વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત વડી અદાલતે બીએસ-૪ વગરના વાહનોની નોંધણી હવેથી કરવા આદેશ આપ્યો છે. બીએસ-૨, બીએસ-૩ના વાહનોની નોંધણી અમાન્ય ગણવાના અને ફોર વ્હીલરમાં બીએસ-૪ નોર્મ્સ અમલી બનાવતાં આરટીઓ સત્તાધીશો અને આ અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટે યોગ્ય અને વાજબી ગણાવી તેને બહાલ રાખ્યું છે. જેને પગલે બીએસ-૨, બીએસ-૩ના વાહનોનું પણ રિ-રજીસ્ટ્રેશન હવે થશે નહીં.
૨૦૧૦ પહેલાના ઉત્પાદન થયેલા વાહનો અને તેને ટ્રાન્સફર કરવાની અરજદારપક્ષની અરજીઓ આરટીઓ સત્તાવાળાઓ દ્વારા સ્વીકારવામાં આવે તેવી માંગણી પણ હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી. બીએસ-૨ અને ૩ વહાનો મારફતે ફેલાતા વાયુ પ્રદૂષ અને નાગરિકોના આરોગ્ય માટે જાખમી ધુમાડા અને પ્રદૂષણને લઇ સત્તાવાળાઓએ ઉપરોકત પરિપત્ર અને નિર્ણય અમલી બનાવ્યો છે.
સ્વચ્છ પર્યાવરણ એ દરેક નાગરિકનો બંધારણમાં બક્ષવામાં આવેલો અધિકાર છે. કેન્દ્ર સરકાર અને આરટીઓ સત્તાવાળાઓ દ્વારા વાયુ પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખી જારી કરેલો નિર્ણય યોગ્ય અને વાજબી છે. એટલું જ નહી, સીંગલ જજે પણ આ કેસમાં અગાઉ આપેલો ચુકાદો કાયદાનુસાર અને યોગ્ય હોઇ તેમાં ખંડપીઠની દરમ્યાનગીરી ન્યાયોચિત જણાતી નથી.