ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનારને રૂ.૧૧૪ કરોડ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પણ જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજપ અને અધિકારઓની મળતીયાઓ હોવાથી ત્યાં આ રીતે ક્યારેય દરોડા પાડવામા આવ્યા નથી.
ભાજપ સરકાર વર્ષ 2001 થી 2020 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યના અધિકારીઓને રાજ્યના મંત્રીઓ સાથે ભાગબટાઈથી ગુજરાતના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે. રેતીમાં તો દેવી પુજકો અને માલધારી સમાજના મોટાભાગના નાના લોકો છે. પણ મોટા ચોર તો પોરબંદર, જૂનાગઢ, અંબાજી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકાની પથ્થર, મારબલ, કોલસાની ખાણોમાં છે. ભાજપ શાસનમાં ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ 1315 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ લાંબા સમયથી બાકી છે.જે વસૂલાતી નથી અને નાના રેતી ચોરો પર દરોડા પાડીને વિભાગ દેખાવ કરી રહ્યો છે કે તે ગુજરાતની કુદરતી સંપત્તિને લૂંટતી બચાવી રહ્યાં છે. ખરેખર તો રેતીની રોયલ્ટી રદ કરીને બિલ્ડીંગોના પ્લાન પાસ થાય ત્યારે તે વસૂલ કરવાનો નિયમ બનાવવાની જરૂ છે કારણ કે અનેક જિલ્લામાં ખનિજ અધિકારીઓ મહિને રૂ.10થી 70 લાખનો હપ્તો લઈને વ્યાપક ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.
સુરેન્દ્રનગરમાં કોલસા માફિયાગીરી
થાન, મુળી અને ચોટીલા 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20,000 ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડ આસપાસનો કોલસો કાઢવામાં આવે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત હપ્તા પહોંચે છે. જે કાયદેસર લીઝ આપી છે તેની આવક સરકારને થાય છે પણ ગેરકાયદે પ્રજાની સંપત્તિ લૂંટાઈ રહી છે. તે અંગે કોઈ કંઈ કરવા તૈયાર નથી. 2005માં કચ્છની ખાણમાં કોલસો કાઢવા પર પ્રતિબંધ મૂકી દેવાયો ત્યારથી સુરેન્દ્રનગરમાં કોલસા મફિયાઓ લૂંટ ચલાવી રહ્યાં છે.
ઉત્તર ગુજરાત – અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓમાં મળીને ૧૧૬,
મધ્ય ગુજરાત – વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મળીને ૭૫ દરોડા
દક્ષિણ ગુજરાત – છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં મળીને ૮૫ દરોડા
સૌરાષ્ટ્ર – મોરબી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને રાજકોટ કુલ ૫૯ દરોડા
સ્ટોક ઉપર આકસ્મિક તપાસ હાથ ધરીને કુલ ૩૩૫ સ્ટોક ઉપર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
સાદી રેતી ખનીજનાં બિનઅધિકૃત સંગ્રહ બદલ ૩૩૫ સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૧૪.૫૦ કરોડનો દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી છે.
કયા જિલ્લામાં કેટલો દંડ
પાટણ – ૧૯ દરોડામાં સ્ટોક હોલ્ડર્સને રૂ.૬૮.૧૮ કરોડ, બનાસકાંઠા જિલ્લામાં ૧૧ સ્ટોક હોલ્ડર્સને રૂ.૧૫.૫૯ કરોડ, ભરૂચ જિલ્લામાં ૨૨ સ્ટોક હોલ્ડર્સને રૂ.૬.૮૧ કરોડ, છોટાઉદેપુર જિલ્લામાં ૩૬ સ્ટોક હોલ્ડર્સને રૂ.૫.૨૭ કરોડ, સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૬ સ્ટોક હોલ્ડર્સને રૂ.૪.૨૪ કરોડ અને ગાંધીનગર જિલ્લામાં ૩૪ સ્ટોક હોલ્ડર્સને રૂ.૩.૪૩ કરોડની નોટિસ આપી છે.
પગલાં કેમ નહીં
રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્યાં છે.
જ્યાં કરોડોનો કોલસો કઢાય છે ત્યાં તપાસ કેમ થતી નથી.
સુરેન્દ્રનગરમાં કોલસા માફિયાગીરી 2005 પછી કેમ વધી
થાન, મુળી અને ચોટીલા 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20,000 ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડ આસપાસનો કોલસો કાઢવામાં આવે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત હપ્તા પહોંચે છે. જે કાયદેસર લીઝ આપી છે તેની આવક સરકારને થાય છે પણ ગેરકાયદે પ્રજાની સંપત્તિ લૂંટાઈ રહી છે. તે અંગે કોઈ કંઈ કરવા તૈયાર નથી. 2005માં કચ્છની ખાણમાં કોલસો કાઢવા પર પ્રતિબંધ મૂકી દેવાયો ત્યારથી સુરેન્દ્રનગરમાં કોલસા મફિયાઓ લૂંટ ચલાવી રહ્યાં છે.
થાન તાલુકામાં કોલસાની ચોરીનો વિડીયો
સુરેન્દ્રનગર જિલ્લામાં માફિયાઓ દ્વારા કોલસાની ખાણોમાંથી ગેરકાયદેસર કોલસો કાઢી લેવામાં આવે છે. 24 નવેમ્બર 2018માં થાન તાલુકામાં કોલસા ચોરીનો વિડીયો વાયરલ થયા બાદ તંત્રએ બે મહિના બાદ દરોડો પાડ્યો ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હવે હથિયારના લાઈસન્સ માંગી રહ્યા છે. સુરેન્દ્રનગર બીજું બિહાર બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાન, ચોટીલા, સાયલા સહિતના તાલુકાઓમાં વિપુલ માત્રામાં કોલસો છે. જે છેલ્લાં 18 વર્ષથી ગેરકાયદે ખોદી કાઢવામાં આવી રહ્યો છે. રોજની 300થી 350 ટ્રક કોલસાની ચોરી થાય છે.
તાજેતરમાં થાન તાલુકાના વીડ, ઝામવાડી, ગુગલીયાળા, વેલાળા અને ખાખરાથળ સહિતના ગામોમાં કોલસા માફિયા દ્વારા દરરોજ 3થી 4 ટન કોલસો ખોદી કાઢવામાં આવી રહ્યો છે. જેનો વિડિયો સ્થાનિક લોકોએ ઊતારીને જાહેર કરી દેતાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડવા પડ્યા હતા. રાજનેતાઓ, ખાણ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને માફિયા ટોળીઓ કોલસાનો કાળો કારોબાર કરીને અબજો રૂપિયાની સંપત્તિ 18 વર્ષમાં લૂંટી લીધી છે.
લીઝ બંધ કરીને ચોરી વધી
ગુજરાત સરકારે 2008માં કોલસાની લીઝ એકાએક બંધ કરી દીધી ત્યારથી અહીં બેફામ રીતે ગેરકાયદે કોલસો કાઢી લેવામાં આવે છે. ગુજરાત બહાર પણ ટ્રકો મોકલી દેવામાં આવે છે. સુરેન્દ્રનગરના થાન વિસ્તારની ખાણમાંથી 2008માં ગેરકાયદે કોલસાની રોજની 100થી 125 ટ્કલો અમદાવાદ, મહેસાણા, સુરત, મોરબી, રાજકોટ અને બંદરો પર મોકલી દેવામાં આવતી હતી. જે 10 વર્ષ પછી આજે 300થી 350 જેટલી ટ્રકો થવા જાય છે.
ત્રણ વર્ષમાં રૂ.400 કરોડનો કોલસો થાનમાંથી ગુમ
થાનના પૂર્વ ઉપસરપંચ દિલીપ ભગતે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે કોલસો ખોદી કાઢવામાં આવતો હોવાની ફરિયાદ કલેક્ટર કચેરીને કરી હતી. થાનમાંથી જ રોજનો રૂ.87 કરોડનો કોલસો 2008-09માં ખોદી કાઢીને બારોબાર વેંચી મારવામાં આવતો હતો. ત્રણ વર્ષમાં જ રૂ.400 કરોડનો કોલસો વેચી મારવામાં આવ્યો હતો. રોજ રૂ.24 લાખનો ખોદવામાં આવતો હતો. જેનો ભાવ રૂ.1600થી 2000 સુધી હતો. જે 10 વર્ષ પછી રોજનો રૂ.250 કરોડનો કોલસો માત્ર થાનમાંથી જ ખોદકામ કરી કાઢવામાં આવી રહ્યો છે. 10 વર્ષમાં જે રૂ.1200 થી 1500 કરોડનો કોલસો પગ કરી ગયો છે.
પાળિયાદમાં 14 ટન કોલસો પકડાયો
17 નવેમ્બર 2008માં વહન પરમીટ વિનાનો 14 ટન કોલસો પકડાયો હતો. જે મોટા ભાગે ચોટીલા-થાન રોડ પરથી જઈ જવામાં આવે છે. ચોટીલા તાલુકાના થાન તથા મૂળી ગામના વિસ્તારોમાં ચારેબાજુ પથરાયેલી કોલસાની ખાણોમાં 2001થી ભાજપ સરકાર આવી ત્યારથી ગેરકાયદેસર રીતે બેફામ કોલસાનું ખોદકામ થાય છે.
ખાણ વિભાગ નહીં પણ સરપંચ જવાબદાર !
રાજ્યના ખાણ વિભાગ કરોડોના હપ્તા લઈને ચોરી અટકાવા માંગતા ન હોય તેમ એપ્રિલ 2012માં એવો આદેશ કર્યો હતો કે, જો કોલસાની ખાણો પકડાશે તો સરપંચ અને તલાટી-મંત્રી જવાબદાર રહેશે. હપ્તા તો કલેક્ટર કચેરીએ ખાણ ખનિજ વિભાગ લે છે અને જવાબદાર સરપંચોને ગણવામાં આવે છે. આવી નીતિ તો ચોરી કરનારા અધિકારીઓ જ નક્કી કરી રહ્યાં છે. જો કોલસાની ખાણ પકડાય તો સરપંચ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરાયો હતો. ચોરને કહે તું ચોરી કર અને સરપંચને કહે કે તમે જાગતા રહો.
લીઝ ધારકો સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામાશે
આ અંગે ખાણ ખનીજ અધિકારી સુભાષ જોશીએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી ખનીજ ચોરી ડામવા જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાની ખાણ ખનીજ ટીમ ઉપરાંત ગાંધીનગરની ટીમ પણ અનેક વાર દરોડા કરી રહી છે. ત્યારે આગામી સમયમાં જો લીઝ ધારકો ગેરકાયદેસર ખનન અને વહન બંધ નહી કરે તો તેમની સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામવામાં આવશે. પણ કંઈ થયું નહીં અને સુભાષ જોશી પોતે ચોરી કરતાં પકડાયા હતા.
11 મીશીનો પકડાયા
સુરેન્દ્રનગરના વેલાડા ગામની સીમમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલાં મશીનો પકડી પાડવામાં આવ્યા હતા. રૂ.8 લાખનો 35 ટન કોલસો અને વસ્તું પકડાઈ હતી. છેલ્લાં 18 વર્ષમાં આવા 200 જેટલી ચકરડી મશીનો પકડાઈ હોવાનું બિનસત્તાવાર રીતે જણાવવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં ભાજપનો કાળો કારોબાર
નાના લોકો ખોદકામ માટે રૂ.1.50 લાખથી રૂ.5ની લાંચ ખાણ ખનિજ વિભાગને આપે તો તેને ખોદકામ કરવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. 24 નવેમ્બર 2016માં આવો 100 ટન લીગ્નાઈટ થાનના ખાખરાળી ગામની સરકારી જમીન પરથી પકડાયો હતો. જિલ્લાના કેટલાક ભાજપના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની મીલી ભગતથી કાળો કારોબાર ચાલી રહ્યો છે. પોલીસ સંડોવાયેલી હોવાથી તે દરાડા દરમિયાન રક્ષણ આપતી નથી. ખાખરાળી ગામમાં કોલસાની ગેરકાયદે ખાણમાં મધ્યપ્રદેશનો એક મજૂર દટાયો હતો. ખાખરાળી ગામમાં કરોડો રૂપિયાનો લીગ્નાઈટ કોલસો ખોદી કાઢવા માટે દરોડો પાડવા ગયેલા અધિકારીને ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાને હવેથી દરોડો ન પાડવા માટે સૂચના આપી હતી.
થાઈલેન્ડના સારા કોલસામાં થાનનો હલકો કોલસો ભેળવી દેવાય છે
સુરેન્દ્રનગરનો લીગ્નાઈટ કોલસો રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ઉદ્યોગોમાં હલકી ગુણવત્તાનો કોલસો ઘુસેડવાનું રાજકીય ઓથ તળે મસમોટુ કૌભાંડ રાજકીય ઓથ હેઠળ 2001થી ચાલે છે. 2015માં જાફરાબાદ તાલુકાના શેલણા ગામેથી ચાર ટ્રક ભરાઇ તેટલો કોલસો મળી આવ્યો હતો. જેનો કારોબાર રાજકોટથી ચાલતો હતો. પીપાવાવમાં થાઇલેન્ડથી આવતા સારી ગુણવત્તાના કોલસામાં થાનથી આવતો નબળી ગુણવત્તાનો કોલસો ભેળવી દેવામાં આવે છે. જે ગુજરાતના ઉદ્યોગોમાં ઊંચા ભાવે વેંચી મોટો નફો માફિયા મેળવે છે. જેનું એક નેટવર્ક સૌરાષ્ટ્રમાં પીપાવાવ ઉપરાંત પોરબંદર, જામનગર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં છે. સારો કોલસો વિદેશમાંથી આયાત થાય છે. માફિયા જૂથો બંદર પરથી કોલસો ઉદ્યોગોમાં પહોંચાડતી વખતે રસ્તામાં તેમાં ભેળસેળ કરે છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર એવા રાજકોટના શખ્સ છે. જે પોલીસ દરોડામાં બહાર આવ્યું હતું. થાઈલેન્ડનો કોલસો રૂા.6 હજાર પ્રતિ ટનના ભાવે 2015માં આવતો હતો અને ગુજરાતનો કોલસો રૂ.500 પ્રતિ ટનની કિંમતે મળતો હતો તે તેમાં ભેળવી દેવામાં આવતો હતો. અગાઉ ડેડાણા ગામમાં આવું કૌભાંડ પકડાયું હતું. રાજુલાના વડ ગામે પણ આવું એક કૌભાંડ ચાલતું હતું. પીપાવાવ બંદરથી નિકળેલો બે નંબરી કોલસો ચોટીલા, સુરેન્દ્રનગર અને ગાંધીધામ વિસ્તારમાં વેચવામાં આવે છે. મોરબીના 800 સિરામિક ઊદ્યોગોમાં પણ આવો કોલસો જાય છે.
લિગ્નાઈટ કોલસો ક્યા મળે
કચ્છ જીલ્લાના નખત્રાણા, માંડવી, લખપત અને રાપર તાલુકાઓમાં, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જીલ્લામાં લીગ્નાઈટ મળે છે. 1971થી કચ્છની સૌથી મોટા કોલસા ખાણ પાન્ધ્રો શરૂ થઈ ત્યારે રોજ 20 ટ્રક કોલસો નિકળતો હતો. જે 2005માં રોજની 1500 ટ્રક કોલસો નિકળતો હતો.
કચ્છ બંધ સુરેન્દ્રનગર ચાલુ
2005માં સરકારે પાન્ધ્રો ખાણ અચાનક જ બંધ કરી દેવામાં આવી હતી. પ્રધાને એવી જાહેરાત કરી હતી કે કોલસો અનામત રાખવા માટે ખાણ બંધ કરી છે. પણ ત્યારથી સુરેન્દ્રનગરમાં રોજની 1000 ટ્રક કોલસો ગેરકાયદે કાઢવાનું શરૂ થયું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે CAG દ્વારા તપાસ થાય તો અબજો રૂપિયાનું કોલસા કૌભાંડ રાજ્ય પ્રેરિત છે એવું પ્રસ્થાપિત કરી શકાય તેમ છે. માતાના મઢ પાસે પણ હાલ રોજની 700 ટ્રક માલ કાઢવામાં આવે છે. 2014થી સરકારે ઉમરસર ખાતે એક નવી ખાણ શરૂ કરી છે. જ્યાં 125 ટ્રક કોલસો કાઢવામાં આવે છે. ઓગસ્ટ 2016થી જુલાઈ 2017 સુધી માતાનામઢ ખાણમાં 16.32 લાખ ટન અને 96 હજાર ટ્રકોમાં લિગ્નાઇટ કાઢવામાં આવતો હતો. આજે તે 1 લાખ ટ્રક જેટલો થવા જાય છે. આજ સમય દરમિયાન ઉમરસર ખાણમાં 55 હજાર ટ્રકોમાં 10 લાખ ટન કોલસો ખોદવામાં આવે છે.
તપાસ ન થઈ
સુરેન્દ્રનગરમાં કેટલો ગેરકાયદે કોલસો ખોદી કાઢવામાં આવ્યો તે ઈસરો, ગુગલ મેપ અને સરકારી સાધનો દ્વારા શોધી કાઢવામાં આવે તો અબજો રૂપિયાનો કોલસા કૌભાંડ બહાર આવે તેમ છે. પણ ગુજરાતની ભાજપ સરકારે 2001થી ચાલતાં કૌભાંડની કોઈ તપાસ જ કરી નથી. કરવા માંગતી પણ નથી.
ખાણ માફિયા દીનું સોલંકી
ગેરકાયદે ખાણકામ વિરુદ્ધ તપાસ કરીને પુરાવા એકઠા કરી ૨૦૧૦ના મધ્યમાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં પ્રતિવાદી તરીકે દીનુ સોલંકી અને તેના પરિવારના સભ્યો હતા.
ગીર અભ્યારણ્યમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે તેમણે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. તે માહિતી ન મળતાં તેમણે ઉચ્ચ સ્તરે લડત આપી હતી.
તેમની અરજીના પગલે એ વિસ્તારમાં વિજિલન્સની તપાસ થઇ હતી અને તેના પગલે દીનુભાઇ સોલંકીને રૂ.૪૦ લાખનો દંડ પણ થયો હતો. અંબુજા સિમેન્ટની બે શીપને કંડલા બંદરે સીલ કરવામાં આવી તે ઘટનામાં પણ અમિત જેઠવાની મહત્વની ભૂમિકા હતી.
તેમણે સિંહના સંરક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ વિરુદ્ધ અનેક દાવાઓ કોર્ટમાં દાખલ કર્યા હતા. તેમાં ભારતીય જનતા પક્ષના નેતા દીનુ સોલંકી પણ એક પ્રતિવાદી હતા.
2009માં ગીરના હડમતીયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે માહિતી માગતા દિનુ સોંલકીને રૂ.40 લાખ રૂપિયાનો દંડ ભરવો પડયો હતો આ વર્ષે અમીત જેઠવા એક લગ્ન પ્રસંગે કોડીનાર આવ્યો ત્યારે તેની ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંબુજા સીમેન્ટ અને દિનુ સોંલકી દ્વારા થતા ખનન અંગે અરજી કરતા અંબુજા સીમેન્ટને કરોડો રૂપિયાો દંડ પણ ભરવો પડયો હતો
દિનુ સોંલકીએ ઉનાની આસપાસની ગૌચરની જમીન પચાવી પાડી હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતા આ મુદ્દે વિધાનસભા સુધી જતા તેની તપાસ શરૂ થઈ હતી જેના કારણે દિનુ સોંલકીને 500 કરોડનું નુકશાન થયુ હતું.
સીબીઆઈ અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતા રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજપના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે.
સિંહ સામે જોખમ
20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મી.ની અંદર 3.2375 હેક્ટર (32,375 મીટર) જમીન ખાણ માટે વિજય રૂપાણીએ આપી દીધી હતી. જે ખરેખર તો 10 કિ.મી. સુધીના વિસ્તારમાં આપી શકાય નહીં. તેમ છતાં જ્યાં સિંહ અને જંગલના પ્રાણીઓની વસતી છે ત્યાં શીવ મીનરલ્સને લાઈમ સ્ટોન કાઢવા માટે જમીન આપીને રૂપાણી સરકારે મોટું કૌભાંડ કર્યું હતું. ઘંટવડમાં જમીન આપીને સિંહ સાથે રમત રમી હતી.
રૂપાણી સરકારે જમીન આપીને તેની મંજૂરી આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને ભલામણ પણ કરી હતી.
6 શરતો મૂકી
વન્ય પ્રાણી અને વનસ્પતિને કોઈ અસર ન થવી જોઈએ.
પાણીના કુદરતી વહેણમાં કોઈ ખલેલ ઊભી ન થાય તે જોવું પડશે. બાંધકામ કરી શકાશે નહીં,
અભયારણ્ય વિસ્તારમાં પ્રદૂષિત પાણી કે પદાર્થ નહીં છોડી શકે.
ખાણની આસપાસ 10 મીટર વૃક્ષો ઊગાડવાના રહેશે.
ખાણ ખોદીને તેમાંથી ચૂનાનો પથ્થર કાઢી લીધા બાદ મૂળ જમીન જેવી સ્થિતિ લાવવાની રહેશે.
વન્ય પ્રાણીઓનું પુનઃસ્થાપન કરવાનું રહેશે.
કોણ હતું મંજૂરી આપનાર?
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી,
વન પ્રધાન ગણપત વસાવા
ધારાસભ્ય બાબુ બોખીરીયા
મુખ્ય સચિવ જે એન સીંગ
મુખ્ય પ્રધાનની કચેરીના અગ્ર સચિવ કે કૈલાશનાથન
વન વિભાગના વધારાના મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા,
મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ એમ. કે. દાસ
અગ્ર સચિવ, વન વિભાગ દિનેશ કુમાર શર્મા,
પાણી પુરવઠા વિભાગના સચિવ જે. પી. ગુપ્તા,
આદીજાતિ વિકાસ અગ્ર સચિવ, વિભાગ મનોજ અગ્રવાલ,
ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શિવાનંદ ઝા,
નિવૃત્ત વન અધિકારી, એસ સી પંત,
પાટણની કોલેજના પ્રોફેસર, નીશીત ધારૈયા,
બાયોટેકનોલોજીસ્ટ, પ્રિયાવત ગઢવી,
ઈકોલોજી કમીશનના અધિકારી, સીઆઈડીના ડાયરેક્ટર જનરલ, જામનગર મરીન નેશનલ પાર્કના અધિકારીનો સમાવેશ થાય છે.
ગુનેગારને સરકારી ખજાનો અપાયો
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 2010માં હત્યા થઈ હતી. જેમાં 11 જૂલાઈ 2019માં કોર્ટે દીનુ સોલંકી અને શિવા સોલંકીને આજીવન કારાવાસ ઉપરાંત રૂ.15 લાખનો દંડ ફટકાર્યો છે. અને જેમાં દીનુ જેલમાં સજા ભોગવી રહ્યો છે.
ખાણ માલિક કેમ બન્યા?
યુવાન વયમાં સામાન્ય ઝઘડા અને ત્યાર બાદ નાની મોટી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા દીનુ બોઘા સોલંકીએ રાજકારણમાં પ્રવેશ કર્યો તે સાથે જ તેનો સિતારો બુલંદ થઇ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના ભૂગર્ભમાં વિશાળ ખનિજનો ભંડાર ધરબાયેલો હોવાથી સિમેન્ટ કંપનીઓએ અહીં પોતાના પ્લાન્ટ સ્થાપયા હતા અને જૂનગાઢમાં સૌથી વધુ પ્રાપ્ત લાઇમ સ્ટોન તસ્કરીનો યુગ શરૂ થયો હતો.
રાજકારણનું પ્રથમ પગથીયું
1992માં કોડીનાર મ્યુનિ.ના પ્રમુખ બન્યા બાદ 2009માં સંસદ સભ્ય બનવા સુધી દીનુ સોલંકીની રાજકીય કારકિર્દી પૂરપાટ ગતિએ ચાલતી હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલાં દીનુ સોલંકી સાસણ ગીરમાંથી ઇમારતી લાકડાની ચોરી અને દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. તેમને રાજકીય ટેકો મળતા જ ‘મની-મસલ અને પોલિટિકલ’ પાવરના આધારે રાજ્યના નંબર એક માફિયા તરીકે બહાર આવ્યા હતા. તેમની માફિયાગીરી સામે પડવા બદલ જેઠવાની હત્યા કરાઇ હતી. દીનુના સગા ગુજરાત સરકારના પ્રધાન હતા. જે રાજ્યપાલ છે.
40 ખાણોના માલિક
થોડા જ વર્ષમાં જૂનાગઢ અને ગીર વિસ્તારની આસપાસ 40 જેટલી લાઇમ સ્ટોનની ખાણો દીનુ બોઘા સોલંકી અને તેના પરિવારજનો દ્વારા ચલાવવામાં આવતી હતી. આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં, વીજ ચોરી, જગંલના કિંમતી લાકડાની ચોરી અને પાતાળમાંથી ભૂગર્ભ જળ ચોરી સહિતના તમામ ગેરકાયદે ક્ષેત્રોમાં સોલંકી પરિવારનો દબદબો આજે પણ છે.
ખાણના પત્થરના સિમેન્ટ માટે પાણી ચોરી
અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી કનકસિંહ પરમારે સીબીઆઇને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોડીનાર તાલુકો ડાર્ક ઝોનમાં આવતો હોવા છતાં ઘંટવડ ગામ નજીક સોલંકીના બે વિશાળ ટ્યૂબવેલ હતા, તેમાંથી ભૂગર્ભ જળ ખેંચી લેવા માટે 50 હોર્સ પાવરની બે મોટરો રાખી હતી. તેમાંથી ભૂગર્ભ જળ ખેંચી લઇને અંબુજા સિમેન્ટ કંપનીને સપ્લાય કરવાનું મોટા પાયે રેકેટ ચલાવવામાં આવતું હતું.
ખાણની પીઆઈએલ બાદ હત્યા
કોડીનારમાં મોટા ભાગના ગેરકાયદે મોબાઇલ ટાવર રાજમોતી નેટવર્કના નામે દીનુ સોલંકી પરિવાર ચલાવે છે. સોલંકી અને તેના ભાઇ ભત્રીજાઓના નામે 12 હથિયારના લાયસન્સ હતા. લાયસન્સની મુદત પૂરી થઇ હોવા છતાં કલેક્ટર કે ડીએસપી કચેરીમાં પાછા જમા કરાવાતા ન હતા. જેઠવા પર જીવલેણ હુમલા થયા હતા. અમિત જેઠવાએ કોડીનાર તાલુકામાં છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલી 20થી 25 રહસ્મય મૃત્યુની ઘટનાઓ અંગે કરેલી આરટીઆઇ અરજીઓ અને ત્યાર બાદ સોલંકીના સૌથી મોટા ગેરકાયદે માઇનિંગના મુદ્દે કરેલી પીઆઇએલ તેનો મૃત્યુ ઘંટ બની ગઇ હતી.
પોલીસ થરથરતી
સુભાષ ત્રિવેદી, ટી.એસ. બિસ્ટ અને આર. જે. સવાણી સાથે ત્રણ આઇપીએસએ સોલંકી વિરૂદ્ધ લેખિત અહેવાલ આપ્યાં છતાંય મોદી, આનંદીબેન અને રૂપાણી સરકાર ખામોશ રહી હતી. પોલીસ અધિકારીઓ પર તેનો ખોફ હતો. સોલંકી વિરુદ્ધ 21 કેસોની તપાસ કરવા માટે સ્પે.ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી થઇ હતી. સોલંકીના માણસો પોલીસને પોતાની ફરજ બજાવવામાં રૂકાવટ ઊભી કરી રહ્યાં છે. કોડીનારમાં એક વખત કોમી રમખાણો ફેલાવવા માટે ઉશ્કેરણી કરતા હોવાના પણ આક્ષેપ થયેલા છે. રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે, સોલંકી કોડીનાર પોલીસ મથકને પોતાની ખાનગી પેઢી સમજે છે અને જો કોઇ પોલીસ અધિકારી તેની સામે પગલાં લેવાનો પ્રયાસ કરે તો તેની સામે ગંદા આક્ષેપ કરી હેરાન કરે છે.
હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઇ
2009માં અમિત જેઠવા પર કોડીનારમાં જીવલેણ હુમલો થયો હતો. હત્યાના ગુનેગાર શિવા સોલંકી સામે જેઠવાએ ફરિયાદ પણ નોંધાવી હતી. ગીરમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો વિશે જેઠવાએ માહિતી માગી હતી. માહિતી ન મળતા અમિત જેઠવાએ ઉપર સુધી લડાઈ માંડી હતી. જેઠવાની અરજીથી વિજિલન્સની તપાસ થઈ, ખાણમાં સોલંકીને 40 લાખનો દંડ થયો હતો. અંબુજા સિમેંટના બે વહાણોને કંડલા બંદરે સીલ કરાવવામાં જેઠવાની ભૂમિકા હતી. જૂનાગઢ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણો સાથે સંકળાયેલા જૂનાગઢનાં સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીના કારનામા બહાર આવ્યા હતા. અમિતે ગેરકાયદે ચાલતી ખાણોની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. 20મી જુલાઈ 2010ના દિવસે હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઈ હતી. જેમાં 192માંથી 155 સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા હતા.
બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન કર્યું
બંદર બનાવવા પત્થર કાઢવા માટે 2000માં લીઝ અમરેલીના ખાંભા તાલુકાના નેસડી ગામે લાયસંસ 10 વર્ષ માટે આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂરી થઈ ગઈ હોવાને 8 વર્ષ થયા હોવા છતાં ખાણોમાંથી લાખો રૂપિયાનો પથ્થર ગેરકાયદે કાઢી લેવામાં આવ્યો છે. જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં ખાણ માફિયાઓ દ્વારા સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન કર્યું છે. નેસડી ગામના સરવે નંબર 47માં ચાલતા સ્ટોન ક્રશર અને બ્લાસ્ટ બંધ કરાવીને કંપની પાસેથી દંડ સાથે રોયલ્ટી વસુલવા માટે ગુજરાત સરકારમાં લાયન નેચર ફાઉન્ડેશનનાં પ્રમુખ ભીખુભાઈ બાટાવાળા ફરિયાદ કરી છે.
દ્વારકામાં રેતી કૌભાંડ
દ્વારકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં રેતીચોરીનું મોટું કૌભાંડ 10 વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં લાખો ટન રેતી કાઢી લેવામાં આવી છે. આ રેતી મરઘા અને બતકાના ખોરાકમાં આપવા માટે કાઢવામાં આવે છે. અહીં કોઈ નદી ન હોવાથી દરિયામાં કાંપ ઠલવાતો નથી તેથી રેતી સોનેરી રંગની સ્વચ્છ હોય છે. દરિયાકાંઠાને સમાંતર 36 કિ.મી. સુધી રેતી કાઢી લેવામાં આવી છે. રાતના સમયે ટ્રેક્ટર, ટ્રકો ભરીને રેલી લઈ જવામાં આવે છે. અબજો રૂપિયાની સંપત્તિની લૂંટ થઈ રહી છે. સરકારને રોયલ્ટીના કારણે મોટી ખોટ પડી છે.
કલેકટરને ફરી એક વખત રજૂઆત
નાવાદ્રા ગામના ખેડૂતો 20 મહિનાથી રેતી માફિયાઓ સામે લડત ચલાવી રહ્યાં હોવા છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીથી લઈને તલાટી સુધીના જવાબદાર એવા 700 લોકોએ કોઈ જ પગલાં ભર્યા નથી. ભ્રષ્ટાચારીઓએ પાકી પદ્ધતિ વિકસિત કરી છે અને માફિયાઓના હપ્તા ગામ, તાલુકા, જિલ્લા, ઝોન, ભૂસ્તર વિભાગ અને સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચે છે. ગામના લોકોએ 31 જૂન 2019ના દિવસે દ્વારકા કલેક્ટરને ફરી એક વખત મળીને રજૂઆત કરી છે. ગામ લોકોએ કલેક્ટર સમક્ષ સીસીટીવી કેમેરા અને દરિયા કાંઠે ચેક પોસ્ટ મૂકવા માટે માંગણી કરી છે.
દરિયો અંદર આવી ગયો
દરિયા કિનારાનું પાણી રેતી ચોરીના કારણે ખેતીની જમીનમાં ઘૂસી જતાં ખેતીની જમીન નાશ પામી રહી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ખેતરો બરબાદ થઈ ગયા છે. દરિયો અને રેતીની કુદરતી રીતે જ પાળ બનાવી આપે છે. તેથી મોજાનું પાણી કાંઠો તોડીને અંદર આવતું નથી. પણ રેતી ચોરોએ 35 કિલો મીટર સુધી રેતીનો પાળો ઉઠાવી લીધો હોવાથી ખેતરોમાં મોજા પહોંચી જાય છે તેથી હજારો હેક્ટર ખેતીની જમીન ખારી બની ગઈ છે અને તેથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે. દરિયાના પાણીને જમીન પર પહોંચાડવા રેતીની ફારતી પાળ પણ તૂટી જતાં ખેડૂતોના ખેતરો, કૂવા, બોરમાં પણ ક્ષાર આવી ગયો છે.
કયા ગામમાં રેતીનું કૌભાંડ
બરડિયા, ચંદ્રભાગા, વરવાળા, ભોગાત, ગાંધવી, નાવદરા તથા કલ્યાણપુર તાલુકાના લાંબા
ગામ લોકોને ધમકી
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના કરશન રજનીકાંત, નિતેશ ભીખાભાઈ, દ્વારા કટેક્ટર અને ભુસ્તરશાસ્ત્રી સમક્ષ ફરિયાદ કરી છે કે, તેમના ગામમાં રેતી ચોરવામાં આવે છે. તેનો વિરોધ કરતાં અમને ધમકી આપવામાં આવે છે. પોલીસ તેમને મદદ કરે છે. પોલીસ રક્ષણ આપવાની તેમણે માંગણી કરી હતી. બે કિલોમીટર જેટલી નાળી બનાવી દીધી છે. રોજ રાતે રેતી ચોરી કરી જાય છે. તેથી દરિયાનું પાણી જમીનની અંદર આવી રહ્યું છે. દરિયા કાંઠે પોલીસ પેટ્રોલીંગ મૂકવા માંગણી કરી હતી. 12 જૂન 2018માં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પગલાં ભરવા માટે આદેશ આપ્યો હતો. તેમ છતાં એક વર્ષથી ચોરી ઘટવાના બદલે વધી છે. મુખ્ય પ્રધાને તે અંગે નિયમિત અહેવાલ આપવામાં આવે છે છતાં ચોરી થાય છે તેનો મતલબ અહીં જુદો કાઢવામાં આવી રહ્યો છે.
કયા આરોપીઓ પકડાયા છે
બરડિયા ગામના લખમણ સાંગા ગરસર, ભરત સાંગા ગરસર, મેરૂભા દેવૂભા કારા તથા દ્વારકાનાં નારણ હાજા હાથિયા અને જીતુભા રાણાભા માણેક રેતી ચોરી કરતાં પકડાયા છે.
ગોમતી નદીની એ રેતી ક્યા ગઈ
ગોમતી નદી માંથી મે 2018માં 25 થી 35 હજાર મેટ્રિક ટન રેતી કાઢીને દૂર કરવામાં આવી હતી. પાંચમાં દિવસે ગોમતીનદી માંથી આશરે 210 ક્યુબીક મીટર દરિયાઇ રેતી માટી કાઢવામાં આવી હતી. દરરોજ એક મહિના સુધી અંદાજીત 200 ક્યુબીક મીટર દરિયાઇ રેતી બહાર કાઢવામાં આવી હતી. તે રેતી ક્યાં નાંખવામાં આવી છે ?
આંખ બંધ કરતાં રાજકારણીઓ અને અધિકારીઓ
ખાણ ખનિજ, પોલીસ, કલેક્ટર, મામલતદાર, ધારાસભ્યો, સાંસદો વગેરેને અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં લેવાયા નથી. લાંબા ગામના ગ્રામજનોએ દ્વારકાના તત્તકાલીન ધારાસભ્ય પબુભા માણેકને મળીને રેતી ચોરી અટકાવવા રજૂઆત કરી હતી. ત્રણ કિ.મી.નો સમુદ્ર કિનારો રેતી ચોરીના કારણે નાશ પામ્યો છે. ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે. દરિયા કિનારાનું પાણી રેતી ચોરીના કારણે ખેતીની જમીનમાં ઘૂસી જતાં ખેતીની જમીન નાશ પામી રહી છે, અને ગરીબ ખેડૂતો માટે તો આ રેતી ચોરીના કારણે રોજીરોટીની મોટી સમસ્યા થઈ ગઈ છે. રેતી ચોરી બંધ ન થતાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે.
હજારો કાચબા પર જોખમ
દ્વારકાથી પોરબંદર કે જામનગર સુધી દર વર્ષે હજારો દરિયાઈ કાચવા ઈંડા મૂકવા આવે છે. ઓખા મઢી બીચ નજીક આવેલા કાચબા ઉછેર કેન્દ્રમાંથી 2012થી 2019 સુધી 40થી 45 હજાર દરિયાઈ કાચબાઓના ઈંડા ઉછેરીને તેના બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે. સમગ્ર કિનારા પર આવા લાખો કાચબાના બચ્ચા ઉછેર પામે છે. અહીં 10થી 7 કરોડ વર્ષથી એટલે કે ડાયનાસોર યુગથી ઈંડા મુકવા માટે કાચબા આવે છે. હવે રેતી ન રહેતાં તેમના અસ્તીત્વ પર જોખમ ઊભું થયું છે.
જામનગરના ભાજપના નેતાનું કોલસા કૌભાંડ
કોલસા કૌભાંડમાં ભાજપના નેતા અને હમણાં જ વિધાનસભાની પેટા ચૂંટણી લડેલા રાઘવજી પટેલના પુત્રએ કોલસા ચોરી કૌભાંડ કર્યું હતું. ત્યારે રાઘવજી કોંગ્રેસમાં હતા અને રાજ્યકક્ષાના પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદીએ કોલસા કૌભાંડ અંગે જાહેરમાં રાઘવજી પર આરોપો મૂક્યા હતા. રાઘવજીએ કોલસાની દલાલીમાં કાળા હાથ કરી કૌભાંડ કર્યું છે, એવો આરોપ તેમણે મુખ્ય પ્રધાનની હાજરીમાં મૂક્યો હતો.
ભાજપના રાઘવજીના પૂત્રએ એસ્સાર કંપનીએ બેડી બંદર વિદેશથી આયાત કરેલા કોલસાને કંપની સુધી લઇ જવા અંગે ટ્રાન્સપોર્ટરોને કામ આપ્યું હતું. કેટલાંક ટ્રાન્સપોર્ટરો આયાતી કોલસાની જગ્યાએ હલકી ગુણવત્તાનો કોલસો એસ્સાર કંપનીને આપતાં હતા. ઉચ્ચ ગુણવતા વાળો કોલસો બદલી નાંખી બારોબાર વેંચી નાંખતી 16 ખટારા પકડાયા હતા. ટ્રાન્સપોર્ટ પેઢીના ભાગીદાર એવા પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલના પુત્ર જયેન્દ્ર ઉર્ફે બાબુ મુંગરાની 3 કલાક સુધી બંધ બારણે પુછપરછ કરી હતી. ટ્રાન્સપોર્ટરો, ટ્રક ચાલકો-માલિકો, બિલ્ટી બનાવનાર શખસો તથા મોરબીના રીસીવરો સહિત 35થી વધુ શખસો સામે રૂા.75 લાખની કિંમતના 1900 ટન કોલસો વગે કરી દીધો હતો.
પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલના પુત્ર જયેન્દ્ર સહિત તેની શિવકૃપા ટ્રાન્સપોર્ટના ભાગીદારો કૃષ્ણસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા અને ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, 16 ટ્રક ડ્રાઈવરો, 7 ટ્રક માલિકો, ચાર ટ્રાન્સપોર્ટરો, ખંભાળિયાના કર્ણકૃપા એન્ટરપ્રાઈઝ, કર્ણકૃપા રોડવેઝના 3 , સતીષ બાવાજી સહિત મોરબીના 4 શખસો, અરવિંદ નામનો શખસ સહિત 35 સામે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા.
ચોરી માટે જામનગર-દ્વારકા જાણીતું
દ્વારકામાં રૂ.182 કરોડ અને જામનગરમાં રૂ.17 કરોડની ખનીજ રોયલ્ટી બાકી હતી. ભાજપ સરકારમાં વર્ષ 2001 થી 2018 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરામીક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. દ્વારકાના ખંભાળીયામાં કાચા કોલસાનો કુદરતી ખજાનો ભરેલો પડેલો છે. અહીં ભાજપ અને કોંગ્રેસના રાજકારણીઓ એકબીજા સાથે મળીને કુદરતી ખજાનો લૂંટી રહ્યાં છે. બોક્સાઈટ અને લાઈમ સ્ટોન બેલાની 10 ટ્રક કણઝાર પાસેથી ખાણ અને ખનિજ વિભાગે પકડી પાડી છે. માલ પકડાયા પછી ખાણીયા ચોર લોકોને રૂ.30 લાખનો દંડ પણ ફટકારેલો છે. રાતના સમયે અહીં અધિકારીઓ સાથે મળીને ખાણ માફાયાઓ ખનિજ ચોરી કરે છે. જેના રાજનેતાઓનું રક્ષણ મળેલું છે. સરકારને રોયલ્ટી ન આપીને તે આવા રાજનેતાઓ અને અધિકારીઓને આપે છે. તેમની 10 ટ્રક જપ્ત કરી લેવામાં આવી હતી. ટ્રક દીઠ 3 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આવી અનેક પ્રકારની લૂંટ અહીં થઈ રહી છે.
અધિકારીઓ તેમને પકડે છે તો તેમના પર હુમલા પણ કરે છે. જામનગરમાં ખનિજ વિભાગના એક કર્મચારી પર ટ્રક ચઢાવી દઈને મારી નાંખવાનો પ્રયાસ થયો હતો.
દ્વારકામાં કાચા કોલસાની ચોરી છતાં દરોડા નહીં
ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યોએ તા. ૧૧-૭-૨૦૧૯ના રોજ રાજયના ૧૪ જીલ્લામાં બે વર્ષમાં ખાણ ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા એક પણ વખત દરોડો પાડવામાં આવ્યો નથી. દરોડા ન પાડવામાં આવેલ જીલ્લાઅો પૈકી કચ્છ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં લાઈમ સ્ટોન અને બેલા પથ્થર (મકાન બનાવવા)નો મોટા પ્રમાણમાં જથ્થો મળે છે. તે પૈકી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બોકસાઈટનો એશીયાનો સૌથી મોટો જથ્થો છે અને જયારે જયારે આ જીલ્લાઅોમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાય છે તેમ છતાં ફલાઈંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા દરોડા પાડવામાં આવતા નથી.
ભાજપના નેતાએ રૂ.600 કરોડની લૂંટ કરી
વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 12 PGNEr 2019 જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી કાઢવાની લીઝ અગાઉ આપી હતી. આ ખાણોમાંથી રેતી કાઢીને આખા સૌરાષ્ટ્રમાં સસ્તા ભાવે રેતી ઉપલબ્ધ કરાવાતી હતી અને સરકારને પણ રોયલ્ટીની આવક થતી હતી. આજે ઈકો સેન્સીટીવ ઝોનના કારણે શેત્રુંજી નદીની કાયદેસરની લીઝો સરકારે બંધ કરી દીધી અને તેના કારણે ખનીજ માફીયાઓ બેકાબુ થઈને દિન-રાત શેત્રુંજી નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી જાય છે અને રૂ. 300માં મળતી રેતીનું ટ્રેકટર હવે આવા ખનીજ માફીયાઓ દ્વારા રૂ. 3000ના ભાવે વેચાય છે. આ નદીના પટમાં લીઝો બંધ કરી દેવાથી દર વર્ષે શેત્રુંજીમાં શીલ્ટીંગ થાય છે અને વર્ષ 2015માં જેમ પુર આવ્યું હતું એમ જો ભવિષ્યમાં પુર આવશે તો નદી કાંઠાના ગામડાઓ નકશામાંથી ભુંસાઈ જશે.
પોરબંદરમાં રૂ.500 કરોડનો દંડ અને 100 કરોડનું વ્યાજ ભાજપના નેતા પાસેથી વસૂલવાનો બાકી છે. 14 જિલ્લામાં ભરપૂર ખનિજ સંપત્તિ છે અને તેને ગેંગો લૂંટી રહી છે છતાં ક્યાંય પગલાં ભરાયા નથી. ખનીજ ચોરો 1200 કરોડનો દંડ ભરતાં નથી.
બાબુ બોખિરીયા – ભાજપના નેતા
પોરબંદર નજીકના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.278 પૈકી 200 હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યું દફરતે નોંધ થયેલી છે. ચૂનાનો પત્થર ધરાવતી કિંમતી જમીનમાં મોટા પાયે ગેરરીતી થયાની પ્રાથમિક જણાય છે.
કાયદાથી ઉપર જઈને પગલું લેવામાં આવ્યું છે. વર્ષ 2000માં જંગલ ખાતા માટે અનામત જાહેર કરી છે. 2004માં તે અંગે સરકારે માપણી કરી હતી. જે બાદ 200 હેક્ટર જમીન વન વિભાગના નામે સરકારે કરી આપી હતી. તેના ઉપર વન વિભાગે વૃક્ષો વાવીને ઉછેર્યા છે. તે પૈકીની 7 હેક્ટર જમીન પાવર ઓફ એટર્ની બાબુ બોખીરીયા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તેના દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે. અન્ય વ્યક્તિઓના નામે પણ બોગસ પાવર ઓફ એટર્ની કરવામાં આવી છે. આવા કૂલ 29 જેટલાં વેચાણ બોખીરીયાની તરફેણમાં કરવામાં આવેલા છે. જે અંગે જામજોધપુર કોર્ટમાં સિવિલ કોર્ટમાં સ્યુટ દાખલ કરવામાં આવી છે. એક લાખ વૃક્ષો ધરાવતી આ જમીન પર જંગલી પ્રાણીઓ રહે છે. વન વિભાગ દ્વારા જમીનને રિલોકેટ કરવાના બહાને ભાજપના નેતાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જમીનની કિંમત રૂ.300 કરોડ જેવી થવા જાય છે.
પોરબંદર બરડા વન્ય પ્રાણી અભયારણ્ય માટે રક્ષિત જાહેર કરી છે, તેની નજીક જ છે. અહીં ગીર બાદ સિંહનો વસવાટ શરૂ કરાવવામાં આવ્યો છે. 125 ચોરસ કિ.મી. વિસ્તારમાં સિંહ લાવીને તેને વસાવવામાં આવ્યા છે. જેના પર 3000થી વધું હરણ છે અને 27 જેટલાં દિપડા છે. 30થી 40 વર્ષ સુધી કાઢી શકાય એટલો અહીં ચૂનાનો પથ્થર છે જે સિમેન્ટ માટે વાપરી શકાય તેમ છે. જામનગર કલેકટર દ્વારા આ અંગે ગામ લોકોને પત્રો આપવાનો જવાબ આપવામાં આવતો નથી.
વડી અદાલતે નોટિસ ફટકારી
20 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુ બોખીરીયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાનો સિમેન્ટ અને સોડા એસ માટેનો પથ્થર કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા 21 લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઈશ્યુ કરી હતી. આ જગાયએ રૂ.250 કરોડથી વધારે રિકવરી થઈ શકી નથી.
ખનીજ ચોરીમાં રૂ.130કરોડનો દંડ
13 ફેબ્રુઆરી 2017ના રોજ ભાજપના નેતા બાબુ બોખીરીયા, તેમના પુત્ર અને જમાઈને રૂ.150 કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો. ખનીજ ચોરી કરવા બદલ તેમને આટલો દંડ કરાયો હતો. ગુજરાતના કોઈ એક રાજકીય નેતાને આટલો મોટો દંડ ક્યારેય કરાયો નથી. પોરબંદર કલેક્ટરે આ દંડ કર્યો હતો પણ તે ભરવામાં આવતો ન હતો. આમ આટલો મોટો દંડ થતાં ભાજપના નેતાને ટિકિટ આપી હતી. તેઓ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા હતા. અને અત્યારે તેઓ ભાજપના ધારાસભ્ય છે.
3 વર્ષની સજા પણ થઈ હતી
3 જુલાઈ 2013ના રોજ ઓલપાડ કોંગ્રેસ સમિતિના તત્કાલીન પ્રમુખ અતુલભાઈ પટેલની આગેવાનીમાં ઓલપાડ મામલતદાર ચૌહાણને રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયાનું રાજીનામું લઈ લેવા માટે લેખિતમાં માંગણી કરી હતી. સરકારના ભ્રષ્ટ પ્રધાન બાબુ બોખીરીયા તથા ભાજપના અન્ય ત્રણ આગેવાનો સામે સને 2006માં રૂ.54 કરોડની ખનિજચોરી મામલે પોરબંદર અદાલતમાં કેસનો ચૂકાદો 15 જુન 2013ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ.5000નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી. ચુકાદાના પગલે મંત્રી બાબુ બોખીરીયાએ સરકારમાંથી રાજીનામાં આપવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી. તેમની સામેના તમામ કેસની લોકાયુક્ત દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
1500 કરોડનું કૌભાંડ અને 130 કરોડની નોટિસ, બાબુ જેલમાં
પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ કક્ષાના સીનિયર મંત્રી બાબુભાઈ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી રૃ.130 કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ.1200થી 1500 કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ.55 કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. 2006માં પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરિયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની 11 કંપની સામે રૂ.250 કરોડની ખનીજ ચોરીની રીકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. એ સમયે મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદી હતા. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝવારી જમીનમાંથી રૂ.55 કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ.250 કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રીકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું. બગવદર પોલીસ સ્ટેશનમાં 5 ઓક્ટોબર 2006ના રોજ સૌરાષ્ટ્ર કેમીકલ્સના માઈન્સ મેનેજરે નોંધાવેલી ફરિયાદ આધારે બાબુ બોખીરીયા સહિત ચાર સામે ગુન્હો નોંધાયો હતો. બોખીરીયાને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન ન આપતા છેવટે બોખીરીયા યુ.કે. ચાલ્યા ગયા હતા. અને ત્યાંથી પરત આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી જ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી તેમને ભાજપે વિધાનસભાની ચૂંટણીની ટીકિટ પણ આપી નહોતી. જોકે નીચલી કોર્ટે તેને દોષિત ગણી સજા ફટકારી હતી. પરંતુ પોરબંદરની ઉપલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા હતા.
ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનું મુલ્યાંકન કરવા કહેવાયું છે. ત્રણ એજન્સીઓને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ખર્ચ અને પ્રાચીન ઇકોલોજી, ઘટાડાની કિંમત અને પર્યાવરણના પુનર્નિર્માણની કિંમત અને પ્રતિબંધકની ગણતરી કરવા જણાવ્યું હતું. પર્યાવરણીય વળતર આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. એનજીટીએ જી.પી.સી.બી.ને 24 જુલાઇ, 2019 સુધીમાં લેવાયેલી કાર્યવાહીની વિગતવાર રજૂઆત કરવાનું કહ્યું હતું. આ આદેશ શ્રીજા ચક્રવર્તી દ્વારા ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર ચૂનાના પથ્થરના ખોદકામ સંબંધિત અરજી અંગે આદેશ આપ્યો છે. અરજીમાં જણાવાયું છે કે, સીઇઆએ દ્વારા અગાઉથી પર્યાવરણીય મંજૂરી વગર ચૂનાના પથ્થરની ખાણો ખોદવામાં આવી છે. અરજદાર દ્વારા 20 ખાણિયો ઓળખાયા હતા.
કેટલી ગેરકાયદે ખાણ ગુગલની મદદથી શોધી
ગુજરાતના ખાણ અને ખનિજ વિભાગ ગુગલનો ઉપયોગ કરીને ખાણ કામ ચાલતું હોય તે હાઈ રીઝોલ્યુએશન અર્થ ફોટો દ્વારા પકડી પાડી રહ્યાં છે. ગુજરાતમાં સેટેલેઈટ સરવે કરવામાં આવે તો અબજો રૂપિયાની કુદરતી સંપત્તિની ચોરી પકડી શકાય તેમ છે. ગુગલની મદદથી ગેરકાયદે ખાણો પકડાઈ હોય એવા કિસ્સો બહાર આવ્યો છે.
ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ગુગલ દ્વારા ગામોમાં ગેરકાયદે ખાણમાંથી પથ્થરો કાઢવામાં આવી રહ્યાં હોવાનું જણાયું હતું. બે ખાણ પકડી પાડવમાં આવી છે. જેમાં એક કરોડના પથ્થર કોઈ કાઢી ગયું હોવાનું બહાર આવ્યું છે. આસપાસના અનેક વિસ્તારોમાં આવી ખાણો ભાજપના નેતાઓના છત્ર હેઠળ ચાલી રહી છે.
સૌરાષ્ટ્રની મોટાભાગની ખાણોમાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લાઓમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને તેમાં ભાજપના કેટલાંક નેતાઓ અને ધારાસભ્યો પણ સંડોવાયેલાં છે. તેથી કુદરતી સંપત્તિની લૂંટ ચાલી રહી છે. જો ગુલગથી તેની શોધ કરવામાં આવે તો અબજો રૂપિયા સરકારના બચી શકે તેમ છે.
ધારાસભ્ય પદ ગેરકાયદે ખાણોના કારણે ગયુ
ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખાણના ગુનામાં અદાલતે 1 માર્ચ 2019ના રોજ 2 વર્ષ 9 મહિનાની સજા ઈ.સ.1995ની ખનીજ ચોરીમાં ફટકારી હતી, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરી રૂ.2.83 કરોડની ખનીજ ચોરી કરવાનો ગુનો હતો. લાઈમસ્ટોન કાંકરીનું ખોદકામ કરવામાં આવ્યું હતુ. પીખોર ગામે માઈનીંગ લીઝ ધરાવતા ગોરધનભાઈ જેઠાભાઈ દેવળીયાના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી જીએચસીએલ કંપનીમાં લાઈમ સ્ટોન કાંકરી સપ્લાય કરવામાં આવતી હતી. ફરિયાદ પક્ષના સમર્થનમાં 23 મૌખીક પુરાવા તેમજ 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા.
બીજા આવા કેવા કેસ છે ?
જૂનાગઢના ખનિજ ચોર BJPના નેતા ફરાર
જૂનાગઢ જિલ્લાના વિજાપુરની સરકારી જમીનમાંથી ખનીજની ચોરી કરતી ગેંગ પર દરોડો પડાતાં જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ કેતન ધોણિયા સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા હતા. રેંજ IG સુભાષ ત્રિવેદી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર ખોદકામ કરતા ઇસમો સહિત 2.5 કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આરોપીઓને રૂ.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય બાબુ બોખિયરીયાના ગુના કેવા છે ?
ખાણનો ગુનો
20 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુ બોખીરીયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાનો સિમેન્ટ અને સોડા એસ માટેનો પથ્થર કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા 21 લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઈશ્યુ કરી હતી. આ જગાયએ રૂ.250 કરોડથી વધારે રિકવરી થઈ શકી નથી.
તેમની સામેના તમામ કેસની લોકાયુક્ત દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
1500 કરોડનું કૌભાંડ અને 130 કરોડની નોટિસ, બાબુ જેલમાં
પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ કક્ષાના સીનિયર મંત્રી બાબુભાઈ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી ખનીજ ચોરીના રૃ.130 કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ.1200થી 1500 કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ.55 કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. 2006માં પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરિયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની 11 કંપની સામે રૂ.250 કરોડની ખનીજ ચોરીની રીકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. એ સમયે મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદી હતા. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝવારી જમીનમાંથી રૂ.55 કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ.250 કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રીકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું. બગવદર પોલીસ સ્ટેશનમાં 5 ઓક્ટોબર 2006ના રોજ સૌરાષ્ટ્ર કેમીકલ્સના માઈન્સ મેનેજરે નોંધાવેલી ફરિયાદ આધારે બાબુ બોખીરીયા સહિત ચાર સામે ગુન્હો નોંધાયો હતો. બોખીરીયાને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન ન આપતા છેવટે બોખીરીયા યુ.કે. ચાલ્યા ગયા હતા. અને ત્યાંથી પરત આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી જ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી તેમને ભાજપે વિધાનસભાની ચૂંટણીની ટીકિટ પણ આપી નહોતી. જોકે નીચલી કોર્ટે તેને દોષિત ગણી સજા ફટકારી હતી. પરંતુ પોરબંદરની ઉપલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા હતા.
બે વર્ષમાં 31 ખાણ સામે ફરિયાદ
31-12-12ની સ્થિતિએ જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં છેલ્લાં બે વર્ષમાં લાઇમસ્ટોન, કિંમતી પથ્થરો વગેરેની ગેરકાયદે ચોરી કરીને રોયલ્ટીની ચોરી કરવામાં આવી હોવાનું અંદાજે 31 ફરિયાદો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા મળી હતી. કેટલીક ફરિયાદો ટેલિફોન દ્વારા નામ જણાવ્યા વગર સરકારને મળી હતી તો કેટલીક ફરિયાદો નામજોગ મળી હતી. ઉના તાલુકામાં અસવાળા, લાંભધાર, ઉના, સીમ, વરસિંગપુર, હેલમપુર, વડવિયાળા, બોડીદર વગેરે સ્થળોએ રોયલ્ટીની ચોરી થઇ હોવાની ફરિયાદો મળી હતી. સત્તાવાળાઓએ લીઝધારકો પાસેથી રોયલ્ટી ચોરીની વસૂલાત કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી.
સરકારી જમીન પર ખાણો
જુનાગઢના વિજાપુર ગામ નજીક વિકલાંગોની સંસ્થા પાછળ સરકારી જમીનમાં પથ્થરની ખાણ રૂ. ૮૯ લાખ ૯૮,૪૨૦ની ૨૬૪૬૫ મેટ્રીક ટન પથ્થરની ખનિજ ચોરી પકડી પાડવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી બિલ્ડીંગ સ્ટોન મઢવા માટે ૬ ચકરડી, પાંચ ટ્રેકટર, પાંચ ટ્રક, ૧ જેસીબી, બે જનરેટર ૬૦૦ ફુટ કેબલ, ૭૦૦ લીટર એલડીઓ સહિત રૂ. ૬૧ લાખ પપ,૮૦૦ના સાધનો સહિત કુલ રૂ. ૧ કરોડ, ૫૧ લાખ ૫૪,૨૨૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેમા રામા સીદી, યાસીન હબીબ ચોૈહાણ, સબીર ઇસ્માઇલ બેલીમ, સાગર કાના વાડોદરીયા, વિજય રાણા ભરવાડ, સાહિલ રફીક મકરાણી, શેર આલમ ખાન મકરાણી, રાજુ દામજી કોળી, અલ્તાફ છોટુ અને દેવદાન ભાયા સહિત ૧૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ઊનાતાલુકાના નાઠેજ ગામે ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણ ઝડપી લઇ 4 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોરબંદર નજીકના બળેજ ગામે એક કરોડની ખનીજચોરીનો ગૂન્હો નોંધીને જુનાગઢ આર.આર. સેલે ત્રણ શખ્સોને પકડી પાડયા છે. સરકારી પડતર જમીન સર્વે નં. પર પૈકી 4 માં ગેરકાયદે ખાણ ચલાવતા બળેજના નગા હરદાસ દાસા, માણાવદરના માલદે ભુરા તથા ચીંગરીયાના રાજેશગીરી ઉમેશગીરી ગોસ્વામી અને બળેજની ટોડારા સીમના હરદાસ ઓઘડ દાસા સામે કાર્યવાહી કરીને છ ચકરડી (પથ્થર કટર મશીન), બે જનરેટર સાથે ર0, 989 મેટ્રીકટન બિલ્ડીંગ સ્ટોન કે જેની કીંમત 92 લાખ 39 હજાર 37પની થવા જાય છે જેની પથ્થર ચોરી કરી હોવાનું જણાવીને માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.
૪૧ ગામોનાં સરપંચોનું કલેકટરને આવેદનપત્ર
ગીરનારના જંગલને અભયારણ્યનો દરજજૉ મળ્યા બાદ તેની સરહદથી પાંચ કિમીની ત્રિજીયામાં પણ વન અધિનિયમનાં પેટા કાયદાને પગલે ખેડૂતોને અનેક મુશ્કેલીઓ પડે તેમ હોઈ જૂનાગઢ અને ભેંસાણ તાલુકાના ૨૭ ગામોને આ પેટા નિયમોની અમલવારીમાંથી મુકિત આપવાની માંગણી સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
રાજ્યમાં ક્યાં કેટલી ચોરી
જીલ્લાનું નામ તા.૧-૬-૨૦૧૭થી તા.૩૧-૫-૨૦૧૮ દરમ્યાન પાડેલ દરોડા તા.૧-૬-૨૦૧૮થી તા.૩૧-૫-૨૦૧૯ દરમ્યાન પાડેલ દરોડા પકડાયેલ ખનીજ ચોરીની રકમ (રૂ.લાખમાં)
પોરબંદર ૨ ૧ ૧૦૩૦.૫૫
છોટા ઉદેપુર ૨ ૬ ૭૯૯.૪૯
જામનગર ૨ ૧ ૪૧૪૭.૨૭
સુરેન્દ્રનગર ૧ ૫ ૩૪૩.૭૬
નર્મદા ૧ ૦ ૨૮૬.૨૭
છોટા ઉદેપુર ૨ ૬ ૭૯૯.૪૯
બનાસકાંઠા ૧ ૪ ૭૮.૨૨
(દિલીપ પટેલ)
————————–
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે ખાણ અને ખનિજ વિભાગ છે. તેમના વિભાગમાં જ સૌથી વધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
કૌભાંડ પકડનારા અને કૌભાંડ દબાવનારા કેટલાંક જવાબદાર અધિકારીઓ છે.
ગેરકાયદેસર ખાણકામ અને પરિવહનની ફરિયાદો
079 23 254 030
વડા કાર્યાલય, ગાંધીનગર
ક્રમ નંબર નામ હોદ્દો ટેલિફોન નંબર ફેક્સ નંબર મોબાઇલ નંબર ઇ-મેઇલ
1 અરૂણકુમાર એમ. સોલંકી, આઈ.એ.એસ. કમિશનર 079-232 54151 079-23256794 – કમિશનર-cgm@gujarat.gov.in
2 ડી.એમ.સોલાંકી, જી.એ.એસ. એડિશનલ ડિરેક્ટર (ડેવલપમેન્ટ) અને આઇટી 079-23253955 – – ad-devp-cgm@gujarat.gov.in
3 ડી.એમ.શુકલા, જી.એ.એસ. એડિશનલ ડિરેક્ટર (એફએસ) અને (એક્સપ્રેસ) 079-23253957 – – ad-fs-cgm@gujarat.gov.in; ad-tech-cgm@gujarat.gov.in
4 એમ.આર. વાલા ભૂસ્તરશાસ્ત્રી (હરાજી-સેલ), ડીવાય. દીર. (એફએસ) 079-23254464 – 97277 06383 geo-auction-cgm@gujarat.gov.in
5 સંજય શાહ પીએથી કમિશનર 079-23254151 079-23256794 – pa2cgm@gujarat.gov.in
6 વિનોદ જ્હોન પીએ થી કમિશનર 079-23257779, 079-23254036 – – pa2cgm@gujarat.gov.in
7 આર બી ધ્રુવ ચીફ કેમિસ્ટ – લેબોરેટરી 079-23253956 – 9879560790 ડિરેક્ટર-lab-gmrds@gujarat.gov.in
8 કે.એચ. ચાંપા કેમિસ્ટ (I / C) (લેબોરેટરી) – 079-23253957 96874 88575 ડાયરેક્ટર-lab-gmrds@gujarat.gov.in
9 બી.એમ.જાદવ ખાતા અધિકારી 079-23253954 – 97277 06366 acc-gnm@gujarat.gov.in
10 જે એમ પટેલ સિનિયર ભૂસ્તરશાસ્ત્રી અને ડાય. ડિરેક્ટર (લીઝ) 079-23253952 – 97277017932 ag- कृपया1-cgm@gujarat.gov.in
11 વીણા પાડિયા ડાયરેક્ટર (ડીએમએફ) – – 95584 12009 ડાયરેક્ટર-dmf@gujarat.gov.in
12 વિપુલ પ્રજાપતિ સહાય ડિરેક્ટર (આઈટી) 07923254034 – – ad-it-cgm@gujarat.gov.in
13 મન ચૌધરી સહાય. ભૂસ્તરશાસ્ત્રી – – 99131 14477
સરનામું ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર
બ્લોક નંબર 5, ત્રીજો માળ, નવી સચિવાલય, ગાંધીનગર.
ફોન 079-23250703, 50701
શ્રી એમ કે દાસ, આઈએએસ
મુખ્ય શાખા તમામ શાખા ઉદ્યોગો અને ખાણો 23250701, 23250703
મમતા વર્મા, આઈએએસના અગ્ર સચિવ એસ ટુરિઝમ, વાય શાખા ટૂરિઝમ, દેવસ્થાનમ 23250707, 23251862 સંપ્રદાય સંદેશ @gujarat.gov.in
શ્રી સંદિપ કુમાર, આઈએએસ સચિવ ડી 2 શાખા, કેએચ શાખા, કેએચ 1 શાખા કુટીર ઉદ્યોગ, ડીજીપીએસ 23257388, 23257389 Seccri@gujarat.gov.in
સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને અન્ડર સચિવ
બી એસ મહેતા સંયુક્ત સચિવ જી શાખા, આઇ શાખા, પી શાખા બીઆઇએફઆર, જીઆઈડીસી, ઈન્ડેક્સટ બી, Industrialદ્યોગિક નીતિ, મોટા ઉદ્યોગો 23250732 js-inc-imd@gujarat.gov.in
દિનેશ પરમાર જોઇન્ટ
સચિવ ડી શાખા, આઇટી સેલ, કેશ, રજિસ્ટ્રી, અપીલ શાખા, જે શાખા, બી શાખા સ્થાપના, સ્ટોર, આઇટી, રજિસ્ટ્રી, અપીલ, સમન્વય, બજેટ 23255544,
23256466 ds-estt-imd@gujarat.gov.in ds-appeal-imd@gujarat.gov.in
એમ એમ ડાભી ડાય. સેક્રેટરી
(ઇન્ચાર્જ) કેએચ શાખા, કેએચ 1 શાખા, ડી 2 શાખા ડીજીપીએસ, આઈએનડીએસટીસી, કુટીર ઉદ્યોગ 23250727 ds-ci-imd@gujarat.gov.in
ડી જી ચૌધરી ડાય. સચિવ સીએચ શાખા, સીએચ 1 શાખા, ડી 1 શાખા, ડી 3 શાખા માઇનિંગ નીતિ, સેવાઓ (આઇસી), સેવાઓ (સીજીએમ) 23250715, 23250716 ds-mines-imd@gujarat.gov.in
આનંદ બિહોલા ડાય. સેક્રેટરી આઇ 1 શાખા, સીએચ શાખા ઉદ્યોગ, એમએસએમઇ, સોલ્ટ, કાપડ, નાના ઉદ્યોગ 23250713 – 23250714 ds-ind-imd@gujarat.gov.in
એમ એસ શાહ અન્ડર સચિવ જી શાખા, આઇ શાખા જીઆઈડીસી, અનુમાન બી, ઉદ્યોગ નીતિ, જીએસએફસી, જીઆઈઆઈસી, એમએસએમઇ 23250730 us-inc-imd@gujarat.gov.in અંકિતા સંગાડા
એન એન ચાવડા અંડર સેક્રેટરી બી શાખા બજેટ 23250885 us-bud-imd@gujarat.gov.in
જીગર પટેલ અંડર સેક્રેટરી ડી 1 શાખા, ડી 3 શાખા આઈસી એસ્ટાબ્લિશમેન્ટ, સીજીએમ એસ્ટાબ્લિશમેન્ટ 23254771 us-serv-imd@gujarat.gov.in
આઈ એસ શેઠ અન્ડર સચિવ છ.હા.શાળા, છ.હ. શાખા, અપીલ શાખા માઇનિંગ નીતિ, અપીલ 23258139 us-mines-imd@gujarat.gov.in
વિભાગ અધિકારીઓ
મહેન્દ્ર ચાવડા વિભાગ અધિકારી
અપીલ શાખા ખાણો અને ખનિજોની અપીલ 23255863 so-appeal-imd@gujart.gov.in
મિત્તલ બારીયા વિભાગ અધિકારી કે.એચ.1 શાખા ખાદી ગ્રામોધયોગ 23254775 so-kh1-imd@gujart.gov.in
પ્રસુન પટેલ
વિભાગ અધિકારી
સીએચએચ શાખાની ખાણકામ નીતિ 23250737 so-chh-imd@gujarat.gov.in
પલક માડિયા વિભાગના અધિકારી I શાખા પ્રોત્સાહન, ગુજરાત Industrialદ્યોગિક વિકાસ મંડળ (જીઆઈડીબી), અનિશ્ચિત બી, ઉદ્યોગસાહસિક વિકાસ કેન્દ્ર (સીઈડી) 23250743 so-i-imd@gujarat.gov.in
જીગ્નેશ અમીન વિભાગ અધિકારી સીએચએચ 1 શાખાની ખાણકામ નીતિ 23250725 so-chh1-imd@gujarat.gov.in