ગાંધીનગર, તા.૨૭
રાજ્યમાં રૂ.પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. ૧ ઓકટોબરથી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે. સામાન્ય નાગરિકોને સ્ટેમ્પની મુશ્કેલીઓ ન પડે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
મુખ્યપ્રધાનના આ નિર્ણય મુજબ રાજ્યમાં રૂ. પ૦૦થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનો ફિઝીકલ ઉપયોગ તા. ૧ ઓકટોબર-ર૦૧૯થી બંધ કરીને ડિજિટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.