ફોન કૌભાંડમાં સાબરમતી જેલ અધિકારી જગદીશ પકડાયો

વિશાલ ગોસ્વામીના આખા નેટવર્કને ઝડપી પાડ્યા બાદથી જુદા જુદા યાર્ડમાંથી મોબાઈલ ફોન તથા અન્ય પ્રતિબંધીત વસ્તુઓ મળવાનો સિલસિલો ચાલુ રહેતા શનિવારે ત્રણ મોબાઈલ ફોન ત્રણ ઈયર ફોન તથા રવિવારે પણ એક મોબાઈલ ફોન મળી આવતા હવે જેલ સત્તાવાળાઓ વધુ શંકામાં ઘેરાયા છે. તેમની સીધી સંડોવણી હોય તેનું આ ચોખ્ખું ઉદાહરમ છે.
શુક્રવારે ઝડતી પાર્ડએ અચાનક જ તપાસ કરતા જેલના કેદી પાસેથી 20 તમાકુ પેકેટ તથા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જગદીશ પ્રજાપતિ નામના જેલ સહાયક મોબાઈળ ફોન પુરા પાડતો હતો. તેને સસ્પેન્ડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન નવી જેલ શાતિ નિકેતન યાર્ડના બેરેક નં ૬ પાછળથી ગેટની ચેમ્બરની બાજુમાં જમીન શંકાસ્પદ લાગતા ઝડપી ટીમે ત્યા ખાડો ખોદવા બે એન્ડ્રોઈડ તથા એક સારો ફોન ઉપરાત ત્રણ ઈયરફોન પણ મળી આવ્યા હતા આ મોબાઈલ હજુ તપાસમાં મોકલવીને કાર્યવાહી ચાલી રહી છે રવિવારે પણ આવી જ કાર્યવાહી ચાલુ કરતા સાંજે સાડા પાચ વાગ્યાની આસપાસ તપાસ ટીમને સર્કલ યાર્ડ ૬ની બેરેક નંબર રના સંડાશની બારીમા છુપાયેલો વધુએક ફોન મળી આવતા ઉહાપોહ મચી ગયો હતો.

બે દિવસમાં ચાર ફોન અને ત્રણ ઈયરફોન મળી આવતા હવે જેલ સ્ટાફ સામે પણ આગળી ચિધાઈ છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ ક્રાઈમ પણ પોતાના રીપોર્ટમાં જેલ સ્ટાફની સંડોવણી ઉલ્લેખ કર્યો હતો.