૮૪ ટકા ગુજરાત સહિતના ભારતીય લોકો પોતાના પાર્ટનરની સાથે પોતાના પાસવર્ડને શેયર કરી રહ્યા છે. તેમને પિન નંબર પણ આપી રહ્યા છે. ખાસ કરીને યુવતિ સાથે આ માહિતીનો દુરુપયોગ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચાર ભારતીય લોકો પૈકી ત્રણ અથવા તો ૭૫ ટકા ભારતીય પોતાના સાથીની અટેન્શન મેળવી લેવા માટે તેમના ડિવાઇસની સાથે સ્પર્ધા કરે છે. અડધાથી વધારે પુખ્તવયના લોકો કહી ચુક્યાછે કે તેમની સાથે આવુ કેટલીક વખત બની ચુક્યુ છે. ૮૧ ટકા ભારતીય લોકોનુ કહેવુ છે કે તેમને પોતાના મિત્રો, પરિવારના સભ્યો અને જીવનના મહત્વપૂર્ણ વ્યÂક્તની સાથે આ બાબતને લઇને ચર્ચા કરવી પડે છે કે જ્યારે તે તેમની સાથે રહે છે ત્યારે ફોન પર વધારે ધ્યાન આપે છે.રસપ્રદ તારણ જારી કરાયા છે.
મેક્ફીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય લોકો આ મામલે ઉદાર દેખાયા છે.
૭૭ ટકા ભારતીય લોકોનુ માનવુ છે કે ટેકનોલોજીનો ઉપયોગ તેમના સંબંધના એક હિસ્સા તરીકે છે. જ્યારે ૬૭ ટકા લોકોનુ માનવુ છે કે તેમના પાર્ટનર તેમના કરતા વધારે ઇન્ટરનેટ અથવા તો વેબસાઇટનો ઉપયોગ કરે છે. મેકફીના મુખ્ય અધિકારી વેંકટ કૃષ્ણપુરે કહ્યુ છે કે આજની જોડાયેલી લાઇફસ્ટાઇલમાં કામ અને ગ્રાહકોની સાથે સંપર્ક ટેકનોલોજી તેમજ એપ્સ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
ટેકનોલોજી પર અમારી આ આત્મનિર્ભરતાના કારણે અમને અજાણ વ્યક્તિની સાથે પણ ખાનગી માહિતીની આપ લે કરવી પડે છે. જેથી જરૂર કરતા વધારે માહિતી આપ લે કરતી વેળા ખુબ સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. કારણ કે આના કારણે કેટલીક વખથ બ્લેકમેઇલનો ખતરો રહે છે.