દેવભૂમિની ભૂમિ અપવિત્ર કોણે કરી ?

દેવભૂમિ દ્વારકામાં નયારા એનર્જીથી ફેલાતા પ્રદૂષણથી જમીન, પાણી, હવા, પશુ, અનાજ, આરોગ્યથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી કંપની સામે ધરણાં કરી લડતના મંડાણ 01 નવેમ્બર 2018થી કર્યા છે.

તેઓ માંગણી કરી રહ્યા છે કે કેમિકલયુક્ત પાણી થી ખરાબ થયેલ ખેડૂતોને દર વર્ષે વળતર આપો. દરેક ગામના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ આપો. કંપનીના આસપાસના ગામોના યુવાનોને રોજગરીમાં પ્રાથમિકતા આપો. જમીન સંપાદન વખતેના ખેડૂતો અને કંપની વચ્ચે થયેલા કરારનું પાલન કરો. કન્વેયર બેલ્ટના પ્રદૂષણથી ખેડુતોના ઉભા પાકને થતું નુકશાન અટકાવોો. જમીનના તળમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે જેના કારણે આસપાસના ગામોના પીવાના પાણી કેમિકલ યુક્ત થઈ ગયા છે તેનો સત્વરે નિકાલ લાવો.

પહેલાની એસ્સાર અને અત્યારે નયારા એનર્જી કંપની નામે ઓળખાતી કંપની સામે ખેડૂતો વિવિધ મુદ્દાઓ લઈને ગઈકાલથી પ્રતીક ધરણા પર બેઠા છે ખેડુતોની માંગ છે કે નયારા એનર્જી કંપની દ્વારા કેમિકલ કચરાને ઊંડા બોર કરી, તેમાં પંપીંગ કરી જમીનમાં ઊંડે સુધી ઉતારવામાં આવે છે જે કેમિકલ કચરો પાણી વાટે આસપાસના ગામોના બોર અને કૂવામાં આવે છે જેના કારણે પાણી હવે પીવા લાયક કે ખેતી લાયક રહ્યું નથી. આ કેમિકલ કચરો જમીનમાં નાખવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને અમારા બોર કુવાના પાણી પ્રદુષિત થતા અટકાવવામાં આવે.

કન્વેયર બેલ્ટ દ્વારા હવામાં કોલસાના જીણા રજકણો ઉડે છે જે પાક ને તો નુકશાન કરે જ છે સાથે સાથે માનવી માટે પણ નુકશાનકારક છે તેના દ્વારા હવામાં થતું પ્રદુષણ અટકાવવામાં આવે. જામીન સંપાદન વખતે કંપની અને ખેડૂતો વચ્ચે થયેલા મૌખિક કારરનું પાલન કરવામાં આવે. કંપનીએ દત્તક લીધેલા ગામોને માત્ર કાગળ પર નહિ પરંતુ ખરા અર્થમાં બધી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે.

આસપાસના ગામોના યુવાનોને કંપની એક્ટ મુજબ સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવે. કંપનીઓ એ કંપની એક્ટ મુજબ સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થાનિક ગામોમાં આરોગ્ય, શિક્ષણ વગેરે બાબતોને પ્રાથમિકતા આપવી જોઈએ પરંતુ અહીં તો ઊલટું છે. સામાજીક જવાબદારી નિભાવવાને બદલે સામાજિક વ્યવસ્થા કેમ તૂટે તેના માટે કંપની પ્રયત્નશીલ હોય તેવું લાગે છે. તેવો આરોપ ખેડૂતોએ મુક્યો છે.

પ્રરિક ધરણામાં બેઠેલા 20 ગામના ખેડુતોએ આજે પ્રદૂષણનું પ્રદર્શન કાર્યક્રમ યોજી, પાણીના સરકારી લેબોરેટરી માં થયેલા રિપોર્ટ લોકો સામે મુક્યા હતા. અગાઉ ખેડૂતો આ રિપોર્ટ પ્રદુષણ બોર્ડ, દિલ્હી અને ગાંધીનગર, માનવ અધિકાર પંચ દિલ્હી ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને દેશના વડાપ્રધાન સુધી પત્રો લખીને મોકલ્યા છે તેમ છતાં કોઈ જ પરિણામ ન આવતા ઉપવાસ આંદોલન કરવાની કજેડુતોને ફરજ પડી છે.

ઉપરોકત માંગો સાથે ઉપવાસમાં બેઠેલા ખેડૂતો પ્રદુષણનું પ્રદર્શન નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કંપનીના દરવાજા પાસે કરી કંપનીની પોલ ખોલી હતી.