ગરીબ દર્દી માટેની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના ઝેર સાબિત થઈ છે. આ યોજનામાં આરોગ્ય મંથનમાં ભ્રષ્ટાચારના ઝેર સિવાય કંઈ જ નિકળતું નથી. ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોમાંથી માંડ 55 ટકાએ તેમાં 5 વર્ષમાં નોંધણી કરાવી છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 10 જિલ્લા જ સારવાર માટે નક્કી કરાયા છે. તેથી રાજ્યના દૂરના વિસ્તારોમાંથી અમદાવાદ સારવાર લેવા માટે આવવું પડે છે.
ગુજરાતમાં ફક્ત 4 જિલ્લા અમદાવાદ, રોજકોટ, સુરત, વડોદરામાં સરકારના માપદંડ માટેની હોસ્પિટલ હોવાથી લોકો અમદાવાદ આવવાનું વધું પસંદ કરે છે. ખાસ કરીને બાળકોના ઓપરેશન અને બીજા સારવાર માટે તો અમદાવાદ જ આવવું પડે છે. ગુજરાતના 74 ટકા લોકો અમદાવાદ આવે છે. કેન્સર અને હ્રદય રોગ માટે અમદાવાદ આવવું પડે છે. બાકીના જિલ્લાઓમાં સારવાર લઈ શકાતી નથી. સરકારી હોસ્પિટલોમાં જવાના બદલે 78 ટકા લોકો તો ખાનગી હોસ્પિટલમાં જઈને સરકારના કાર્ડ પર મફત સારવાર લેવાનું પસંદ કરે છે. સરકારની હોસ્પિટલ પર તેમને ભરોશો નથી. 2012થી 2017 સુધીના પાંચ વર્ષમાં સરકારે રૂ.557 કરોડની સહાય કરી છે. જેમાં રૂ.433 કરોડ તો ખાનગી હોસ્પિટલોને ચૂકવવામાં આવ્યા છે.
મા યોજનામાં મફત સારવાર લેવા માટે 10 ગરીબ જિલ્લાઓ તો એવા છે કે જેમાં 10 લાખ લોકોએ દરદર ભટકવું પડે છે. આવી રાજ્યની 20 ટકા લાભાર્થી પ્રજા થવા જાય છે. તેમને મા ની યોજનાનો લાભ તેમના જિલ્લામાં મળતો ન હોવાથી આસપાસના જિલ્લા કે અમદાવાદ જવું પડે છે.