રાજકોટ,તા.14
રાજકોટના યુનિવસિર્ટી રોડ પર આવેલા એન્જોય હેર સલૂનમાં ડી સ્ટાફના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી સંચાલકને લૂંટી લીધો હતો. ચલાવવાના ગુનામાં સંડોવાયેલા ટ્રાફિક બ્રાન્ચના ત્રય પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રાન્ચના વોર્ડન સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં ડીસીપ એ આરોપી ત્રણેય લોકરક્ષક ને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ટ્રાફિક વોર્ડનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. બ્યુટી પાર્લરની આડમાં ખોટા ધંધા કરો છો તેવું કહી સંચાલક અશોક વાઘેલાને માર મારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઇ જવાનું કહી તેમની પાસેથી 85 હજાર રોકડા પડાવી લીધાં હતા. હતા.તેમજ પોતાની ઓળખ જાહેર ન થાય તે માટે પુરાવાનો નાશ કરવા બ્યુટીપાર્લરમાં લગાડેલા સીસીટીવી કેમેરાનું રુપિયા 4000 ની કિંમત પણ લૂંટ ચલાવી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી. આડેદરા અને તેમની ટીમે આ પ્રકરણમાં તપાસ કરી ગુનો નોંધી આ પ્રકરણમાં સંડોવાયેલા ટ્રાફિક બ્રાંચમાં લોકરક્ષક કેયુર વનરાજ આહિર, તેમજ જોગેશ રમેશ ઠાકરિયા,પ્રવીણ વજુભાઇ મહિડા તેમજ ટ્રાફિક શાખાના વોર્ડન તરીકે ફરજ બજાવતા અને નવઘણ યોગેશ દેગડાની ધરપકડ કરી હતી.