એજન્સી) નવી દિલ્હીGujarat Today
પોતાને મુસ્લિમ સમાજનો ગણાવનારા યુવકનો વાંધાજનક દાવો કરતો વીડિયો ટિ્વટર અને ફેસબૂક પર વાઇરલ થયો હતો જેના કારણે કોમી તંગદિલીની વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના ગુજરાતના સૂરત શહેરની છે જ્યાં એક ૧૪ વર્ષના હિંદુ યુવકે તેના મિત્રો સાથે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં આ યુવક પોતાને ‘પાક્કો મુસલમાન’ ગણાવી રહ્યો છે અને ભારતનો ઝંડો દેખાડી રહ્યો છે બાદમાં તે તિરંગાના કાગળને ફાડી રહ્યો હોવાનું પણ વીડિયોમાં દેખાઇ રહ્યું છે. આ વીડિયો જ્રઅનુમિશ્રાબીજેપી નામથી પત્રકાર રોહિત સરદાનાનો ફેક એકાઉન્ટમાં હતો જેને ભાજપના એક નેતા તેજિન્દરસિંહ બગ્ગા ફોલો કરતા હતા. આ વીડિયો યુવકના આડોશ પાડોશના વિસ્તારોમાં પણ ફેલાતા જાણવા મળ્યું કે, વીડિયોમાં દેખાતો યુવક ખરેખર હિંદુ છે મુસ્લિમ નહીં ત્યારે તેને સ્થાનિક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. એક અન્ય વીડિયોમાં આ યુવક પોતાને પક્કા હિંદુ ગણાવી રહ્યો છે. એક અન્ય અહેવાલ અનુસાર સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચવ્હાણકેએ પણ આ વીડિયો સામે ટિ્વટ કરી લાંબું ટિ્વટ હતું જેમાં તેણે લિન્ચિંગની ઘટનાઓને સમર્થન કર્યું હતું અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. પહેલા મુસ્લિમ હોવાને કારણે પોલીસે તેની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધ્યો હતો પણ બાદમાં હિંદુ હોવાનું માલૂમ પડતા તેને માફી માગ્યા બાદ છોડી મુકાયો હતો.
મૂળ સ્ત્રોત વાંચો
1નાપસંદ કરો