દાહોદ શહેરના રેલવે કારખાનાને 90 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવાનો પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા બજેટમાં વિસ્તાર વધારવા અને નવી મશીનરી ખરીદવા માટે 28,94,43,000, એમટીઆર સુવિધાના વિકાસ માટે 5.37કરોડ અને એન્જીન બનાવવાની ક્ષમતા વધારવા 16.95 કરોડ મળીને કુલ 51,26,43,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દાહોદના રેલવે કારખાનાનો વિસ્તાર વધારવા નવું બિલ્ડીંગ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. વેસ્ટ અહીં ફેંકી દેવાતું હતું. કારખાનામાંથી માટી માંથી ભંગારનું લોખંડ શોધવા માટે શ્રમજીવીલોકોની ભીડ ઉમટી હતી. રેલવે વિભાગે ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં જ આ માટી ઠાલવી હતી. માટીના ઢગલા પર ચઢીને લોખંડ શોધતાં જોવા મળ્યા હતાં. 300 ટ્રેક્ટર માટી બહાર કઢાય તેવો અંદાજ છે. કારખાનામાં જ બનાવેલા હેરીટેજ રૂમ પણ અહીં છે.