણ સમાવેશ થાય છે.

Assembly Seats: – 57-Daskroi, 58-Dholka, 115-Matar, 116-Nadiad, 117-Mehmedabad, 118-Mahudha, 120-Kapadvanj.

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય
નામ ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
57 daskroi 2,31,550 20,109 1,175 3,506 56,476 552 8,828 725 36,745 16,226 32,959 1,504 9,032 3,522 18,498 21,693
58 dholka 1,99,058 33,641 1,990 22,693 20,901 30,257 13,934 0 26,094 2,980 15,925 0 2,980 2,980 24,683 0
115 matar 1,97,281 10,212 1,607 25,209 59,927 387 2,369 116 34,933 25,946 2,848 1,056 2,557 1,746 26,582 1,786
116 nadiyad 2,16,534 10,826 412 33,479 45,306 0 11,067 199 34,210 37,538 1,296 10,535 4,515 7,213 12,408 7,530
117 mahemdavad 1,98,546 19,854 3,970 29,785 59,562 15 9,745 20 9,900 9,930 4,000 5,955 15,980 14,980 12,120 2,730
118 mahudha 1,94,876 9,720 1,921 36,356 70,820 52 3,530 15 17,720 19,559 2,275 6,685 2,559 1,782 19,440 2,442
120 kapadvanaj 2,38,403 15,479 235 32,105 87,920 0 1,472 72 31,209 25,105 210 3,735 3,306 2,810 30,575 4,170
કૂલ  2012 પ્રમાણે 14,76,248 1,19,841 11,310 1,83,133 4,00,912 31,263 50,945 1,147 1,90,811 1,37,284 59,513 29,470 40,929 35,033 1,44,306 40,351

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 5,68,235 5,81,974
INC 3,35,334 5,33,250
તફાવત 2,32,901 48,724

 

2014 લોકસભા

મતદાર : 1599471
મતદાન : 957464
કૂલ મતદાન (%) : 59.86

 

ઉમેદવાર – ઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
CHAUHAN DEVUSINH JESINGBHAI (CHAUHAN DEVUSINH) BJP 568235 59.35
DINSHA PATEL INC 335334 35.03
PANDAV BHAILALBHAI KALUBHAI BSP 5791 0.60
ABDUL RAZAKKHAN PATHAN ADPT 1024 0.11
BADHIWALA LABHUBHAI JIVRAJBHAI AAAP 3742 0.39
RANVEER PRANAYRAJ GOVINDBHAI BMUP 944 0.10
KHRISTI ADWARD KHUSHALBHAI IND 938 0.10
CHAUHAN DEVUSING MOTISHING IND 1860 0.19
PATHAN AMANULLAKHA SITABKHA IND 803 0.08
PARIKH VIRAL HASMUKHBHAI IND 846 0.09
MALEK YAKUBMIYA NABIMIYA IND 955 0.10
MALEK SADIK HUSHEN MAHAMMD HUSHEN IND 1444 0.15
MALEK SABIRHUSEN ISMAELBHAI IND 2720 0.28
RATANSINH UDESINH CHAUHAN IND 3495 0.37
ROSHAN PRIYAVADAN SHAH IND 7442 0.78
None of the Above NOTA 20333 2.12

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       Dinsha Patel                                                       INC

2004       Vagela Shankersinh Laxmansinh                               INV        (Kapadvanj)

2009       Dinsha Patel                                                       INC

2014       Devusinh Jesingbhai Chauhan                    BJP

7 ઉમેદવારો

  1. બિમલ શાહ – કોંગ્રેસ
  2. પટેલ કમલેશકુમાર રતીલાલ હિન્દુસ્થાન નિર્માણ દળ
  3. ચૌહાણ દેવુસિંહ જેસિંગભાઇ ભારતીય જનતા પાર્ટી
  4. પઠાણ આયશાબાનું નાજીરખાન અંબેડકર નેશનલ કોંગ્રેસ
  5. ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ બહુજન સમાજ પાર્ટી
  6. પરસોત્તમ ચૌહાણ યુવા જન જાગૃતી પાર્ટી
  7. ઈમ્તિઆઝખાન પઠાણ

વિકાસના કામો

  • રૂ.16 કરોડના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા માટે સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
  • પરીએજ તળાવને પ્રવાસન સ્થળ વિકસાવવા રાજય સરકારે રૂ.3.5 કરોડ ફાળવણી કરી છે.
  • છેલ્લા પાંચ વર્ષમાં રૂ.400 કરોડના કામો કરાયા છે.
  • રસ્‍તાના કામો, રેલ્‍વે લાઇન ઉપર ઓવરબ્રીજ બનાવવા, નડિયાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે રીંગ રોડ બનાવવો, વરસાદી ઋતુ પહેલા કાંસની સફાઇ, નડિયાદને મેડિકલ હબ બનાવવાના કામો, કિડની માટે ડાયાલીસીસ સેન્‍ટર,
  • રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નં.8થી અમદાવાદ મહેમદાવાદ, નડિયાદ કપડવંજ, નડિયાદ ડાકોર રોડને જોડતા બાયપાસ રોડ બનેલો છે.

પ્રશ્નો – ઘટનાઓ

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જિલ્લાના દત્તક લીધેલાં મઘરોલ ગામમાં કામો માટે અપાયેલી ગ્રાન્ટમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. મંત્રી સ્મૃતિ ઈરાનીના અંગત સચિવની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયાં હતાં. તે કામો થયા ન હોવાથી 2 જૂન 2018માં કોંગ્રેસે સ્મૃતિ ઇરાનીની રાજીનામાની માંગ કરી હતી. તેમની સામે 5 મહિના થયાં છતાં ગુજરાત સરકારે કોઈ પગલાં લીધા નથી કે તપાસ પણ કરી નથી. ત્યાર બાદ કોંગ્રેસ કોર્ટમાં ગઈ હતી. ખેડાની શારદા મજૂર કામદાર સહકારી મંડળીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં વ્યાપક ગેરરીતીઓ થઇ હતી. જે કામો દર્શાવાયા હતાં તે કામો થયા જ ન હતાં.
  • રૂ.265 કરોડની ચીઝની ખરીદી કૌભાંડ થયું હતું. અમુલ રૂ.30 હજાર કરોડ કરતા પણ વધું બિઝનેસ કરે છે.
  • સાંસદ દેવુસિંહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ લવાલ ગામની ગ્રાંટ અટકાવી દેતા સરપંચ મહિપતસિંહે સરદાર પટેલની કેવડિયા ખાતેની પ્રતિમા પાસે જઈ ને વિરોધ કરવો પડ્યો હતો. જેની આજે પ્રજા માનસ પર એટલી જ અસર છે.
  • કોંગ્રેસ મજબૂત બનતા ભાજપ સામે એન્ટી ઇન્કમબન્સી જોવા મળે છે.
  • ખેડા શહેરમાં રાવજી કાકા શોપીંગ સેન્ટરની સામે સરકારી પડતર જગ્યાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર બનાવવા સામે વિરોધ થયો હતો.
  • ખોડીયાર કૃપા સખી મંડળ દ્વારા ખેડા નગરપાલિકામાં કચરો ઉપાડાતો ન હોવાથી લોકોનો રોષ છે. કચરાના બીલોમાં વઘારો દર્શાવી ભ્રષ્ટાચાર કરાયો હતો.
  • ખેડા જિલ્લામાં વિદ્યા સહાયકો (શિક્ષકો)ની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 249 વિદ્યાસહાયકોની ભરતીના સ્થાને તંત્રએ 58 શિક્ષકોની વધુ ભરતી કરી દીધી હતી.
  • ખેડામાં બાળકોને સાયકલો આપવાના બદલે સાયકલો પડી રહી હતી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • સરદાર પટેલ આજે પણ એટલાં જ પ્રભાવશાળી વ્યક્તિ છે. પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી સક્રિય રાજકારણમાં નથી પણ તેમનો પ્રભાવ ખેડામાં છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, નટવરસિંહ ઠાકોર અને નટવર સિંહ મહિડાનો પ્રભાવ જોવા મળે છે.
  • NRI અહીં મોટા પ્રમાણમાં હોવાથી તેનો પ્રભાવ જોવા મળે છે.

2019ની સંભાવના

  • ખેડામાં કોંગ્રેસ મજબુત થઇ રહી હોવાથી ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણને ટિકિટ મળશે કે નહીં તે હજુ નક્કી નથી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા મતોની સરસાઈને આધારે આ બેઠક પર ભાજપ આગળ છે.
  • ખેડા લોકસભા બેઠકમાં દસક્રોઈ, ધોળકા, માતર,નડીયાદ, મહેમદાબાદ, મહુધા, કપડવંજ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડીયાદ, મહેમદાબાદ બેઠક પર ભાજપ અને મહુધા, કપડવંજ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે.

ભાજપ

  • દેવુસિંહ ચૌહાણની ટિકિટ ન આપવા માટે પક્ષમાં ભારે દબાણ છે. ટિકિટ મળવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં. દેવુસિંહ ચૌહાણની લોકસભામાં 87 ટકા હાજરી હોય છે. તેમણે પ્રશ્નો પાણ સારા એવા પુછ્યા છે. પણ લોકસભામાં ખેડાના પ્રશ્નો ઉઠાવ્યા નથી.

કોંગ્રેસ

  • ખેડા બેઠક પર નટવરસિંહ ઠાકોર અને નટવર સિંહ મહિડાના નામો આગળ છે. જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર મજબુત આપે તો તેના પરંપરાગત મતદાર હજુ પણ તેની સાથે રહી શકે તેમ છે. તેથી જીત મુશ્કેલ નથી.
  • 2017ની ચૂંટણીમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોએ કોંગ્રેસ છોડી દીધી હતી. તેથી ભાજપની જીત શક્ય બની હતી. કોંગ્રેસના ભરતસિંહ પરમાર મહુધા સીટ ઉપરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ત્યારથી કોંગ્રેસને વિપરીત અસર શરૂ થઈ હતી.

વચનો પુરા ન થયા

  • ગુજરાતમાંથી ઠાકોર સમાજના પાંચ સંસદસભ્યો છે. છતાં કેન્દ્રની મોદી કેબિનેટમાં એક પણ ઠાકોરને સ્થાન મળ્યું નથી. ગુજરાતમાંથી ઠાકોર સમાજના લીલાધર વાઘેલા (પાટણ લોકસભા), દેવજીભાઈ ફતેપરા (સુરેન્દ્રનગર લોકસભા), દીપસિંહ રાઠોડ (સાબરકાંઠા), દેવુસિંહ ચૌહાણ (ખેડા) તથા પ્રભાતસિંહ ચૌહાણ (પંચમહાલ) એમ પાંચ સંસદસભ્યો છે. તેથી ભાજપે આપેલું વચન પાળી બતાવે એવું ખેડાના ઠાકોર સમાજ માને છે.
  • 2002માં ભાજપે ચૂંટણી વચન આપ્યું હતું કે, આજના આર્થિક જગતમાં મધ્યમ વર્ગ પણ “નામશેષ” થતો જાય છે, તે માટે તેને જીવન આપીશું; લાખો લોકોને કામ આપીશું. ખેડામાં તે માટે 15 વર્ષથી કંઈ થયું નથી.
  • ભાજપે વચન આપ્યું હતું કે, બક્ષી પંચના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોનની સગવડ કરી આપવામાં આવશે. જે પુરું થયું નથી.
  • ગરીબીની રેખાથી નીચે રહેતાં પરિવારોમાંથી એકને 2007 સુધીમાં રોજગારી આપવાની હતી. તે માટે ખેડામાં સેલ્ફ હેલ્પ જૂથની રચના પણ આજ સુધી થઈ નથી.
  • ખેડામાં દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી મહિલાઓને પશુપાલન અને ડેરી મારફત આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા વચન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પશુ ઉછેર માટે મોબાઇલ ટ્રેનિંગ ઈસ્ટીટ્યૂટ ફૉર વિમેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે થઈ નથી.
  • ખેડા જિલ્લાને અડીને આવેલાં ખંભાતના અખાતને મીઠા પાણીનું સરોવર બનાવવાનું વચન આપ્યું હતું. તે આજ સુધી પૂરું થયું નથી.
  • રાજ્યના અનેક વિસ્‍તારોમાં નબળા કામ અંગે સરકાર સામે વારંવાર આક્ષેપ થાય છે ત્યારે ખેડા જિલ્લાના નાઇકા અને ભેરાઇ ગામના લોકો તૂટેલા બ્રિજના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
  • નાઈકા અને ભેરાઈ ગામના લોકો જીવના તૂટેલા પુલને પાર કરીને જવું પડે છે. તેથી ભાજપે વચન આપ્યું હતું કે પુલ બનશે. તૂટેલા બ્રિજને કારણે એક કિલોમીટર અંતર કાપવા માટે તેમણે 10 કિલોમીટર ફરીને જવું પડે છે.