સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા.
સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડેલ સમાન નગર પાલિકાની ટીમ દ્વારા સાથે રાખેલ ટ્રેક્ટરમાં આ સમાન મૂકી દેવામાં આવ્યો હતો. હોટેલ, દવાખાના અને મોટી સંસ્થાઓ પાસે પાર્કિંગ નથી તેઓને નોટિસ પાઠવી વહેલી તકે તેની વ્યવસ્થા કરવામાં કહેવામા આવ્યું છે. જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
વારંવાર નિયમનો ભંગ કરશે તો તેને આકરો દંડ કરી તેના પ્રત્યે કડક વલણ અપનાવવામાં આવશે. અને આવનારા દિવસોમાં સમગ્ર શહેરમાં CCTV કેમેરા લાગશે અને ક્રેનથી કામગીરી ચાલુ જ રહેશે અને ટ્રાફિકને અડચણ રૂપ જે પણ વાહનો ખોટા પાર્ક કરેલા હશે કે દુકાન કે લારી ગલ્લા અડચણ રૂપ હશે તેને સખત દંડ કરવામાં આવશે અને હવે કોઈપણ પ્રકારની ભૂલ સાંખી લેવામાં આવશે નહીં.
બીજી વખથ ભૂલ કરશે દુકાનોને સીલ પણ મારી દેવામાં આવશે. સ્માર્ટ સિટી એકલા વહીવટીતંત્ર થી કે પ્રશાશનથી બની જવાનું નથી. તેના માટે લોક ભાગીદારી જરૂરી છે. લોકોએ પોતે સ્વયંભૂ આ કામગીરીમાં જોડાવું પડશે, લોકોએ પોતે ડિસિપ્લિનમાં રહેતા શીખવું પડશે, લોકોએ પોતે સ્વચ્છતા માટે જાગૃત રહેવું પડશે, ટ્રાફિક માટે પાર્કિંગ વ્યવસ્થિત રીતે કરવું પડશે. પોતાની દુકાનને વધુ પડતા ઝુકાટ કાઢી આગળ ન લાવવા જેવી બધી જે અમુક બાબતો છે. તે લોકોએ સમઝવું પડશે, આ સ્માર્ટ સિટીના અભિયાનમાં લોકોનો પણ પોતાનો ફાળો આપવો પડશે. પ્રશાશન દંડ કરીને અમલ કેટલા દિવસ કરાવી શકશે. રોજે રોજ દંડ કરીને અમલ કરાવું એ પ્રશાશન માટે પણ શક્ય લાગતું નથી. લોકો સ્વચ્છતા કે ટ્રાફિકનું પાલન નહીં કરે તો પ્રશાશન દંડ તો કરશે જ પરંતુ લોકો સ્વયંભૂ જો પાળશે, લોકો સ્વયંભૂ જાગૃત રહી ધ્યાન રાખી પાલન કરશે તો દાહોદને સ્માર્ટ સીટી બનતા વાર નહીં લાગે.
કેવું છે સ્માર્ટ સિટી
સ્માર્ટ સિટી માટે રૂ.1000 કરોડ મંજૂર કર્યા છે. દાહોદ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો છે. આદિવાસી સંસ્કૃતિનું મ્યુઝિયમ બનાવવામાં આવશે. એરપોર્ટ, FM રેડિયોનું પ્રસારણ વધારવામા આવશે. F.C.I. ગોડાઉન, સ્વચ્છતા, કચરો અને ગટર માટે સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, નગરજનોને પીવાનું શુધ્ધ પાણી, વરસાદી પાણીનો સંગ્રહ, છાબ તળાવની સુંદરતા, સીટી બસ, ટ્રાફિક સમસ્યા, મુખ્ય સ્થળ પર CCTV કેમેરા, દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેનટ હનીવેલ ઓટોમેશન ઇન્ડિયા પ્રા.લી.ના અધિકારી કામ કરી રહ્યાં છે તેમાં ડેટા સેન્ટર, સ્માર્ટ ડીઝાસ્ટર, સીટી વાઈડ O.F.C., સીટી વાઈડ Wi-Fi નેટવર્ક, સીટી સર્વેલન્સ સેન્ટર, સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સેન્ટર, સ્માર્ટ વેસ્ટ મેનજમેન્ટ, સીટીઝન કનેક્ટર એપ્લીકેશનનો સમાવેશ થાય છે.