ગાંધીનગર, 28-01-2020
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય માટે બટાટાનું ઉત્પાદન કેવી રીતે વધારવું તેની ચર્ચા માટેનો વૈશ્વિક મંચ પૂરો પાડે છે.
ગુજરાત દેશમાં બટાટાનું ઉત્પાદન કનારા અગ્રણી રાજ્યો પૈકીનું એક છે, ખેડૂતોને બટાટાની ખેતીમાં નવા સંશોધનો, નવી ટેકનોલોજી, બટાટાની નવી જાતો અને તેની ખેતી માટે જરૂરી માહિતી મળી રહે તે માટે આ સંમેલનમાં તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત બટાટાનાં ઉત્પાદનમાં દેશનું ટોચનું રાજ્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે છેલ્લાં 11 વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતરનો વ્યાપ આશરે 20 ટકા વધ્યો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં આશરે 170 ટકાનો વધારો થયો છે જે પ્રશંસનીય બાબત છે.
ગુજરાત હેક્ટર દીઠ વધુ ઉત્પાદન લેવામાં પ્રથમ છે એક દાયકાની અંદર દેશમાં બટાટાના ઉત્પાદનમાં 53 ટકાનો વધારો થયો છે આજે દેશમાં બટાટાનું ઉત્પાદન 525 લાખ ટન સુધી પહોંચ્યું છે આવનારા દિવસોમાં હજુ બટાટાના ઉત્પાદનમાં કેવી રીતે વધારો થાય તે માટે આ સંમેલન મહત્વનું સાબિત થશે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓની સાથે-સાથે આવા સંમેલનોનું આયોજન થાય અને ખેતી તથા તેની સાથે જોડાયેલા દરેક ક્ષેત્રના લોક એક મંચ પર આવે તો તેનો દરેકને લાભ મળે અને ખેડૂતો સમૃદ્ધ થાય.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક બટાટા સંમેલનના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ ઉપસ્થિત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.