દરવખત ની જેમ આગ લાગે તેની પેલા બનાવટી કૂવો ખોદવાની તૈયારી

અમદાવાદ જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા વહીવટી તંત્રની તાકીદે
બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ તકેદારીના ભાગરૂપે તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રીએ જિલ્લામાં એનડીઆરએફ અને એસ.ડી.આર.એફ. ટુકડીઓની તૈનાતીની સમિક્ષા કરી હતી.
આ ઉપરાંત કલેક્ટરશ્રીએ સંભવિત ટ્રાફિક સમસ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવ નિવારવા
જરૂરી સુચનો આપ્યા હતા.
તેઓશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં ૧૬૭ ડિ-વોટરીંગ પંપ તૈનાત કરવામાં આવ્યા છે તથા જરુરી
રાશન અને દવાના પુરવઠાની સમીક્ષા કરવામાં આવી છે.
કલેક્ટરશ્રીએ જિલ્લાના વિવિધ વિભાગના સંલગ્ન અધિકારીશ્રીઓને સંભવિત વરસાદી આપદા ને
પહોંચી વળવા રાઉન્ડ-ધી-ક્લોક તૈયાર રહેવા આદેશ આપ્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં ફાયર બ્રિગેડ દ્વારા લાઇફબોટ અને લાઈફ-જેકેટ સાથે
તરવૈયાની ટુકડી પણ તૈનાત છે. તથા શક્ય આપદાને પહોચિ વળવા જિલ્લા પ્રશાસન દ્વારા કંટ્રોલરૂમ
કાર્યરત છે. કલેક્ટર કચેરી ખાતે આપદા વ્યવસ્થાપન માટે કંટ્રોલરૂમ ટેલીફોન નં. ૦૭૯-૨૭૫૬૦૫૧૧
કાર્યરત છે.

પરંતુ જોવાનું એ રહ્યું કે આ પૂર્વ તૈયારીઓ કેટલી સફળ રહે છે કે પછી દરવખત ની જેમ આ વખતે બે નિષ્ફળ રહે છે