ધારાસભ્ય ઈમાનદાર બેઈમાન, ભાજપની નિષ્ફળતા બહાર આવી

(દિલીપ પટેલ)

ભાજપ માટે એક ધારાસભ્ય ખડે તે પરવડે તેમ નથી. તેથી એકી સાથે 99 ધારાસભ્યોનું સંખ્યાબળ ભાજપને લઘુમતીનું ભાન કરાવતું હતું. તેથી અગાઉ ક્યારેય ન થયું હોય એવું અનૈતિક પક્ષાંતર ભાજપે રૂપાણીની સસરાકને બચાવવા માટે અમિત શાહે કરાવવું પડ્યું હતું. 2017ની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી. આ વાત ભાજપના ધારાસભ્યો સારી રીતે સમજી ગયા છે. તેથી રૂપાણી, વાઘાણી અને શાહને નાચ નચાવે છે. કાયદો નેવે મૂકીને સરકારમાં ધાર્યું કરાવી રહ્યાં છે. તેમાં વડોદરામાં થયેલો બીજો બળવો પૂરક બની ગયો છે. ઈમાનદારે બેઈમાની કરવા માટે રૂપામીનું નાક દબાવ્યું તેમાં તેઓ સફળ રહ્યાં આખો ભાજપ ઈમાનદારની બેઈમાની પર નાચ કરવા લાગ્યો છે.

સાચું તો એ છે કે વીજ બિલ ન ભરેલા હોય તો વીજ જોડાણ ગરીબોના કાપી નંખાય છે, તો જ્યાં ભાજપ શાસન કરે છે તે સાવલી નગર પાલિકાના વીજ તાર કેમ ન છોડી શકાય ?

ભાજપના ધારાસભ્યો કાયદો નેવે મૂકીને કામ કઢાવી રહ્યાં છે.

ઈમાનદારની ઈમારદારી હોય તો તેમનું ફેસબુક જોઈ લેવું જોઈએ. જેમાં ભાજપ સરકારના 22 કામનું પોતે લોકાર્પણ કરતાં હોય અથવા ખાતમુહુર્ત કરતાં હોય એવા તસવિરના પુરાવા છે. તેથી તેઓ એવું તો કહી શકે તેમ નથી કે સરકાર તેના કામ કરતી નથી. પણ ખરૂં એ છે કે ઈમાનદાર પોતે બેઈમારીના કામો કરાવવા માંગે છે, નહીંતર વીજ જોડાણ ગેરકાયદે જોડી આપવા વીજ પ્રધાન પર દબાણ ન કરે.

ભાજપમાં પક્ષ પલટો કરીને આવેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે વીજ પ્રધાન સૌરભ દલાલની તુમાખીના કારણે રાજીનામું આપી દીધું હોવાનું બહાર આવ્યું છે. સૌરભ પટેલ પોતાની તોછડી વર્તણુંક અને તુમાખી ભર્યા વલણના કારણે જાણીતા છે.

કેતન ઈમાનદારે ફોન કરીને વીજળીનું જોડાણ ફરીથી ચાલુ કરવા કહ્યું ત્યારે સૌરભ પટેલે તેમને ઉતારી પાડીને કહ્યું હતું કે, પહેલા બિલ ભરીદો અને પછી વીજળીનું જોડાણ ચાલુ થશે.

સાવલી શહેર એક અઠવાડિયાથી અંધારામાં જીવી રહ્યું હતું. કારણ કે સાવલી નગરપાલિકાએ રૂ.56 લાખ બિલ ભર્યું નથી. તેથી તેનું વીજ જોડાણ જીઈબીએ કાપી કાઢ્યું હતું. તે ફરીથી જોડી આપવા માટે એમડીને કહ્યું હતું પણ તેમણે બિલ ભરી દેવા કહ્યું ત્યારે ધારાસભ્યએ વીજ જોડાણ તુરંત કરી આપવા માટે સૌરભ દલાલને કહ્યું હતું. સૌરભ પટેલે બીલ તો ભરવું પડશે તેમ જણાવતા બોલાચાલી થઈ હતી. પણ સૌરભ પટેલે બોલાચાલી કરીને ધારાસભ્યનું અપમાન કરતાં ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું.

આમ સૌરભ દલાલની ફરી એક વખત તુમાખી ભાજપને નડી છે.

પક્ષમાંથી રાજીનામાં

કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ સવલીના તાલુકા ભાજપ પ્રમુખે પણ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું ફેંકી દીધું હતું. સાવલી તાલુકા પંચાયતના 17 સભ્યો રાજીનામા આપવાની તૈયારી કરી લીધી હતી. વડોદરા જિલ્લા પંચાયતમાં સાવલીના સભ્યો રાજીનામાં આપવા તૈયાર થયા હતા. વડોદરા જિલ્લા પંચાયતમાં સાવલીના ચાર સભ્યો છે. આ બન્ને એ પક્ષના નેતા પર દબાણ વધારી દીધું હતું.

કૌભાંડ દાબી દેવા દબાણ

મંજુસર રોડની તપાસ અને ભાદરવાનો રોડ બનાવવા મુદ્દે પણ ઈનામદાર નારાજ હતા. ઠેકેદાર દ્વારા સાવલી-મંજૂસર રોડ તૈયાર કરવામાં આવ્યા બાદ ખાડા પડી ગયા હતા. રસ્તાની ગુણવત્તા સાવ નબળી હતી. ઠેકેદાર સામે તપાસ થઈ હતી. તપાસ બંધ કરવા માટે કેતન ઈનામદારે કલેક્ટર શાલીની અગ્રવાલ તેમજ સરકારમાં રજૂઆત કરી હતી. જોકે આ તપાસ બંધ કરવામાં ન આવતા કેતન ઈનામદારને કલેક્ટર અને સરકારમાં બોલાચાલી પણ થઈ હતી.

નવો રોડ બનાવવા દબાણ

સાવલી-ભાદરવા માર્ગ ખરાબ બન્યો હોવાથી આ રોડને નવેસરથી બનાવવા માટે કેતન ઈનામદારે નીતીન પટેલને રજૂઆત કરી હતી. નિયમ પ્રમાણે સાડા સાત વર્ષ બાદ નવો બનાવવામાં આવશે એવું નિતીન પટેલે કહ્યું હતું. 6 મહિના પછી કામ ચાલુ થશે એવું કહેતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

નગરપાલિકાની નબળાઈ

સાવલી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. વીજ બિલ ભરવા માટે 10 ટકા રકમ ભરવાની હતી. પણ પાલિકાનું બેંક ખાતું સીલ કરી દેવાયું હોવાથી તે રકમ ભરી શકાય તેમ ન હતી તેથી વીજ જોડાણ કાપી કાંઢવામાં આવ્યું હતું.

પીએફના નાણાં વાપરી નંખાયા

નગરપાલિકાના કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડના નાણા પ્રોવિડન્ડ ફંડ કચેરીમાં જમા ન થતા પીએફ કચેરી દ્વારા નગરપાલિકાના બેન્ક ખાતા સીઝ કરી દેવાયા હતા.

ભાજપ જિલ્લા પ્રમુખ અજાણ

આટલી ગંભીર ઘટના હોવા છતાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ દિલુભાઈ ચૂડાસમાને રાજીનામાં અને કે ઘટનાઓ અંગે કોઈ જાણકારી ન હતી. ખરેખર તો ભાજપના નેતા ડોળ કરી રહ્યાં હતા.

વિધાનસભા અધ્યક્ષ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, મને ધારાસભ્ય કેતન ઈનામદાર મળવા આવ્યાં નથી અને તેમનું રાજીનામું પણ મને મળ્યું નથી.

કેતન ઈનામદારનો સંપર્ક કરી તેમની નારાજગીનું કારણ જાણીશું: ભરત પંડ્યા

પગલાં ભરાશે – ભાજપ

પોતાના મતવિસ્તારના કર્યો સમયસર પૂર્ણ ન થવાને કારણે રાજીનામું આપ્યું છે, તેમની નારાજગીનું કારણ જાણીને પગલાં લેવાશે.  ધારાસભ્યની અનેકવાર રજૂઆતો છતાં પ્રજાના હિતમાં પગલા ન લેનાર અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે ધારાસભ્ય પદેથી આપેલ રાજીનામું પાછું ખેંચશે. તેમ ભાજપના પ્રદેશ પ્રવક્તાએ જાહેરાત કરી હતી.

ક્ષતિ દુર કરીશું: જીતુ વાઘાણી

‘આ મુદ્દે મીડિયાના કેમેરા સામે મારે કઈ પણ કહેવું નથી, ગુજરા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે તેમના પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ થશે. જે કંઈ ક્ષતિઓ હશે તે દુર કરવામાં આવશે. તેમની નારાજગી સંપૂર્ણ દૂર થઈ છે.

રાજીનામાનો પત્ર

માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, સુજ્ઞમહાયશયશ્રી, વંદેમાતરમ સહ જણાવુ છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર 135, સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂ છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ/રજૂઆતો સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને રજુઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજ દિન સુધી નિભાવેલ છે અને નાછુટકે હું કેતનકુમાર ઇનામદાર 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામુ આપું છું.

-કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, ધારાસભ્ય, 135-સાવલી વિધાનસભા

કેતન ઈમાનદારે શું કહ્યું ? પક્ષ નહીં છોડું

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, આ આજની વાત નથી. મારી વિકાસ કામો માટે વારંવાર રજૂઆત કરવા છતાં મારા વિસ્તારના કામો થતાં ન હોવાના કારણે જ મેં રાજીનામું આપ્યું છે. મેં કોઇ હોદ્દા માટે રાજીનામું આપ્યું નથી. મેં દુ:ખી મને નિર્ણય લીધો છે. આ મારા એકલાનો અવાજ નથી. તમામ જન પ્રતિનિધીઓનો અવાજ છે. આ નારાજગી પાર્ટી સામે નથી. પરંતુ, વહીવટી અધિકારીઓ સામેની નારાજગી છે. મેં અવારનવાર ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. મારું સ્વપ્ન છે. મારા તાલુકામાં કંઇક આપું. આવનારી પેઢી યાદ કરે. પ્રાથમિક સુવિધા મૂળભૂત અધિકારી છે. પણ નવું કંઇક આપવા માંગુ છું તો મને આવનારી પેઢી યાદ કરે. મંજુસર જીઆઇડીસીમાં 10 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. કામદાર વિમા યોજનાની હોસ્પિટલ સાવલીમાં બને તે માટે વાત કરી હતી. આવા અનેક કામો થયા ન હોવાથી મેં રાજીનામું આપ્યું છે. હાલ પક્ષ છોડવાની કોઇ વાત જ નથી.

પત્રકારોને શું કહ્યું ?

કેતન ઇનામદારે પત્રકાર પરિષદ કરી હતી. કેતન ઇનામદારે કહ્યું હતું કે આ મામલે મને મારા પ્રદેશ અધ્યક્ષ અને મોવડીમંડળ પર વિશ્વાસ છે. ગુરુવારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મુલાકાત પછી આ વાતનું નિરાકરણ લાવીશું. આજે રાજીનામું પાછું ખેંચવાનો નથી. નિરાકરણ આવશે પછી કાર્યકર્તા સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ. મને અધ્યક્ષે ખાતરી આપી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. માત્ર લેખિત નહીં નક્કર પગલાં જોઈએ છે. કેતન ઇનામદારે એમજીવીસીએલના અધિકારી ભટ્ટ પર પણ આરોપ લગાવ્યા હતા. કહ્યું હતું કે અધિકારીઓ લોકોના પ્રશ્નો પર ધ્યાન આપે. અધિકારીને આ વાત પણ સરકારને જણાવીશ.

પ્રદેશ અધ્યક્ષે આજે પણ મળવાનું કહ્યું હતું પણ ગુરુવાર મારો મનપસંદ વાર છે તેથી તે દિવસે મળવાનો નિર્ણય કર્યો છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ મારા માટે મહત્વનું છે.

મુખ્યમંત્રી વિકાસના કામોને મંજૂરી આપીને તેને શરૂ કરાવે. તો વિધાનસભાના અધ્યક્ષે મેઇલ પરથી રાજીનામું ન મળ્યું હોવાનો દાવો કરતા કેતન ઇનામદારે કહ્યું કે અધ્યક્ષને રુબરુ ગાંધીનગર જઈને રાજીનામું આપીશ.

એકાએક સૂર બદલાયા, પ્રજા ભૂલાઈ

સાંસદ રંજનબેન ભટ્ટે કેતન ઇનામદાર સાથે મુલાકાત કરી હતી. . લાંબો સમય સુધી ચર્ચા કરી હતી. નિષ્ફળ રહ્યા હતા. જીતુ વાઘાણીએ અને ગૃહમંત્રી પ્રદીપ જાડેજાએ પણ ચર્ચા કરી હતી. ચર્ચા બાદ કેતન ઇનામદારના સૂર બદલાયા છે. ત્યારે હવે ઇનામદાર રાજીનામું પરત લેવા મુદ્દે વિચાર કરી શકે છે.

આ ચર્ચા બાદ ધારાસભ્યએ કહ્યું કે યોગ્ય નિરાકરણ આવશે તો રાજીનામું નહીં આપું.

અગાઉ બળવો કર્યો હતો

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના ધારાસભ્યો યોગેશ પટેલ, જીતુ સુખડિયા,મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર વડોદરા સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા હતા. આ બેઠકમાં પક્ષ દ્વારા ધારાસભ્યોને કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદો ઉપરાંત કોઈ કામો પણ થતા ન હોવા અંગે હોબાળો કરાયો હતો.

સંગઠન પર અસર પડશે

ગુજરાતએ ભાજપનું ગઢ માનવમાં આવે છે સાથે જ મોદી શાહના હોમ ટાઉન પણ છે. હવે ગુજરાતના પક્ષીય સંગઠનમાં રઘવાટ વધ્યો છે. નવું સંગઠન થઈ રહ્યું છે, આખા સંગઠન અને સરકારને ન દઝાડે તે માટે ગુજરાત ભાજપમાં ડેમેજ કંટ્રોલની કવાયત શરુ કરી દેવાઇ છે. ઇનામદારનો બળવો હવે બીજા ધારાસભ્યો અને પક્ષના નેતાઓને બહાર આવવા પ્રેરણા પૂરી પડશે. રાજીનામું ભાજપના આંતરિક વિખવાદોનું કારણ છે.  રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે

ભાજપના ધારાસભ્યના રાજીનામા બાદ સમર્થનમાં સાવલીના નગરસેવકો પણ રાજીનામા આપવાના હતા.

મુખ્ય પ્રધાન રાજીનામું આપે – કોંગ્રેસ

ગુજરાત સરકારમાં ચાલતી પોલીસી પેરેલેસિસનો ઈનામદારે ઈમાનદારી પૂર્વક સ્વીકાર કર્યો હોવાથી  રૂપાણી જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ.

કોંગ્રેસના પ્રદેશના અગ્રણી નેતા ડૉ.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે ‘ભાજપમાં બે તૃતિયાંશ ધારાસભ્યો નારાજ છે. આગામી સમયમાં ભાજપમાં સ્થિતિ વધુ ગંભીર થવાની છે. કોંગ્રેસની નીતિ રિતી સાથે જે લોકો શામેલ થવા માંગતા હોય તેમના માટે દ્વાર ખુલ્લા છે.’

બીજી બાજુ કોંગ્રેસે મોટું નિવેદન આપતા કહ્યું છે કે સરકારની નીતિ સામે લડનારા માટે દ્વારા હંમેશા ખુલ્લા છે. કોઈ પણ ધારાસભ્ય માટે કોંગ્રેસના દ્વારા ખુલ્લાં છે.

અર્જૂન મોઢવાડિયા

કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપમાં નાના કાર્યકર્તાઓને સન્માન આપવામાં આવતું નથી કે પછી ભાજપ દ્વારા પ્રજાની સ્થિતિને ધ્યાને લેવામાં આવતી નથી.

સરકાર અહંકારી : જયરાજસિંહ

જયરાજસિંહ પરમારે કહ્યું કે વારંવાર જનમત મળવાથી સરકાર અહંકારમાં આવી ગઈ છે. આ તેનું પરિણામ છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે રાજ્ય સરકાર જ્યારે તેમના જ ધારાસભ્યોનું નથી સાંભળતી તો જનતાનું શું સાંભળશે. જનતાની સાથે સાથે ધારાસભ્યો પણ રાજ્ય સરકારથી નારાજ છે.

સબકા સાથ સબકા વિકાસના સ્લોગનનો છેદ ઉડાડી દીધો છે. સરકાર અને સંગઠનમા નેતાઓથી માંડીને કાર્યકર્તાઓની નારાજગી ચરમ સીમાએ છે.  જેનું સૌથી મોટું કારણ પક્ષપટલાઓ કરાવીને નીતિ નેવે મૂકીને ભાજપમાં રેડ કાર્પેટ સાથે બોલાવવામા આવતા પક્ષપલટુ નેતાઓ સમસ્યા ઊભી કરી રહ્યાં છે. પક્ષપલટો કરીને આવેલાં નેતાઓને માટે સરકારમાં ગોઠવવામાં આવે છે.

પક્ષ અને સરકારમાં જૂથવાદ ઊભા થયા છે. જેમાં ઓબીસી અને ઉજળિયાત સામ સામે આવી ગયા છે.

કુંવરજીએ કહી દીધું

પ્રધાન મંડળની બેઠકમાં પક્ષપલટું પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાએ કહ્યું હતું કે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા તેમનું કામ કરતાં નથી.

બીજા પક્ષપલટું જયેશ રાદડીયા પણ પ્રધાન મંડળમાં છે. ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ કહે છે કે કામ થતાં નથી. રૂપાણી કહે છે કે ભ્રષ્ટાચાર ચાલે છે તેને દૂર કરીશ. ભાજપનો આંતરિક કલહ કેટલી હદે ચરમ સીમાએ પહોંચ્યો છે એના આ ઉદાહરણ છે.

2018માં વડોદરાના 4 ધારાસભ્યોએ બળવો કર્યો ત્યારે કહ્યું હતું કે તેમના કામો થતાં નથી. ત્યારે સવાલ એ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શું કર્યું ? તેમણે કોઈ વ્યવસ્થા ગોઠવી નથી. તેથી પહેલી નિષ્ફળતા તો વિજય રૂપાણીની છે. સંકલન કરવાની તેમણે ખાતરી આપી હતી. ધારાસભ્યો પોતાની રજૂઆત લઈને જાય તો રૂપાણી સરકારના પ્રધાનો ખખડાવે છે. પ્રધાનો પ્રમાણિક હોય તેમ ધારાસભ્યોને શંકાની નજરે જુએ છે.

2007માં અપક્ષ

કેતન ઈનામદારે વડોદરા શહેર અને જીલ્લામાં 2007 અપક્ષ અને 2017માં ભાજપમાંથી જીત્યા હતા.

28 જાન્યુઆરી 2018માં શું કહ્યું

કેતન ઈમાનદાર સહિત વડોદરાના 3 ધારાસભ્યોએ બળવો કર્યો ત્યારે ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે,ધારાસભ્યો પાર્ટીથી નારાજ નથી. પણ તેઓ સરકારી અધિકારી નો થી નારાજ છે. ધારાસભ્યોના અપમાન ચલાવી લેવામાં આવશે નહિ. કોઈની પણ ભૂલ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્યોની નારાજગી તંત્ર માટે છે. કેટલાક અધિકારીઓના વર્તનથી તેઓ નારાજ છે. કર્મચારી કે અધિકારી ધારાસભ્યની લાગણી, તેમનું સન્માન ન જાળવે, એ સહેજ પણ ચલાવી લેવાય નહીં.