ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હતું કે, અમે કંપનીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. મોટી ચાર ટેક કંપનીઓ ગિફ્ટ સિટીમાં ટેક્નોલોજી અને ફિન-ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે