જનરલ ડાયર પછી મેજર સટેએ ગુજરાતના 1200 લોકોને ગોળીએ દીધા હતા

13 એપ્રિલ1919માં અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં અંગ્રેજ જનરલ ડાયરે કરેલા અંધાધુંધ ગોળીબારમાં અનેક નિર્દોષ લોકોની હત્યા કરી હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જલિયાવાલા બાગની ઘટનાને 3 વર્ષ પછી ગુજરાતના  સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના પાલ-દઢવામાં ભયાનક હત્યાંકાંડ 7 માર્ચ 1922ના રોજ થયો હતો, જેમાં 1200 લોકોની હત્યા અંગ્રેજોએ કરી હતી.

રાજસ્થાન – મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતે બ્રિટીશ સામ્રાજ્યવાદી લગાન વધારવાના જુલમ સામે ઝઝૂમવા દઢવાવ ગામે હેર નદીને કાંઠે એક સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ એકત્રિત થયેલા હતા. મેવાડ ભીલ કોર્પસ (એમ.બી.સી.) નામના બ્રિટીશ અર્ધ લશ્કરી દળના હથિયારબંધ જવાનો સભાના સ્થળે ગોઠવાઈ ગયા હતા. સભામાં મોતીલાલ તેજાવતે કડક ભાષામાં વેરા વધારાનો પ્રચંડ વિરોધ કર્યો હતો.

અવાજને ડામી દેવા અંગ્રેજ અધિકારી મેજર એચ. જી. સટે ગોળીબારનો આદેશ આપ્યો હતો. આ દિવસે જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ વધુ માણસો શહીદ થયા હતા. હત્યાકાંમા અબુધ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો પણ જોડાયા હતા.

પાલ ગામમાં આવેલા પાલ પેલેસના દરવાજા પર અંગ્રેજોએ છોડેલી ગોળીઓના નિશાનો અકબંધ છે. અહીં સુકાઈ ગયેલા આંબાના ઝાડના થડમાં ગોળીયોના નિશાન છે. ગોળીબારમાં જીવને બચાવવા કુવામા પડ્યા હતા. જ્યાં આજે પણ તેના અવશેષો મળી આવે છે. દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા હજારો યુવાનો આઝાદીના રંગે રંગાયેલા આ શહીદવીરોની યાદમા અહી સ્મારક બનાવવામાં આવેલું છે. ભાવનગર શામળદાસ આર્ટસ કોલેજના પ્રોફેસર હરપાલ રાણાને ગામના માજી સરપંચએ પણ માહિતી પુરી પાડી હતી.

ગોળીબાર અટકાવવા ત્યાં ઉભેલી બાલેટાગઢ ગામની એક આદિવાસી મહિલા સોમીબેન ગામીતે સુલેહ કરાવવા માટે પોતાની સાડી અંગ્રેજો અને વનવાસીઓ વચ્ચે ફેંકી.

બચવા માટે કેટલાલ કોટની દીવાલ કૂદેલા પણ તેઓ સીધા કુવામાં પડીને મોતને ભેટ્યા. તો બાકીની લાશો પણ અંગ્રેજોએ એ કુવામાં જ નાખી દીધેલી. તો અન્ય લાશોને બાજુમાંથી પસાર થતી ‘હેર’ નદીમાં વહાવી દીધી.

વિજયનગરના ઈતિહાસ વિદ બીપીનભાઈએ 200 પાનાનું પુસ્તક તૈયાર કરેલું છે. આ પુસ્તકમાં હત્યાકાંડને લગતી  માહિતી છે.

પોતાની વાત સાર્થક કરવા એમને લીધો છે સરકારી ગેજેટનો સહારો. એ વખતે અંગ્રેજ સરકારે લખેલા ગેજેટનો એક અંક હિમતનગર ખાતે રહેતા વરિષ્ઠ પત્રકાર પાસે છે. એમાં ગુજરાતની તમામ ભૌગોલિક સ્થિતિ, ઘટનાઓ સહિતની વિગતો આલેખાઈ છે. પરંતુ એમાં ક્યાય પણ વિજયનગરના હત્યાકાંડનો ઉલ્લેખ નથી થયો. ત્યારે આ ગેજેટનાં આધારે તેઓ માંને છે કે વિજયનગરમાં આવી કોઈ જ ઘટના ઘટી નથી. ત્યારે જો આ વાત સાચી માનીએ તો સાબરકાંઠા જીલ્લાનું વહીવટી તંત્ર કયા આધાર ઉપર આ સ્મારકનો ઉલ્લેખ સાબરકાંઠાના ઇતિહાસમાં કરે છે. જો કોઈ આધાર જ નથી તો ઈતિહાસ સાથે કેમ ચેડા થઇ રહ્યા છે.