પાણી કરતાં બિયર વધું મળે છે, ભાજપના ધારાસભ્ય રમેશ પટેલ

જલાલપોરના બીજેપી ધારાસભ્યના બેફામ ઉચ્ચારો કર્યા હતા કે પાણી કરતા પણ વધારે બિયર મેળે છે. તેમ છતાં સરકારે કે પક્ષે તેમની સામે હજું સુધી કોઈ પગલાં લીધા નથી. તેમના નિવેદન પછી ભરૂચના સાંસદે પણ આવું જ નિવેદન આપ્યું હતું. છતાં ભાજપે કોઈ પગલાં લીધા નથી.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ છોટુભાઈ પટેલે એક નિવેદન આપીને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. તેમણે 3 મે 2018માં કહ્યું હતું કે  નવસારી જિલ્લામાં આવેલા તેમના વિધાનસભા ક્ષેત્રમાં બિયર તો પાણીથી વધારે ઝડપથી મળે છે. આ નિવેદન મામલે વિવાદ ઉભો થતા પક્ષે આ મામલાથી અંતર જાળવીને સ્પષ્ટતા કરી છે કે આ એક મજાક હતી.

આ મામલે નવસારીના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું છે કે ”આર.સી. પટેલ એક ગામમાં પોતાના જુના અનુભવનું ઉદાહરણ આપી રહ્યા હતા. આ સમયે તેમણે કહ્યું કે તટીય વિસ્તારના ગામમાં પાણી કરતા કોલ્ડડ્રિન્ક વધારે સરળતાથી મળતું હતું. આ દરમિયાન તેમણે મજાકમાં બિયર શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. હવે બીજેપી સરકાર સત્તામાં પરત આવી છે ત્યારે પીવાનું પાણી રાજ્યના તટીય વિસ્તારમાં પણ પહોંચાડવામાં આવ્યું છે.”

મળતી માહિતી પ્રમાણે 1 મે, 2018ના દિવસે રમેશ છોટુભાઈ પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખાતે આવેલા માસા ગામમાં સરકારના જલ સંરક્ષણ અભિયાનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમએ કહ્યું હતું કે ”હું મારા વિધાનસભા વિસ્તારમાં આવતા બોર્સી માચીવાડ ગામમાં ગયો હતો. ત્યાં મને પીવા માટે કોલ્ડડ્રિન્ક અપાયું. મેં કહ્યું કે પૈસા કેમ બર્બાદ કરો છો, મને પાણી ચાલશે. આ સમયે મને જવાબ મળ્યો કે અહીં બિયર તો સહેલાઈથી મળી જાય છે પણ પાણી નથી મળતું. અહીં પાણી મળવું મુશ્કેલ છે.”