[:gj]‘મેડી સીટી’ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોનામાં કેમ કામ ન આવી ? [:]

[:gj]એક સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની મોટી હોસ્પિટલ ગણાતી હતી. પણ 15 વર્ષથી તે પદ ગમાવી દીધું હતું. હવે તે ફરી એક વખત ભારતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બનવા સજજ થઈ ગઈ છે. એક જ કેમ્પસમાં 6600 પથારી સાથે દેશનું પ્રથમ કેમ્પસ બની જશે. 12 સંસ્થાઓનો સિવિલ કેમ્પસમાં સમાવેશ થયો છે. અહીં કેન્સર, કિડની, હ્રદય, સ્પાઈન જેવી બિમારીઓની સારવાર કરાવવા દેશના અન્ય રાજ્યોના દર્દીઓ આવે છે. જનરલ સિવિલ હોસ્પિટલમાં જ વાર્ષિક 10 લાખથી વધુ દર્દી ઓપીડીમાં સારવાર લેવા આવે છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં મેડિસિટી પૂરેપૂરી કામ આવી નથી.

તમામ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સાધનો સારવાર માટે કામ કરશે.

સિવિલ હોસ્પિટલના એક્સપાન્શન બાદ યુ.એન. મહેતા હ્રદયની હોસ્પિટલની હાલની 450 બેડ વધીને 1251 થઈ જશે.

કેન્સર હોસ્પિટલની બેડની સંખ્યા 650થી વધીને 1000 થશે,

કિડની હોસ્પિટલની બેડ સંખ્યા 400થી વધી 1000 થશે,

આંખની હોસ્પિટલની બેડ સંખ્યા 250

સિવિલ જનરલ હોસ્પિટલની બેડ સંખ્યા હાલ 2000ના સ્થાને 1200 બેડના વધારા સાથે 3200 થશે.

સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટમાં 80 બેડ,

ડેન્ટલ હોસ્પિટલમાં કૂલ 22 પથારી

કિડની આન્સ્ટિટ્યુટ હોસ્પિટલનું ગેરકાયદે બાંધકામ થઈ ગયું હોવાથી હાલ તેનું બાંધકામ એરપોર્ટ ઓથોરિટીએ અટકાવી દીધું છે. તેના બે માળ તોડવા પડે તેમ છે.

17 સપ્ટેમ્બર 2018માં ત્રણ હોસ્પિટલના નવિનિકરણનું ઉદઘાટન કરશે. એક બેડ પ્રમાણે લગભગ 2 કરોડનું ખર્ચ સરકાર અને દાતાઓ તરફથી કરાયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આધુનિક 24 ઓપરેશન થિયેટર છે. આંખ અને કિડની હોસ્પિટલનું કામ પૂરું થઈ શકે તેમ નથી. પણ ઉદઘાટન કરી દેવામાં આવશે. કેન્સર હોસ્પિટલમાં હજુ એક આખો બ્લોક તૈયાર કરવામો બાકી છે. કિડની હોસ્પિટલના નિર્માણ કાર્ય અટકાવી દેવાયું છે. તેના બે માળ ગેરકાયદે હોવાથી ઉતારી દીધા બાદ જ તેનું કામ પૂરું થશે. હજુ એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

સિવિલ હોસ્પિટલમાં 110 એકરના કેમ્પસમાં તમામ પ્રકારના નિદાન, તપાસ, સારવાર અદ્યતન સાધન સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવા રૂા.1450 કરોડના ખર્ચે ‘મેડી સીટી’ બની છે. એમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ, કેન્સર જેવા અનેક સ્પેશ્યાલિસ્ટ વિભાગો છે. તેમના બિલ્ડિંગ અદ્યતન સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ જ કેમ્પસમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજ પણ કાર્યરત છે. એક જ કેમ્પસમાં 6600 બેડની સંખ્યા હોય એવું અમદાવાદનું સિવિલ કેમ્પસ દેશનું પ્રથમ કેમ્પસ બનવા જઈ રહ્યું છે.[:]