ગાંધીનગર,તા:૧૯
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને પોલીસ પર હેરાનગતિના આરોપ લગાવ્યાં છે, તેમનું કહેવું છે કે તેમનો કેસ દિલ્હીનો છે તેમ છંતા ગુજરાત પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે, દહિયાના આક્ષેપો બાદ કોર્ટે રાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે, દિલ્હીની મહિલા નીલુસિંગે દહિયા પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે, મહિલાએ કહ્યું છે કે દહિયાના લગ્ન થઇ ગયા હતા, તેમ છંતા મારી સાથે સંબધો બનાવ્યાં, મારી સાથે લગ્ન કર્યા અને તેમનાથી અમારે એક પુત્રી પણ છે, પરંતુ દહિયા હવે તેને અપનાવી રહ્યાં નથી, જેથી મહિલાએ દહિયા સામે દિલ્હીમાં પોલીસ ફરિયાદ કરી હતી, તે ફરિયાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ હતી, સામે ગૌરવ દહિયાએ મહિલા સામે બ્લેકમેઇલિંગની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતની રૂપાણી સરકારે પણ આ કેસમાં તપાસના આદેશ આપ્યાં હતા, એક કમિટી ના રિપોર્ટને આધારે સસ્પેન્ડેડ IAS દહિયા સામે પુરાવા મળ્યાં હતા, જેથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતી, નોંધનિય છે કે ગાંધીનગર પોલીસે ગૌરવ દહિયાને ચાર વખત નોટિસ મોકલી હોવા છંતા તે તપાસ માટે હાજર રહ્યાં નથી.