મોડાસા ડી.એલ.એડ કોલેજમાં બિન તાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુ.ની પદવી એનાયત

કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિનતાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની તાલીમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કુલ મારફતે આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશભરમાંથી મોટી સંખ્યામાં બિનતાલીમી શિક્ષકો એડમિશન મેળવ્યું હતું.

અઢાર માસની તાલીમથી મોડાસા સેન્ટર પરથી પાસ થયેલ વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા મોડાસા ખાતે આવેલ એમ.કે લાટીવાળા ડી.એલ.એડ કોલેજમાં દેવરાજ મંદિરના મહંત ધનગીરી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં પાસ થયેલ કુલ 49 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરસ્વતી કેળવણી મંડળના પ્રમુખ નિલેશ જોશી, ડાયેટ અધિકારી આર.એલ. જીતપુરા સામાજિક અગ્રણી અમિતભાઈ કવિ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન વ્રજેશ પંડ્યા અને મુકુંદ ભાઈ શાહે કર્યું હતું