GUJARAT: Farmers Forced to Sell Onions at ₹3 Kg, Loss of ₹10 Per Kg किसान 3 रुपये किलो प्याज बेचने को मजबूर, 10 रुपये प्रति किलो का नुकसान
દિલીપ પટેલ
અમદાવાદ,
3 રૂપિયે કિલો ડુંગળી ખેડૂતોની વેચાઈ રહી છે. ખેડૂતોની ખતરની પડતર એક લોકોના રૂ. 10 છે. નફો અને ખેતરનું ભાડું ગણવામાં આવે તો એક કિલોના રૂ. 12થી 15 સુધી વેચે તો નફો મળી શકે છે. ગુજરાતના ખેડૂતોને ડૂંગળીમાં રૂ. 260 કરોડની ખોટ થવાની પૂરી શક્યતા નિષ્ણાતો બતાવી રહ્યાં છે.
કૃષિ પ્રધાન જીતુ વાઘાણીના વિસ્તાર ભાવનગમાં ગુજરાતની 45-50 ટકા ડુંગળી પેદા થાય છે છતાં તેના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવી પડી રહી છે.
મે 2026માં કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે ડુંગળી ખરીદીનો દર વધારીને 15.80 પ્રતિ કિલોના કર્યો હતો. તેનાથી નીચે ભાવે ગુજરાતમાં ડુંગળી વેચાઈ રહી છે.
હેક્ટર દીઠ ખેડૂતોને ખર્ચ દોઢ લાખથી 2 લાખ આવે છે. તે હિસાબે એક કિલોએ રૂ. 6.50થી 7 રૂપિયા એક કિલો પડે છે.
જેમાં ખેડૂતોની મજૂરી ઉમેરવામાં આવે તો એક લિકોના રૂ.10થી 10.50 રૂપિયામાં એક કિલો પડે છે.
ઉનાળામાં 10,950 હેક્ટરમાં વાવેતર થયું છે. 24 ટનની સરેરાશ હેકટરે ઉત્પાદન ગણવામાં આવે તો 26 કરોડ કિલો થવાની ધારણા છે. તે હિસાબે એક કિલોએ 10 રૂપિયાની ખોટ ગણવામાં આવે તો 260 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય.
છતાં ગુજરાતના કૃષિ પ્રધાન જીતુ વાઘાણી કોઈ સહાય જાહેર કરી નથી.
સામાન્ય રીતે ઉનાળામાં 11128 હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પણ મે 2026માં ડૂંગળીનું વાવેતર હાલ ઉનાળામાં 10947 હેક્ટરમાં વાવેતર થયું છે. ઓછું વાવેતર છતાં ભાવ મળતા નથી.
હેક્ટરે સરેરાશ 25-30 લાખ ટન ઉત્પાદન થઈ શકે છે.
કૃષિ નિષ્ણાત ખેડૂત આગેવાન ડાહ્યાભાઈ ગજેરા કહે છે કે, કૃષિ વિભાગ ડૂંગળીના વાવેતરના આંકડા જાહેર કરે છે તેનો કોઈ સરવે થતો નથી. આડેધડ આંકડા જાહેર કરાય છે. ખરેખર તો ગુજરાતમાં કૃષિ વિભાગ જે આંકડા આપે છે તેનાથી બે ગણુ વાવેતર થઈ રહ્યું છે.
કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 2025-26માં રવિ મોસમમાં 88950 હેક્ટરમાં 2626049 ટન ડુંગળીના ઉત્પાદનની ધારણા હતી.
2024-25માં શિયાળુ 30339850 ટન અને 10910 હેક્ટરમાં 319240 ટન થવાની ધારણા હતી. આમ આખા વર્ષમાં 31 લાખ 56 હજાર 780 ટન થવાની ધારણા કૃષિ વિભાગની હતી.
1 લાખ 19 હજાર હેક્ટરમાં વાવેતર થયા હતા.
ગુજરાતમાં વર્ષ 2024–25 દરમિયાન ડુંગળીનું અંદાજીત ઉત્પાદન કૃષિ વિભાગે 24.87 લાખ ટન ઉત્પાદન થયું. હોવાનું જાહેર કર્યું હતું.
અંદાજીત ઉત્પાદન લાખ ટન
2020 – 16 લાખ 50 હજાર
2021 – 17 લાખ 80 હજાર ટન
2022 – 20 લાખ 50 હજાર ટન
2023 – 22 લાખ 20 હજાર ટન
2024 – 23 લાખ 60 હજાર ટન
2025 – 24 લાખ 87 હજાર ટન
2026 – 25 થી 26 લાખ ટન
ડૂંગળીનું સૌથી વધારે ઉત્પાદન ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર છે. ગુજરાતની 50 ટકા ભાવનગર જિલ્લામાં પેદા થાય છે.

ગુજરાતી
English





