અરવલ્લી જિલ્લામાં ટીબીનો ફેલાવો અટકે તે માટે , જેને બે અઠવાડિયાની ઉધરસ , સાંજ પડે તાવ , રાત્રે પરસેવો , ભુખ ના લાગે , વજન ઘટે , છાતીમાં દુ ઃ ખાવો , ગળફામાં લોહી આવવું તો ટીબી હોઇ શકે . ટીબીના નિદાન સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ટીબીની સારવાર મેળવી શકશે . ટીબીના દરેક દર્દીને ભારત સરકાર બેન્ક એકાઉન્ટ હશે તો દર્દીને સારવાર ચાલુ રહેશે ત્યાં સુધી દર માસે રૂ . ૫૦૦ મળવાપાત્ર થશે એમ જિલ્લા ક્ષય અધિકારી , મોડાસા જિલ્લો – અરવલ્લીની એક અખબારી યાદી દ્રારા જણાવાયું છે.