પુસ્તકો અને ઐતિહાસિક ઈમારતો માટે સરકાર નિષ્ફળ

૨૬ જિલ્લામાં હાલ કુલ ૨૯૮ સરકારી ગ્રંથાલયો કાર્યરત છે. તે પૈકી ૨૪ સરકારી જિલ્લા અને ૩૦ સરકારી તાલુકા ગ્રંથાલયોની ગ્રંથ આપલેની સુવિધા કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલી છે. ઉપરાંત રાજયમાં લાયબ્રેરી ક્ષેત્રમાં  કામ કરતી ૩૧૭૦ સ્વૈચ્છીક સંસ્થાઓને નિભાવ અનુદાન આપી ૩૧૭૦ જેટલા અનુદાનિત ગ્રંથાલયો ચલાવવામાં આવે છે.

રાજય સરકાર દ્વારા રાજયમાં સાર્વજંનિક ગ્રંથાલય  પ્રવૃત્તિને વેગ મળે તે માટે સને ૨૦૧૯-૨૦ માં કુલ રૂ. 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજય પુરાતત્‍વ કચેરી હેઠળ હાલ કુલ ૩૬૨ સ્‍મારકો રક્ષિત છે. આ સ્મારકોના સંશોધન, ઉત્ખનન, પ્રકાશન, સેમિનાર, વર્કશોપ આયોજન, નમુના પ્રદર્શન, ૧૦૦(સો) વર્ષથી જુના હોય તેવા મકાનો કે જેની હાલત નબળી હોય તેના સંરક્ષણ માટે ટ્રસ્ટ તથા સંસ્‍થાઓને સરકારના ઠરાવ મુજબ સહાયક અનુદાન આપવામાં આવે છે.

રાજયમાં આવેલ પૌરાણિક કિલ્‍લાઓ, દરવાજાઓ, મહેલો, વાવ, ધાર્મિક મકાનો, પાળીયાઓ, કાષ્‍ટકલાની કારીગરરૂપ મકાનો, ખાનગી માલિકી હસ્‍તકના હેરીટેજ મકાનો કે જે રાજય રક્ષિત જાહેર કરવામાં આવ્‍યા નથી અને આ પ્રકારની ઇમારતો સ્‍થાનિક સંસ્‍થા, ટ્રસ્ટ કે સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓ, શૈક્ષણિક સંસ્‍થાઓને હેરીટેજ બિલ્‍ડીંગના સંરક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુદાન આપવામાં આવે છે. રાજય સરકારના રાજય રક્ષ્‍િાત સ્‍મારકોની જાળવણી અને સાફસફાઇ, દેખરેખ તથા સારસંભાળ માટે ૧૮,૦૦૦ થી ૨૪,૦૦૦ સુધી સહાયક અનુદાન આપવામાં આવી રહી છે.