નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં.

દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા.

મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે.

ગાંધીનગર જિલ્લામાં 6 એકમો સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ 3, જૂનાગઢ 2, ભાવનગર 1, વડોદરા 1, સુરત 1 એકમ સીલ કર્યાં હતાં. અખાદ્ય વસ્તુમાંથી માવો બનાવવામાં આવતો હતો.

ટેલ્કમ પાઉડર નાખીને માવો તૈયાર કરાતો હતો. 14 રૂપિયામાં બનતો માવો 45 રૂપિયા માં જથ્થાબંધ વેચી 100 કે 520 રૂપિયે કિલોના ભાવે નકલી મીઠાઈનું વેચાણ થતું હતું.