ધારાસભ્ય મેરજાએ રાત્રીસભામાં લોકોના પ્રશ્નો સાંભળ્યા

મોરબીના નવલખી રોડ પર આવેલી બોડાસર વાડી વિસ્તારના પીવાના પાણી, સિમેન્ટ રોડ, પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂર્વ સહિતના પ્રશ્નો ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તે વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં રાત્રી બેઠક યોજી હતી જેમાં સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના પ્રશ્નો તાકીદે ઉકેલવાની માંગ કરી હતી તેમજ સિમેન્ટ રોડ પૂર્વે ડ્રેનેજ અને અન્ય અધૂરા કામ પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી તે ઉપરાંત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી માળિયા ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ આવતા જેતપર મચ્છુ ગામના ખેડૂતોનેને સિંચાઈનો લાભ મળે તે માટે બ્રાંચ કેનાલની રૂબરૂ મુલાકાત લઈને કેનાલના અમુક અંતરે જાતે લીફટીંગ કરીને પાણી મેળવવું પડે તેવી ઉભી થયેલ સ્થિતિ નિવારવા માટે સંબંધિત ઈજનેરોને ટેકનીકલ ક્ષતિ તાકીદે નિવારણ લાવવા રજૂઆત કરી હતી તે ઉપરાંત ચકમપર ગામનું તળાવ પણ ભરાય તેવી ગામના આગેવાનોની રજૂઆતને પગલે યોગ્ય કરવા જણાવ્યું હતું અને જીકીયારીના ધોડાધ્રોઈ ડેમમાંથી પણ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે ઘટતું કરવા જણાવ્યું હતું તે ઉપરાંત મોરબીના બેલા રંગપર ગામની સીમમાં કેડિયા હનુમાન મંદિરે ચાલતી રામ પારાયણમાં પણ હાજરી આપી ધારાસભ્યએ ધાર્મિક મહોત્સવનો લાભ લીધો હતો