નામશેષ થતી ઉડતી ખિસકોલીના બચાવવા સરકાર તૈયાર નથી

અરૂણાચલપ્રદૃેશનાં જંગલોમાં 1981માં ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખિસકોલીની એક પ્રજાતિ જોવા મળી હતી. 38 વર્ષ પછી વાઈલ્ડલાઈફ વિજ્ઞાનીઓ ગુમ થયેલી ઉડતી નામડાફા ઉડતી ખિસકોલીને નામડાફા નેશનલ પાર્કના મેસુઆ ફેરા જંગલોમાં શોધવા નિકળ્યા છે. નિશાચર ખિસકોલી માટે વિજ્ઞાનીઓ શોધખોળ કરી રહ્યાં છે પણ ગુજરાતમાં આવી જ એક ઉડતી ખિસકોલી લુપ્ત થવાને આરે છે, તેમ છતાં તે અંગે શોધખોળ કરવા કે સંશોધન કરવા માટે વન પ્રધાન ગણપત વસાવા કંઈ કરવા તૈયાર નથી. ગુજરાતમાં આવેલા રતન મહાલ રીંછ અભ્યારણ, કેવડી અભયારણ્ય, તેની આસપાસના વિસ્તાર, પોળોના જંગલોમાં ઉડતી ખિસકોલી નોંધાયેલી છે. તે ખુબજ શરમાળ પ્રકૃતિની છે, નાશ થવાના આરે જતી પ્રજાતી છે. તે ગુજરાતનું એક માત્ર ઉડતું પ્રાણી છે. જેને બચાવવા માટે કામ કરવા પ્રાણી પ્રેમીઓ માંગણી કરી રહ્યાં છે.

ઉડતું પ્રાણી ઝાડની બખોલમાં રહે છે

ઉડતી ખિસકોલી (Indian giant flying squirrel Petaurista philippensis, એ ખિસકોલીની એક જાતિ છે. તે ભારત, ચીન, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, શ્રીલંકા, તાઈવાન, વિયેતનામ તેમજ થાઇલેન્ડમાં મળી આવે છે. તે વૃક્ષોની ડાળીઓ અને બખોલમાં રહે છે. ખિસકોલી મહુડો તેમજ ઉંબરો જેવા વૃક્ષોની છાલ અને ફુલ ખાતી હોવાથી આ ઝાડની બખોલમાં રહે છે. હવામાં કૂદકો મારવા માટે પીઠના આગલા ભાગથી પાછલા ભાગમાં પડદો હોય છે, જે આછાં છીંકણી રંગનો હોય છે. જોખમથી બચવા અને ખોરાક માટે જે કુદકો મારે છે, જે ઉડતી હોવાનું જણાય છે.

કેમ ઉડે છે

ગુજરાતના કેવડી અભ્યારણમાં જોવા મળતી અજાયબી જેવી ઉડતી ખિસકોલી (ફ્લાઈંગ સ્કિવરલ)નો ઉડવા માટે (ટેકઓફ)ની તૈયારી કરતો ફોટો સુરેન્દ્ર પ્રસાદે લીંધો હતો. લંબાઈ 43 સેમી છે. દુશ્મન થી બચવા ઉડતી ખિસકોલી જોખમી વૃક્ષનો ત્યાગ કરી વધુમાં વધુ 75 મીટર દુરના ઝાડ સુધી પહોંચી જાય છે. પગ સાથે ચામડી જોડાયેલી હોય છે. ઉડે એટલે તે પાંખનું કામ કરે છે. આ દરમિયાન તે પોતાના બન્ને હાથ પહોળા કરે એટલે પાંખ જેવું બની જાય છે. તેના થકી તે ઉડીને બીજા ઝાડ પર પહોંચી જાય છે. આ માટે ઉતરાણ તેણે અગાવ કરતા બારેક મીટર નીચા લેવલે કરવું પડે છે. લેન્ડીંગનો તબક્કો આવે ત્યારે ખિસકોલી પોતાના શરીરની ત્રાસ બદલે છે અને એન્ગલ પણ વધારે છે. આમ કરવાથી હવા અવરોધાય છે અને સ્પીડ પણ ઘટે છે. ઉભા થડ પર ખિસકોલી ચારેય પગ એક સામટા માંડીને ઉતરાણ કરી શકે છે.

બચાવવા માંગણી

વાંસદાના નવતાડ ખાતે નેશનલ પાર્ક દ્વારા ઉજવાયેલા વન્ય પ્રાણી સપ્તાહ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાબુ ગાયકવાડે માંગણી કરી હતી કે, અલભ્ય વન્ય પ્રજાતિઓને લુપ્ત થતી બચાવવા માટે જતન-સવર્ધન થાય તે જરુરી છે. ઉડતી ખિસકોલી જેવી વનીલ પ્રજાતિએ આ વિસ્તારનું ગૌરવ છે.રંગબેરંગી પતંગિયાઓ તથા કરાળિયા સહિત અન્ય વન્ય જીવોને જાળવવા જરૂરી છે.

3 લાખની કિંમત

રાજકોટના પક્ષી પ્રદર્શનમાં સુરેન્દ્રનગરથી ફારૂકભાઈ ચૌહાણ ઉડતી ખિસકોલીનું જોડું લઈને આવ્યા હતા. સ્ટ્રેલીયામાં થતી આ ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર 20થી 30 ફુટનો કુદકો મારે છે.  આ ખિસકોલીની કિંમત રૂ.3 લાખ છે.

વાંસદા અનોખો પાર્ક

ગુજરાતનો સૌથી નાનો 33.99 ચોરસ કિ.મી.નો વાંસદા નેશનલ પાર્ક ગુજરાતનો તે સૌથી વધુ જીવ વિવિધતા ધરાવતો રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઉડતી ખિસકોલી જેવા ઘણા દુર્લભ અને લુપ્ર જાતીના જીવો છે જે અહીં વસવાટ કરે છે. વાંંસદા નેશનલ પાર્ક મુખ્યત્વે દિપડા અને અજગરો માટે ઓળખાય છે. ગુજરાતમાં ચિત્તલ માત્ર ગીર નેશનલ પાર્ક અને વાંસદા નેશનલ પાર્કમાં જ જોવા મળે છે. ચિત્તલની સંખ્યા 70 જેટલી આંકવામાં આવી હતી. ઉપરાંત વાડ બિલાડી, ચકટાવાળી બિલાડી, ઝરખ, ચૌસીધા, ભેંકર જેવા વન્ય પ્રાણી અહીં છે. કરોળીયાની 121 જાતો અહીં નોંધાયેલી છે. સ્પોટેડ આઉલ પણ અહીં જોવા મળતા હોવાનો વૈજ્ઞાનિકો અને પક્ષીવિદોનો દાવો છે. જો કે હજી સુધી તેની નોંધણી થઇ નથી. 115 જાતના પક્ષી છે. જેમાં 18 જાતના પક્ષીઓ એક માત્ર અહીં જ જોવા મળે છે. 6 જાતના પક્ષીઓ તો સાવ નવી જાત તરીકે ઓળખાયા છે. વનસ્પતિની 415 જાતો છે. 110 જાતના વૃક્ષ, 63 જાતની વેલ, 199 જાતની આયુર્વેદિક વનસ્પતિ, 43 જાતના ટાર્બ છે. વિજ્ઞાનીઓ અહીં બીજા અનેક અભ્યાસ કરવા આવે છે પણ ઉડતી ખિસકોલીને શોદીને તેને બચાવવા માટે કોઈ કંઈ કરવા તૈયાર નથી.