ગાંધીનગર શહેરના ૫૫માં સ્થાપના દિનને અનુલક્ષીને હેપ્પી વન મહોત્સવ ઉજવાયો

હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૩જી ઓગસ્ટ શનિવારે સવારે ૯ કલાકે સેક્ટર-13ડી ખાતે “હેપ્પી વન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના યુથ-કોઓર્ડિનેટર રજનીકાંત સુથાર તથા વન વિભાગના ફોરેસ્ટર પી. ડી. ગોસ્વામી તથા આયોજક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા ગાંધીનગર શહેરના ૫૫માં સ્થાપના દિનને અનુલક્ષીને “હેપ્પી વન મહોત્સવ” અંતર્ગત ૫૫ રોપાંનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.