ભાજપની સદસ્યતા અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક પછી એક અલગ અલગ ક્ષેત્રનાં પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મ અને ગીત સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનારા 41 તબીબો ભાજપ સાથે જોડાઈને કેસરિયો ધારણ કર્યો છે. જેમાં પદ્મશ્રી મેળવનારા બે તબીબો ડો. તેજસ પટેલ અને ડો. સુધિર શાહનો પણ સમાવેશ થાય છે.
ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ આ તમામ 41 તબીબોનું ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. વાઘાણીએ જણાવ્યું કે, દેશ આગળ વધી રહ્યો છે, બદલાઇ રહ્યો છે આજે દેશનો દરેક નાગરિક તેની અનુભૂતિ કરી રહ્યો છે. ગુજરાતના બે પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક સ્તરે ઉંચાઇ હાંસલ કરી રહ્યો છે અને તેમના નેતૃત્વથી પ્રેરણા લઇને દેશના કરોડો નાગરિક ભાજપાની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે ત્યારે દર્દી માટે ભગવાન સ્વરૂપ એવા દેશ-વિદેશમાં વિખ્યાત તબિબો કે જેઓએ પોતાની જાત દર્દીનારાયણની સેવા માટે સમર્પિત કરી દીધી છે, સમાજમાં મુઠી ઉંચેરું સ્થાન ધરાવતા નામાંકિત તબીબો આજે ભાજપા પરિવારનો હિસ્સો બની રહ્યા છે ત્યારે અમો સૌ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં પદ્મશ્રી ડો. તેજસ પટેલે કહ્યું કે, આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સમગ્ર દેશને નેતૃત્વ પુરું પાડ્યુ હતુ અને દેશને આઝાદી અપાવી હતી અને આજે ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશને નિર્ણાયક નેતૃત્વ પુરું પાડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ૭૦ વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સૂઝબૂઝથી અતિસરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે. ગુજરાતની ધરતીમાં આજે પણ સત્વ અને જોમ છે. ગુજરાતની ધરતીના પુત્ર હોવાનો મને અનહદ આનંદ છે.
પદ્મશ્રી ડૉ. સુધીર શાહે જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિ-શાલિનતા-સાર્વભૌમત્વ-સહિષ્ણુતાના રક્ષણની વિચારધારા સાથે કાર્ય કરતી ભાજપાનો ખેસ પહેરી હું અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. ઘર્મ-આધ્યાત્મ-સંસ્કૃતિની ધરોહર એવો ભારત દેશ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે તે ખૂબજ આનંદ અને ગૌરવની વાત છે. દેશની કેન્દ્ર સરકાર વિકાસ સાથે દેશની એકતા-અખંડિતતાના રક્ષણ માટે, સૌને સમાન હક્ક અપાવવા માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખે પદ્મશ્રી ડો. તેજશ શાહ, પદ્મશ્રી ડો. સુધીર શાહ, ડો. અનિલ જૈન, ડો. કૌસ્તુભ પટેલ, ડો. નાગપાલ, ડો. અતુલ મુનશી, ડો. અનિરુદ્ધ શાહ સહિત 40થી વધારે ડોક્ટરોને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.
ભાજપમાં જોડાયેલા ડોક્ટરોની યાદી
1 | સુધીર શાહ |
2 | તેજસ પટેલ |
3 | નાગપાલ |
4 | અતુલ મુનશી |
5 | અતુલ દાણી |
6 | અનિલ જૈન |
7 | કૌતુરભાઈ પટેલ |
8 | અનિરુદ્ધ શાહ |
9 | સપન પંડ્યા |
10 | હેમંત પટેલ |
11 | ભરત પટેલ |
12 | રક્ષિતભાઈ |
13 | જય કોઠારી |
14 | જગદીપભાઈ શાહ |
15 | તુષાર દેસાઈ |
16 | બિપિન પટેલ |
17 | કર્ણવ પંચાલ |
18 | રાહુલ પટેલ |
19 | સમીર દાણી |
20 | ભાવેશ ઠકર |
21 | મંદીપ શાહ |
22 | હિતેષ ચાવડા |
23 | હસમુખ અગ્રવાલ |
24 | આશિષ શેઠ |
25 | વિવેક આર્ય |
26 | દેવધર |
27 | ભરત ગજ્જર |
28 | રાજુભાઇ શાહ |
29 | તુષાર સોની |
30 | સાલીન શાહ |
31 | રાજ ભગત |
32 | અરવિંદ ગોસાય |
33 | મહેન્દ્ર નારવ્યા |
34 | સૌરવિં ઉપાધ્યાય |
35 | કલ્પેશ શાહ |
36 | અભય ખાંડેકર |