ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા જાહેર કરાયું છે કે, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને 5 વર્ષોમાં 2014-15થી 2-18-19માં છેતરપિંડી દ્વારા રૂ.220 કરોડ નુક્સાન થયું છે. ઠગાઈના 972 બનાવો બન્યા છે. દેશભરમાં 1544 સહકારી બેંકોમાં 31 માર્ચ 2019 સુધી કુલ રૂ.4.84 લાખ કરોડ જમા હતા. જેમાં સૌથી વધુ 3 લાખ કરોડ રુપિયા મહારાષ્ટ્રની 496 બેંકોમાં જ જમા છે. ગુજરાતની 219 સહકારી બેંકોમાં રૂ.55,102 કરોડ અને કર્ણાટકની 263 સહકારી બેંકોમાં રૂ.41.096 કરોડ જમા છે. જ્યારથી મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સહકારી બેંકોમાં પણ કૌભાંડો વધી ગયા છે.
2018-19માં રૂ.127.7 કરોડની છેતરપિંડીના 181 બનાવો નોંધાયા છે.
2017-18માં છેતરપિંડીના 99 બનાવોમાં રૂ46.9 કરોડ
2016-17માં 27 બનાવમાં રૂ.9.3 કરોડ
2015-16માં રૂ.17.3 કરોડના 187 બનાવો બન્યા હતા
2014-15માં રૂ.19.8 કરોડના 478 બનાવો બહાર આવ્યા છે.
સહકારી બેંકોએ આરબીઆઈને છેતરપિંડીના કેસો અંગે જાણકારી આપવી જરૂરી હોય છે. બેંકો માટે જરૂરી છે કે, તેઓ કર્મચારીઓની જવાબદારી પર ધ્યાન આપે અને આરોપી જણાય તો તેમને દંડ કરે.