આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલે એસીબીને ઝાલા અને ઔડાના કેટલાક અધિકારીઓની વિરૂધ્ધના આપ્યા પુરાવા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જાડાયેલા ઝાલાના કાળા કરતૂતોને શું પ્રદેશ અધ્યક્ષ વાઘાણી બચાવે છે..?
શું ભાજપના નેતા ઝાલાની કોલેજમાં સુરતની તક્ષશિલા અગ્નકાંડના પુનરાવર્તનની રાહ જાવાઇ રહી છે?
એસીબીને પુરાવા સાથેની ફરિયાદ આપ્યાને એક સપ્તાહ થયો છતાં તપાસના નામે મિંડુ-જગદીશ પટેલ
બાયડ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ધવલ ઝાલાની માલિકીની દસક્રોઇ તાલુકામાં આવેલી એપોલો ઇજનેરી કોલેજમાં ગેરકાયદે બાંધકામનો મામલો હવે એન્ટી કરપ્શન બ્યૂરોમાં પહોંચ્યો છે.
આરટીઆઇ એક્ટીવિસ્ટ અને વ્હીસલ બ્લોઅર જગદીશ પટેલ દ્વારા ૩૦ ડિસેમ્બર-૨૦૧૯ના રોજ કોલેજમાં નિયમ કરતાં વધુ બાંધકામ થયું હોવા છતાં રાજકારણી તરીકે વગ વાપરીને ઔડા દ્વારા ઝાલાની કોલેજને જાણીબુઝીને ખોટુ ઇમ્પેક્ટ પ્રમાણ પત્ર આપી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. આ કોલેજ પાસે કોઇ ફાયરસેફ્ટીની મંજૂરી નથી. કોલેજમાં નિયત કરતાં વધુ બાંધકામ કર્યું છે.
મંજૂરી આપનાર અને લેનારના નામો અને તેના પુરાવા સાથેની ફરિયાદ કરી હોવા છતાં મેળાપીપણામાં રહીને તેમની સામે કાર્યવાહી ન કરનાર જવાબદાર અધિકારીઓ સહિત તમામ તહોમતદાર વિરુધ્ધ જાહેરહિતમાં એસીબીની તપાસ કરાવવાની માંગણી કરી હતી.
ફરિયાદીના કહેવા પ્રમાણે તેમની ફરિયાદને એક સપ્તાહ થયો છતાં એસીબી દ્વારા કોલેજના માલિક ઝાલા કે ઔડાના જે અધિકારીઓના નામો ઇમ્પેક્ટ ફીના મામલે દર્શાવવામાં આવ્યાં છે તેમની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.
અમદાવાદના વંદના પાર્ક- હિરાવાડી રોડ પર રહેતા 47 વર્ષિય ફરિયાદી જગદીશ પટેલે ધવલ ઝાલા સહિત ૯ જણાંના નામો આપ્યા છે. જેમાં અમદાવાદના સંબંધિત પોલીસ અધિકારીઓની સાથે ઔડાના અધિકારીઓની સાથે મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાનું નામ પણ દર્શાવ્યું છે.
ધવલ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા, ઝાલા પોતાના કાળા કામોને બચાવવા ભાજપમાં જાડાઇ ગયા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને ગૃહ પ્રધાન પ્રદિપ જાડેજાએ તેમના પર દબાણ લાવીને ઝાલા સામે કોઈ પગલાં લેવા દીધા નથી.
ધવલસિંહ ઝાલાએ વારંવાર ફરિયાદી ને ધમકીઓ પણ અપાવી હતી. ભાજપના ઉચ્ચ કક્ષાના કેટલાક નેતાઓ તરફથી જગદીશને ધમકીઓ પણ મળી. ત્યારે દિલ્હીમાં જાનથી મારવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
ઔડા માત્ર મધ્યમ અને ગરીબના ઘરને જ તોડી પાડે છે, પરંતુ ધવલસિંહ ઝાલા જેવા કોઇ અમીરનો ગેરકાયદે બાંધકામનો કેસ આવે ત્યારે તેને ટેકો આપી બાંધકામને ઉભું કરાવી દે છે.
એપોલો ઇજનેરી કોલેજને ખોટુ પ્રમાણપત્ર આપનાર ઔડાના સંબંધિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને આવરી લેતા કેસમાં તપાસની માંગણી કરી છે.
ભાજપ ભેગા થવા ઉછળકૂદ કરી રહેલા કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોરના સાથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના કૌભાંડો ઢાંકવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાજપના જ નેતાને દબાવ્યાનું બહાર આવ્યું છે.
સોશિયલ મિડિયામાં વાઇરલ ઓડિયો ટેપમાં અમદાવાદ ભાજપના નેતા જગદિશ પટેલે ”ધવલસિંહ ભાજપમાં આવે છે એટલ તેને ડિસ્ટર્બ ન કરો, તમારૂ જે હશે તે સમજી લઈશું” એવુ જીતુ વાઘાણીએ કહ્યાનો દાવો કર્યો છે.
નરોડાના ભાજપના પુર્વ કોર્પોરેટર જગદીશ પટેલ
2017ની ચુંટણીમાં ભાજપને ગાળો આપનાર ધવલને કલ્પના ન્હોતી કે ભાજપના પ્રદેશ નેતાઓ અને મંત્રી સામે ઘુટણીયે પડી પોતાને બચાવી લેવા માટે વિનંતી કરવી પડશે. અમદાવાદમાં કોલેજ અને પેટ્રોલ પંપના માલિક ધવલ છે.
ઔડા સહિત ગુજરાત યુુનિર્વસિટી સામે ફરિયાદ કરી અને તેમના એક સાથી મારફતે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા છે. ભાજપે તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં આવી જાવ તો બધુ કાયદેસર થઈ જશે તેવી ખાતરી આપી છે.