[:gj]ધારાસભ્ય આશા પટેલ ભાજપ માટે આશાનું અમિત કિરણ[:]

[:gj]ઓપરેશન ઊંઝા – દિલીપ પટેલ – વિશ્લેષણ

કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું તેની પાછળના કારણો ઊંઝાથી દિલ્હી સુધી પથરાયેલા છે. આ કારણો અને ઓપરેશન મહત્વના છે.

1 – ભાજપની પાટણ અને મહેસાણા લોકસભા બેઠક નબળી હતી તે જીતવા માટે પક્ષાંતર કરાવ્યું છે.

2 – આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ ખાતરી આપી પછી દિનેશ પટેલે આ ખેલ પાડવા આશા પટેલને ભાજપ જોડાવા નક્કી કર્યું. આખું ઓપરેશન સિંગાપુરમાં નક્કી થયું હતું.

3 – આશા પટેલ હવે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપમાંથી લડશે અથવા લોકસભાની ટિકિટ આપવામાં આવશે.

4 – ભાજપના મહામંત્રી કે સી પટેલ આશા પટેલને ભાજપમાં પક્ષાંતર કરાવવા માટે છેલ્લા એક મહિનાથી ઊંઝાના દિનેશ પટેલ અને આશા પટેલ સાથે વાત કરી રહ્યાં હતા. જે ગયા સોમવારે આખરી ઓપ આપી દેવાયો હતો.

5 – આશા પટેલ ભાજપમાં પક્ષાંતર કરી રહ્યાં છે એવી વાત જાણતાં ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ પટેલ મંગળવારે દિલ્હી જઈને નરેન્દ્ર મોદીને તેમના બંગલે જઈને 6.55 કલાકે મળીને રજૂઆત કરી હતી. ડો.આશાની કેટલીક તસવીરો આપી હતી. કેટલાંક પુરાવા આપ્યા હતા. પછી નારણ પટેલને ભાજપને જીતાડી દેવા માટે કામે લાગી જવા માટે પીએમ હાઉસથી કહી દેવામાં આવ્યું હતું.

6 – અમિત શાહ ઉત્તર ગુજરાતમાં પટેલ મતો લેવા માટે અલ્પેશ ઠાકોરને લેવા માંગતા ન હતા. તેથી આશા પટેલનું ઓપરેશન પાર પાડવા માટે કે સી પટેલને જવાબદારી સોંપી હતી.

7 – અમિત શાહની ગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં જ્યાં ઠાકોર હોય ત્યાં પટેલ મતદારો માધવસિંહના સમયથી નથી રહેતાં. તેથી કાંતો ઠાકોર મત પસંદ કરવાના હતા કાંતો પટેલ મત પસંદ કરવાના હતા. જેમાં કે સી પટેલની સલાહથી પટેલ મત પસંદ કરાયા હતા. કારણ કે ઠાકોર મત પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ભરત સોલંકી અને હાલના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના સમયથી કોંગ્રેસ સાથે જ રહેતાં આવ્યા છે. તેથી ઠાકોર મત ક્યારેય ભાજપને મળ્યા નથી.

8 – આશા પટેલ એ મૂળ પાસના નેતા છે. જે હાર્દિક પટેલના મહત્વના ટેકેદાર રહ્યાં છે. તેથી જો આશા પટેલને કોંગ્રેસ છોડાવી દેવામાં આવે અને પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવે તો હાર્દિક પટેલને ગાલે તમાચો મારી શકાય તેમ છે.

9 – ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું વધેલું મહત્વ આ એક જ ફટકાથી એકદમ ઘટી ગયું છે.

10 – ઊંઝાના 84 પાટીદાર સમાજના 125 ગામો ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરામાં 84 સમાજને ભાજપે પોતાની સાથે કરી લીધો છે. તેથી ભાજપ લોકસભા અને આગામી વિધાનસભા કે જિલ્લા પંચાયત અને નગરપાલિકા જીતે તેમ ન હતો તે હવે જીત પાક્કી કરી લેવામાં આવી છે. 84 પાટીદાર સમાજના લોકો અતિ ધનાઢ્ય છે. જે આર્થિક તાકાત હવે ભાજપ માટે કામ આવશે. 84 સમાજમાંથી ભાજપના પૂર્વ પ્રધાન અનિલ પટેલ, અરવિંદ પટેલ, પૂર્વ પ્રધાન નરોત્તમ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ, વિક્રમ પટેલ, જયશ્રી પટેલ આવે છે. જે સમાજ ઉત્તર ગુજરાતમાં સત્તાના સમીકરણ બદલી નાંખશે.

11 – આશા પટેલ ભલે ભાજપમાં ગયા હોય પણ તેમણે રાજકીય આત્મહત્યા કરી છે. કારણ કે જે સમાજે તેમને ચૂંટીને મોકલેલા છે એ સમાજ કે આર્થિક રીતે મજૂત છે એવા નેતાઓને તેમણે પૂછ્યું નથી. આ નેતાઓએ ડો.આશા પટેલને લાખો રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું હતું. કોઈને કહ્યાં વગર કે વિસ્વાસમાં લીધા વગર તેમણે રાજીનામું આપીને કોંગ્રેસ સાથે દગાખોરી કરી છે અને ભાજપની સાથે સુંવાળા સંબંધો ઊભા કર્યા છે તે હવે પછીની ચૂંટણી જીતવી આશાબેન પટેલ માટે સરળ નથી.

12 – આ રાજકીય દાવ ભાજપ માટે એક મોટી ઉપલબ્ધી છે. હવે નીતિન પટેલ ભાજપમાં નહીં હોય તો પણ ચાલશે. ઊંઝા એ નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરનો વિધાનસભા વિસ્તાર છે. જે રીતે ભાજપ પ્રમુખ અમિત શાહે પોતાના વતન માણસામાં ભાજપના ધારાસભ્ય જીતાડી શક્યા ન હતા તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના વિધાનસભા મત વિસ્તાર ઊંઝામાં પણ ભાજપના ઉમેદવાર નારણ લલ્લુ પટેલ હારી ગયા હતા. વડાપ્રધાન પોતે પોતાના મતવિસ્તારની બેઠક હારી જાય તે કોઈ રીતે તેઓ સહન કરી ન શકે. તેથી આશા પટેલને અને કોંગ્રેસના એક કાંકરાથી ખતમ કરી દીધા છે.

(દિલીપ પટેલ)[:]