ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસતી 6.40 કરોડ હોવાનું અનુમાન છે પરંતુ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 6.87 કરોડ થઇ છે. એટલે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં મોબાઇલ વાપરનારો વર્ગ છે. એવું પણ બની શકે છે કે કેટલાક લોકો પાસે એક કરતાં વધુ કનેક્શન હોઇ શકે છે.
જૂની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓનું બજાર ઘટયું
રાજ્યમાં બીજી મહત્વની બાબત એવી સામે આવી છે કે જૂની મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ જેવી કે વોડાફોન, આઇડિયા કે એરટેલ કરતાં રિલાયન્સ જિયોના મોબાઇલ નંબરો ગુજરાતમાં સૌથી વધારે છે. એનો મતલબ એ થયો કે ગુજરાતની જનતાએ જિયોને વધારે પસંદ કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિયોએ ગુજરાતમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કર્યું છે.ગુજરાત સર્કલમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની જિયોએ સપ્ટેમ્બરમાં પુરા થતાં ત્રિમાસિક પરિણામોમાં ગુજરાતમાંથી 685.54 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી છે. રાજ્યમાં વોડાફોન-આઇડિયાની સૌથી મોટી ગ્રાહક હિસ્સેદારી હતી પરંતુ જૂનના ત્રિમાસિક પરિણામોમાં મોબાઇલ ગ્રાહકો આ કંપનીએ ખોઇ દીધા છે પરિણામે તેની આવક 626.12 કરોડ રહી હતી, જ્યારે ભારતી એરટેલે પણ તેના ગ્રાહકો ખોઇ દેતાં 172.84 કરોડની આવક મેળવી છે જે ગયા ત્રિમાસિક પરિણામોમાં 173.2 કરોડ રૂપિયા હતી. ગુજરાતમાં સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે કુલ મોબાઇલ સબ્સક્રિપ્શન વધીને 6.87 કરોડ થયાં છે. જિયોએ 3.6 લાખ મોબાઇલ ગ્રાહકો આ ગાળા દરમ્યાન નવા જોડ્યાં છે. બીએસએનએલ એ પણ 5700 નવા ગ્રાહકો જોડ્યાં છે બીજી તરફ, વોડાફોન-આઇડિયાએ 2.71 લાખ અને ભારતી એરટેલે 67000 થી વધુ ગ્રાહકો ખોઇ દીધાં છે.
બીએસએનએલનું મજબૂત પ્રદર્શન
ટ્રાઇ દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે બીએસએનએલે ગુજરાતમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. આ કંપનીએ તેના એજીઆરમાં ડબલ અંકોની વૃદ્ધિ કરી છે. જૂનના ત્રિમાસિક પરિણામોમાં ડિયોનો એજીઆરઆઇ 617.65 કરોડ હતો જે સપ્ટેમ્બરના અંતમાં 11 ટકા વધીને 685.54 કરોડ થયો છે. એવી જ રીતે બીએસએનએલનો એજીઆર 70.79 કરોડ હતો જે સપ્ટેમ્બરમાં 11 ટકા વધીને 78.8 કરોડ થયો છે.
જૂનના અંતમાં ગુજરાત સર્કલની તમામ કંપનીઓનો કુલ એજીઆર 3.82 ટકા વધીને 1529.87 કરોડ થયો છે. સપ્ટેમ્બરમાં પુરા થયેલા ત્રણ માસમાં એજીઆરમાં 43.8 ટકા સાથે જિયોનો હિસ્સો સૌથી વધુ હતો. વોડાફોન-આઇડિયા નો હિસ્સો 40 ટકા તેમજ ભારતી એરટેલનો હિસ્સો 11 ટકા હતો. જો કે ભારત સરકારની કંપની બીએસએનએલનો હિસ્સો 5 ટકા જોવામાં આવ્યો છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે કુલ મોબાઇલ સબ્સક્રિપ્શન વધીને 6.87 કરોડ થયાં છે. જિયોએ 3.6 લાખ મોબાઇલ ગ્રાહકો આ ગાળા દરમ્યાન નવા જોડ્યાં છે. બીએસએનએલ એ પણ 5700 નવા ગ્રાહકો જોડ્યાં છે બીજી તરફ, વોડાફોન-આઇડિયાએ 2.71 લાખ અને ભારતી એરટેલે 67000 થી વધુ ગ્રાહકો ખોઇ દીધાં છે.