બનાસકાંઠામાં લાખણી તાલુકા BJP પ્રમુખ હેમરાજભાઇ ધર્માભાઇ કાગ તથા લક્ષ્મણ ચુના વજીર સામે જમીન હડપ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટી સહીઓ કરીને 900 મીટર મોકાની જમીન માટે ખોટા દસ્તાવેજો કરી લીધા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તાલુપા પંચાતની કચેરી પાસેની જમીન પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે પાવર ઓફ એટર્ની બનાવીને આ જમીન હડપ કરી લીધી હતી. ત્યાર બાદ જમીન બાલાજી ચુના વજીરને વેચી નાંખવા માટે કામગારી હાથ ધરી હતી. તે જમીન પર બાંધકામ શરું કરતાં મૂળ માલિક કનુસિંહ વાઘએલાને ખ્યાલ આવ્યો હતો, જેની જમીન બોગસ લોકોએ વેચી મારી છે. તાલુકા ભાજ્પ પ્રમુખ હેમરાજ પટેલ પર ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીન પચાવી પાડ્યાનો આરોપ છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ ગુજરાત સરકારે 7 દિવસનો શોક જાહેર કર્યો હતો. ત્યારે લાખણીમાં ભાજપના સ્થાનિક નેતાઓએ વાજપેયીના અવસાનનો શોક ભૂલી લાખણી તાલુકા પંચાયત સુપરસીડ થતાં એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. સત્તાની લ્હાયમાં ભાન ભૂલેલા સ્થાનિક આગેવાનો સામે ફિટકાર વરસી રહ્યો છે.
લાખણી તાલુકાના ભાજપના પ્રમુખ હેમારાજ પટેલ અને ભાજપ અગ્રણી બાબરા પટેલે વહીવટદાર અધિકારીને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે પણ વિવાદ થયો હતો. બજેટ વખતે કોંગ્રેસ-ભાજપના 11 સરખા સભ્યો હોવાથી સરખા મત પડતાં બજેટ નામંજૂર થયું હતું. પાતળી બહુમતીના કારણે તાલુકા પંચાયતનું બજેટ ત્રણ વાર નામંજૂર થતાં તાલુકા પંચાયતને છ મહિના માટે સુપરસીડ કરવાનો આદેશ કરાયો હતો. જેની પાછળ પણ ભાજપના પ્રમુખ હેમરાજ પટેલનો હાથ હતો.
આમ ભાજપના આ પ્રમુખ વિવાદમાં હોવા છતાં પ્રદેશ ભાજપના પાંગળા નેતાઓએ તેમની સામે કોઈ પગલાં 22 જાન્યુઆરી 2019 સુધી લીધા નથી. ભાજપ તાલુકા પ્રમુખ સામે પગલાં લેવાની માંગણી પણ થઈ છે. તેમ છતાં પ્રદેશમાં બેઠેલા અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ભાજપના એક નેતા ભ્રષ્ટાચારી નેતાને છાવરી રહ્યાં હોવાનો આરોપ ભાજપના કાર્યકરો મૂકી રહ્યાં છે. આવું માત્ર લાખણમાં જ થયું છે એવું નથી સમગ્ર ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ જમીન કૌભાંડમાં પકડાયા છે પોલીસ ફરિયાદ થાય છે પણ જોઈએ એવા પગલાં લેવામાં આવતાં નથી.