મોદી સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ

રાહુલ ગાંધીની સફળ પ્રચાર પદ્ધતિમાં ચોકીદાર ચોર અસરકારક થતાં ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન ભાજપે શરૂ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરતાં વિવાદ થયો છે. આચાર સંહિતા ભંગ થયો છે. અમદાવાદમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ઇલેક્શન કમિશનને CVISIL એપ અંતર્ગત ફરિયાદ નોંધાવામાં આવી છે. વિડીયોમાં આર્મીનાં ડ્રેસ, ટેન્ક, વિસ્ફોટકોના દ્રશ્યો છે.

પીએમ મોદીએ વિડીયો પોસ્ટ કરતા ટ્વિટર પર લખ્યું હતુ કે, ‘ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દુષ્ટો સાથે લડનારા તમામ લોકો ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે મહેનત કરનારા તમામ લોકો ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે, ‘મૈં ભી ચોકીદાર હું.’ ઉલ્લેખનીય છે કે વિડીયોમાં આર્મીનો ડ્રેસ, વિસ્ફોટકો, આર્મીનાં હથિયારો  વગેરે દર્શાવાયા છે જેને લઇને CVISIL એપમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.