વડોદરાના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બાજવતો હતો. જમ્મુના અખનુર બોર્ડર પર ફરજ પર હતો. પાકિસ્તાન તરફથી ભારે ફાઈરિંગ થયુ હતુ જેમાં આરિફને ગોળી વાગતા તે શહીદ થયો હતો. આરીફ પઠાણ વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રહે છે.
વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન વડોદરા શહેરના એક ગુજરાતી યુવાન આરીફ પઠાણે આતંકવાદીઓ સામેના જંગમાં શહાદત વ્હોરી છે. સ્વ. આરીફ પઠાણને અલ્લાહતાલા જન્નતમાં સ્થાન આપે અને તેના પરિવારજનોને સબ્ર અને સાંત્વના આપે તેવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ ઘટના બાદ આરીફના મામા વજીર આલમ પઠાણે મીડિયા સાથેની વાતચીતમાં એવો બળાપો કાઢ્યો હતો કે મારા ભાણીયએ શહીદી વ્હોરી હોવા છતા ગુજરાતના મુખ્યમંત્રી કે ભાજપના અન્ય કોઈ મંત્રી કે નેતાએ શ્રદ્ધાંજલી પણ આપી નથી. કોઈએ ફોન પણ કર્યો નથી.તેઓએ ચીમકી આપી હતી કે જો મુખ્યમંત્રી મારા શહીદ થયેલા ભાણીયાની દફનવિધીમાં હાજરી નહી આપે તો અમે દફનવિધી કરીશુ નહી.
આ અંગે મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૃપાણીને ટેલિફોન કરી પુછપરછ કરતા તેઓએ કહ્યુ કે સ્ટેટના પ્રોટોકોલ મુજબ કોઈ એક મંત્રી વડોદરા જશે તેમજ શહીદ આરીફ પઠાણને શ્રદ્ધાંજલી આપશે. તાજેતરમાં કોડીનારની આવી જ એક ઘટનામાં એક મંત્રીને મોકલાયા હતા. ઉપરાંત થોડા દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પર સ્વર્ગસ્થ ઠાકોરનો મૃતદેહ આવ્યાનું જાણ્યા બાદ મેં તેમને એરપોર્ટ જ શ્રદ્ધાંજલી અર્પી હતી.
24 વર્ષની ઉંમરે આરીફ દેશ માટે શહીદ થતા પરિવારમાં શોક
મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ એન કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. પરિવારમાં મા-બાપ સાથે અન્ય 3 ભાઈઓ અને 2 બહેન છે, થોડા સમય પહેલા જ તે વતન આવ્યો હતો. નવાયાર્ડના રોશનનગરમાં રહેતા પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે. માત્ર 24 વર્ષની ઉંમરે આરીફ દેશ માટે શહીદ થતા પરિવારના આંખમાંથી આંસુ સુકાતા નથી. માતા ચોધાર આંસુએ રડી રહ્યા છે તો આવાંનનો મોટો ભાઈ કહે છે કે અમારા પરિવારનો એક સભ્ય શહિદ થયો છે. ત્યારે સરકારને અમારી અરજ છે કે નાનો ભાઈ છેલ્લા 4 વર્ષથી સેનામાં જવા માટે તૈયારીઓ કરે છે તો તેને આર્મી માં લેવામાં આવે. આવતિકાલે કે એક દિવસ બાદ શાહિદ મહંમદ આરીફનો પાર્થિવ દેહ તેના વતન વડોદરા ખાતે સેના રાષ્ટ્રીય સન્માન સાથે પહોંચાડશે.
MS યુનિવર્સીટી ખાતે અપાઇ શ્રદ્ધાંજલી
વડોદરાનો વીર જવાન દેશ માટે શાહિદ થયો છે ત્યારે એમએસ યુનિવર્સીટી સાથે તેનો નાતો હતો. આર્મી જોઈન્ટ કર્યું ત્યારે એ અહીંથી જ તૈયારીઓ કરતો હતો. જેથી તેના અનેક મિત્રો હતા જેમણે આજે એમએસ યુનિવર્સીટીના કોમર્સના મેઈન બિલ્ડીંગ ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. અહીં વડોદરાના આ વીર જવાનને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
વડોદરાના નવાયાર્ડ રોશન નગરમાં રહેતાં આરીફ પઠાણ નામના આર્મી જવાન આંતકવાદી સાથેની અથડામણમાં શહીદ થયા. તેઓના પિતા રેલવેમાં નોકરી કરે છે. ખૂબ જ નાની વયે દેશની રક્ષા કરતાં શહીદ થયા..માત્ર 24 વર્ષની ઉંમરે દેશ માટે જાનની બાજી લગાવી છે.
પરિવારે કહ્યું બદલો લેવાનો સમય આવી ગયો છે
પાક. એ કરેલ ગોળીબારમાં વડોદરાના જવાન આરીફ પઠાણ શહિદ,પરિવારે કહ્યું બદલો લેવાનો સમય આવી ગયો છે. તેમના 3 ભાઈ અને 2 બહેન છે જેમાં આરીફ ત્રિજા નંબર ના પુત્ર હતાં. શહિદ આરીફના પરિવારજનો એ જણાવ્યું કે, આરીફ દેશની રક્ષાકાજે શહિદ થયા તેનું અમોને ગૌરવ છે. પરંતુ પાકિસ્તાનને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ક્યાં સુધી ભારતના સપૂતો શહિદ થતાં રહેશે તેવો સવાલ આક્રંદ સાથે આરિફના પરિવારજનો પૂછી રહ્યા છે.