[:gj]ગોંડલમાં વકરતી ભાજપની રાજકીય દાદાગીરી[:]

[:gj]ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપત જાડેજાના પૌત્રોએ હવામાં ગેસ સિલિન્ડર પિસ્ટલમાંથી ફાયરીંગ કરતાં હોવાનો વિડિયો જાણી બુજીને વાયરલ કર્યો છે. રીબડા પાસે જન્મ દિનની મીજબાનીમાં કાર લઈને નિકળેલા યુવાનો કારના છાપરું ખોલી બંદુક જેવા હથિયારથી ફાયર કરતાં હોવાનો વિડિયો મિત્રો દ્વારા ઉતારવામાં આવ્યો હતો. બીજો વિડિયો પણ વાયરલ કરાયો હતો. રાજદીપ જાડેજાનો જન્મ દિવસ હતો ત્યારે ધુમાડો અને અનાજ કરે એવી ગન – પીસ્ટલથી ફાયરીંગ કરતાં હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે. પોલીસ કરે છે કે કોઈ જાનહાની ન થાય એવા હથિયારથી ફાયરીંગ કરાયા હતા. બંદુક ન હતી. આવા વિડિયોથી ગોંડલમાં સામાન્ય લોકોમાં ભય ફેલાયો હોવા છતાં પોલીસે ભાજપના આ વગદાર લોકોની સામે કોઈ ફરિયાદ કરી ન હતી. માજી ધારાસભ્ય મહિપત જાડેજા એક હત્યાના કેસમાં ગુનેરાગ છે અને જેલમાં છે. તે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરવા માટે પોસ્પિટલના બદલે જાહેર સભામાં ભાસણ કરી રહ્યો હતો. આ અંગે ગુજરાતની વડી અદાલતે તેની સામે તપાસ કરવાના આદેશ કર્યા છે.

વન અધિકારીઓને માર્યા હતા

25 માર્ચ 2018ના દહેરાદૂનથી ભારત દર્શન કરવા આવેલા 47 ટ્રેઈની ફોરેસ્ટ અધિકારીઓની બસ ડીઝલ પુરાવવા રીબડા ગામના પેટ્રોલ પંપે ઉભી રહી ત્યારે પેટ્રોલ પંપ પર પેશાબ કરવાની સુવિધા ન હોવાથી માજી ધારાસભ્યના ઘર નજીક લઘુશંકા કરવા માટે નીચે ઉતરેલા ફોરેસ્ટ અધિકારીઓ ઉપર માજી ધારાસભ્ય સહિતના ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. તેમણે ચાર ઓફિસરોને માર મારતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મહિપતસિંહ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ ડખ્ખામાં સ્કોર્પિયો લઈને આવેલ હુમલાખોરો શોધી કાઢવામાં તથા પૂર્વ ધારાસભ્યને બચાવવા માટે પોલીસે પહેલાં તો આ ગુનો દબાવી દીધો હતો. પણ IFS અધિકારીઓનું ગાંધીનગરથી દબાણ આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. આમ સરકાર દ્વારા ગુંડાઓનો બચાવ થઈ રહ્યો હોવાનું ગોંડલના લોકો માની રહ્યાં છે.

રાજકારણમાં ઉપયોગ

તેનો ઉપયોગ સૌરાષ્ટ્રમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં કર્યો હતો. જેમને ભાજપ સરકારના સર્વોચ્ચ નેતા સાથે અને રાષ્ટ્રીય ભાજપના નેતા બચાવી રહ્યાં છે. રાજ્યના મુખ્ય સચિવે મહિપતને જેલ હવાલે કરવા માટે પોલીસને આપેલી સૂચના છતાં છેલ્લાં 10 દિવસથી તે ભાગતો ફરતો હતો. તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી. પોલીસ અધિકારી એ.એન.વસાવાને એવી બાતમી રીબડાથી મળી હતી કે, મહિપર રીબડામાં જ છુપાયો છે અને મહિપતને તેના ઘર પાસેથી જ દબોચી લેવાયો હતો.[:]