અમદાવાદ, 19 જાન્યુઆરી 2020
ભારતમાં ખોટમાં ચાલી રહેલી વિશ્વની સૌથી મોટી રિટેલર અમેરીકન વોલમાર્ટ ઇન્ડિયાને મંદી નડી છે. ગુરુગ્રામના હેડક્વોર્ટરમાં ટોચના 56 અધિકારીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને એમએમસીજી ડિવિઝનમાંથી વાઇસ પ્રેસિડેન્ટ સહિત 56 સિનિયર અધિકારીઓને ઘેર બેસવાનું કહેવામાં આવ્યું છે.
ભારતમાં બીટુબી કેશ એન્ડ કેરી બિઝનેસ આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ. અમે છ નવા બેસ્ટ પ્રાઈસ મોર્ડન હોલસેલ સ્ટોર અને એક ફુલફીલ સેન્ટર ખોલ્યું છે. કંપની વધારે સારા કર્મચારીઓની શોધ કરી રહી છેકંપની દેશમાં લગભગ 28 જથ્થાબંધ સ્ટોરનું સંચાલન કરી રહી છે. અધ્યક્ષે કહ્યું કે વોલમાર્ટ ભારતમાં નવા સ્ટોર નહીં ખોલે. કારણ કે તેને સતત ખોટ થઈ રહી છે.
પહેલાથી વિરોધ
દેશભરમાં વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ ડીલના વિરોધમાં વેપારીઓએ મોરચો ખોલ્યો હતો. કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશનના નેતૃત્વમાં દેશભરમાં અંદાજે એક હજાર જગ્યા પર અંદાજે 10 લાખ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે હતું.
Walmart-Flipkart ડીલ રદ્દ કરવામાં વેપારીઓની માંગણી
ફ્લીપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવા માટે Wal-Mart $ 16 બિલિયનના ભેળવવાની જાહેરાત થઈ ત્યારથી વિરોધ થઈ રહ્યો છે.
ઇ-વાણિજ્યની નીતિ અને ઈ-કૉમર્સ માટે રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવાની માંગણી કરી છે.
2 જુલાઈના રોજ દેશ ભરમાં જંગી વિરોધનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્વદેશી જાગરણ મંચ, એક દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં Walmart ની હાજરીનો વિરોધ કરે છે,
વિશ્વની સૌથી મોટી રિટેલર કંપની
વોલમાર્ટે ૨૦૦૭માં ભારતમાં કેશ એન્ડ કેરી બિઝનેસ શરૂ કર્યો હતો. ૧૬ બિલિયન ડોલરમાં ફ્લિપકાર્ટને ખરીદી લીધી હતી. ૨૮ બેસ્ટ પ્રાઇસ મોર્ડન હોલસેલ સ્ટોરની માલિક છે. ભારતમાં વોલમાર્ટનો લગભગ ૬૦૦નો સ્ટાફ છે. તાતા ગ્રુપે વોલમાર્ટનો હોલસેલ બિઝનેસ ખરીદવા માટે મંત્રણા શરૂ કરી હતી. જોકે પાછળથી તેને આ મંત્રણા ફાયદાકારક લાગી નહોતી. વોલમાર્ટ ઇન્ડિયાને ૨૦૧૯ સુધી રૂ.૨૧૮૦.૮ કરોડની ખોટ થઈ હતી.
ઓનલાઇન રિટેલર ફ્લિપકાર્ટમાં ૧૬ અબજ ડોલરમાં ૭૭ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. તેના લીધે ભારતના એક્સ્પ્લોડિંગ ઇ-કોમર્સ સેક્ટરમાં વોલમાર્ટનો શેર ચાર ટકા તૂટયો હતો અને તેના બજારમૂલ્યમાં દસ અબજ ડોલરનું ધોવાણ થયું હતું.
ભારતનું ઇ-કોમર્સ સેક્ટર આગામી દાયકામાં વૃદ્ધિ પામીને ૨૦૦ અબજ ડોલરનું થશે.
ભાજપે અગાઉ જાહેર કર્યું હતું કે, મનમોહનસીંહ દેશ હીતને નેવે મૂકીને વોલમાર્ટને આવવા માટે કહ્યું છે. કરોડો નાના વેપારીઓ અને નાના ઉત્પાદનોને મરણતોલ ફટકો વોલમાર્ટ આવવાથી થશે. કોંગ્રેસ સરકાર રાષ્ટ્ર વિરોધી નિર્ણય કર્યો છે. હવે કેન્દ્રની ભાજપ સરકાર વોલમાર્ટની તરફેણ કરે છે. મોદીએ ફ્લિપકાર્ટ અને અમેરિકાની કંપની વોલમાર્ટની એક લાખ ડોલરમાં ખરીદવા કોમ્પિટેશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ મંજૂરી આપી હતી.
ગુજરાત સરકારના પ્રવક્તા જનરાયણ વ્યાસ ક્યાં છુપાઈ ગયા છે.
ગુજરાતમાં પહેલો આણંદ ખાતે ત્રણ એકર જમીનમાં પચાસ હજાર સ્કેવર ફૂટનો હોલસેલ ભારતી વોલમાર્ટ સ્ટોર આણંદ-સોજીત્રા રોડ ખાતે શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેની બાંધકામની શરૂઆત માર્ચ મહિનાથી થઈ હતી. અને જુલાઈ મહિનાના અંત ભાગમાં આ મોલનું બાધકામ પૂર્ણ થઈ જાય તેવી માહિતી મળી છે. વર્ષ 2007માં વોલમાર્ટ દ્રારા ભારતી એન્ટરપ્રાઈઝ સાથે વેન્ચર શરૂ કરવામાં આવ્યું હતું.
જોઈન્ટ વેન્ચર મારફતે સમગ્ર ભારતમાં ભારતી વોલમાર્ટ દ્રારા બેસ્ટ પ્રાઈઝ મોર્ડન હોલસેલ વોલમાર્ટ સ્ટોર શરૂ કરવામાં આવ્યાં છે. આ જોઈન્ટ વેન્ચર હોલસેલ કેશ એન્ડ કેરી અને બેક એન્ડ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ ઓપરેશન ઈન્ડિયામાં ચલાવે છે.
વર્ષ 2009માં પહેલો બેસ્ટ પ્રાઈઝ મોર્ડન હોલસેલ મોલ શરૂ થયો હતો. જેમાં ભારતમાં સૌથી પહેલો સ્ટોર આંધ્રપદેશમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતી વોલમાર્ટ પ્રાઈવેટ લીમીટેડ વર્ષ 2012માં બીજા નવા બાર જેટલા નવા બેસ્ટ પ્રાઈઝ મોર્ડન હોલસેલ સ્ટોર્સ ખોલવાની યોજના હતી.
આણંદ પછી ભારતી વોલમાર્ટ અમદાવાદ શહેરમાં આવવાની હતી.
વોલમાર્ટ અંગે અગાઉ ઉઠેલા વિવાદ
ગુજરાતના મુખ્યમંત્રી મોદી દ્રારા વર્ષ 2007માં વોલમાર્ટના સપ્લાય ચેઇનના ડાયરેક્ટર ટેક હુફ્મેરનને ખાસ અતિથિ તરીકે આમંત્રિત કરીને વોલમાર્ટને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
આ ઉપરાંત વર્ષ 2011ના ડિસેમ્બર મહિનામાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં મોદીએ એફડીઆઈ અંગે વલણ સ્પષ્ટ કર્યું હતું જેમાં તેમણે ઓર્ગેનાઈઝ્ડ રિટેલની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ‘વોલમાર્ટ’ પેટર્નથી નહીં પરંતુ ‘અમૂલ’ પેટર્નથી તેનો અમલ કરવા માંગે છે. આ બન્ને બાબતે વિપક્ષે ગુજરાતમાં ભાજપ સરકારની ટીકા કરી હતી.
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓર્ગેનાઈઝ્ડ રિટેલની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ‘વોલમાર્ટ’ પેટર્નથી નહીં પરંતુ ‘અમૂલ’ પેટર્નથી તેનો અમલ કરવા માંગે છે. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં મોદીએ એફડીઆઈ અંગે વલણ સ્પષ્ટ કયું હતું.
ગુજરાતના 40 લાખ વેપારીઓનો વિરોધ
વોલમાર્ટ સામે 28 સપ્ટેમ્બર, 2018ના દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે દેશમાં વોલમાર્ટને ન પ્રવેશવા દેવા માટે વિવોધ કર્યો હતો. તે સમયના ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે, વોલમાર્ટની સામે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે. મનમોહનસિંહે દેશ હિતને નેવે મૂકીને વોલમાર્ટને આવવા માટે કહ્યું છે. કરોડો નાના વેપારીઓ અને નાના ઉત્પાદનોને મરણતોલ ફટકો વોલમાર્ટ આવવાથી થશે. કોંગ્રેસ સરકાર રાષ્ટ્ર વિરોધી નિર્ણય કર્યો છે.
વોલમાર્ટ-ફ્લિપકાર્ટ કરાર વિરુદ્ધ ટ્રેડર્સ એસોસિએેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા 28 સપ્ટેમ્બર 2018મા વેપાર-ધંધા બંધ રાખીને ભારત બંધનું એલાન આપ્યું હતું. મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગુજરાતના 40 લાખ વેપારીઓનો વેપાર ખતમ થવાનો છે. દેશમાં આજકાલ લગભગ 7 કરોડ રિટેલર્સ છે. જેમાંથી લગભગ 3 કરોડ રિટેલર્સને આ ડીલથી સીધી રીતે નુકસાન થવાનું છે.